________________
Vol-1, XXIX
સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીત કલાનાં તત્ત્વ
સ્વરના સ્થાન, ગીત, ગીતના ગુણ-દોષ, વાઘ, મૂર્ચ્છના આદિ વિષયોનું સૂત્રબદ્ધ વિવરણ પ્રાપ્ત થાય છે.
સ્વરઃ
151
સાધારણતઃ સ્વર એટલે સંગીતોપયોગી અવાજ સ્વયં મધુર હોય છે. સંગીત દર્પણમાં તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “સ્વયં યો રાખતે નાર્ : સ સ્વર પિિતિતઃ ।” જે નાદ સ્વયં શોભિત હોય તે સ્વર કહેવાય છે. પ્રાચીન શાસ્ત્રો પ્રમાણે સ્વરોના દશ પ્રકાર માનવામાં આવ્યા છે. પં. વ્યંકટ મંખીએ પોતાના ગ્રન્થ ‘ચતુર્દણ્ડિપ્રકાશિકા’માં દશ સ્વર લક્ષણોનો સ્વીકાર કર્યો છે.
ग्रहांशी मंडतारौ च न्यासापन्यासौ तथा ।
अथ सन्यासविन्यासौ बहुत्वं चाल्पता तथा ॥
ગ્રહ, અંશ, ચન્દ્ર, તાર, ન્યાસ, અપન્યાસ, સંન્યાસ, વિન્યાસ, બહુત્વ અને અલ્પત્વ આ દશ સ્વર લક્ષણ પ્રાચીન સંગીત વિદ્વાનોએ બતાવ્યા છે.૧
સ્વર સાત કહેવામાં આવ્યા છે. આ પ્રચલિત સ્વરોને તે સમયની પ્રચલિત જાતિઓનાં નામ પરથી ઓળખવામાં આવે છે. રચનાકારે તેની સંજ્ઞા સા રે ગ મ પ ધ ની એવી આપી છે. અંગ્રેજીમાં ક્રમશઃ Do, Re, Mi, Fa, So, Ka, Si, કહે છે અને તેના સંગત સ્વર, સાંકેતિક ચિહ્ન C, D, E, F, G, A, B છે.
ષજ્ઞ ૠષમ, ધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ્ । श्रुतिभ्यः स्युः स्वराः षड्जर्षभगांधार मध्यमाः ।
परमो धैवतश्वाथ निषाद इति सप्तते ॥
तेषां संज्ञा सरिगमपध नीत्यपरा मताः । २
સાત સ્વરોની વ્યાખ્યા આ પ્રમાણે છે.
૧. પદ્મ : નાસિકા, કંઠ, છાતી, તાલુ, જિલ્લા, અને દત્ત આ છ સ્થાનોથી ઉત્પન્ન થનારા સ્વરને યજ્ઞ કહેવામાં આવે છે.
૨. ૠષભ : નાભિથી ઉત્પન્ન થયેલો વાયુ કંઠ અને મસ્તકથી આહત થઈને વૃષભની જેમ ગર્જના કરે છે. આથી તેને ઋષભ કહેવામાં આવે છે.
૩. ધાર : નાભિથી ઉત્પન્ન થયેલો વાયુ કંઠ અને મસ્તકથી આહત થઈને વ્યક્ત થાય છે, અને એમાં એક વિશેષ પ્રકારની ગંધ હોય છે આથી તેને ગાન્ધાર કહેવામાં આવે છે.
૪. મધ્યમ : નાભિમાંથી ઉત્પન્ન થયેલો વાયુ વક્ષ અને હૃદયમાંથી સમાહત થઈને ફરી નાભિમાં આવે છે. આ શરીરના મધ્યભાગથી ઉત્પન્ન થતો હોવાના કારણે આને મધ્યમ સ્વર કહેવામાં આવે છે. ૫. પશ્ચમ : નાભિ, વક્ષ, હૃદય, કંઠ અને મસ્તક આ પાંચ સ્થાનોથી ઉત્પન્ન થના૨ો સ્વર છે, તેના