________________
સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીત કલાનાં તત્ત્વ
શોભના આર. શાહ
ભારતીય સાહિત્ય અને ભારતીય કલાની જેમ ભારતીય સંગીત પણ કુદરતની એક અમૂલ્ય દેન છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર સંગીત માનવના પોતાના વ્યક્તિગત મનોરંજનનું સાધન છે. સંગીત અનન્ત, સ્થાયી અને સર્વવ્યાપ્ત છે. સંગીતનો જન્મ સૃષ્ટિની રચનાની સાથે જ થયો છે. સંગીત માત્ર કાનો ને જ પ્રિય નથી લાગતું, પરંતુ હૃદયને પણ ધૈર્ય તથા આનન્દ આપવાવાળું છે. એનો વાસ્તવિક અને યથાર્થ પ્રભાવ અનન્ત છે. સંગીતના પ્રભાવથી સાંસારિક અને મસ્તિષ્કીય પરેશાનીઓથી છુટકારો મળે છે. સંગીત આત્મા અને પરમાત્માનો સંયોગ કરનારી શૃંખલા છે. જે થકી માનવ જીવન મધુર બને છે.
જૈન સાહિત્ય ભારતીય શિલ્પ-સ્થાપત્ય કલા માટે જેટલું મહત્ત્વનું છે તેટલું જ ભારતીય સંગીત માટે છે. સંગીત કલાનો સમાવેશ લલિત કલાઓની અંતર્ગત કરવામાં આવે છે. સંગીત, કલાનો મૂળ નાદ છે અને નાદ એ સૃષ્ટિનો આધાર છે.
- સંગીત એ પણ એક કલા છે. કલાનો પ્રચલિત અને પ્રાચીન અર્થ છે, “કોઈ પણ કાર્યને પૂર્ણ કુશળતાથી કરવું.” કલા એટલે સત્યમ, શિવમ, સુન્દરમનો સમન્વય. કલા એટલે વ્યક્તિમાં ચેતનત્વ ઉત્પન્ન કરવાવાળી શક્તિ, અને આવી સૌન્દર્ય પૂર્ણ કલા એટલે સંગીત. સંગીત શબ્દનો અર્થ :
સંગીત શબ્દની વ્યુત્પત્તિ ગત અર્થ “સખ્ય ગીતમ' એવો થાય છે. સંગીતમાં ગીત, વાદ્ય તથા નૃત્યાદિનું અભિન્ન સાહચર્ય છે. સંગીત રત્નાકર અનુસાર સંગીતની પરિભાષા “ીત, વાદ્ય તથા નૃત્ય ત્રય સંગીતમુખ્યતે ” અર્થાત્ જેમાં ગીત, વાધ તથા નૃત્ય ત્રણે સમન્વિત હોય તેને સંગીત કહેવામાં આવે છે.
જૈન આગમ સાહિત્યને પ્રાચીન સાહિત્ય ગણવામાં આવે છે. આ આગમ સાહિત્ય અંતર્ગત સ્થાનાંગસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર તથા કલ્પસૂત્રમાં સંગીત સંબંધી પ્રચુર માહિતી પ્રાપ્ત થાય છે. અહીં ચર્ચાનો મુખ્ય વિષય સ્થાનાંગસૂત્રમાં વર્ણિત ભારતીય સંગીત વિદ્યાનો છે. આ સ્થાનાંગસૂત્રમાં સ્વર,
+ સંશોધન સહાયક, ઇન્ટરનેશનલ સેંટર ફોર જૈન સ્ટડીઝ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦૦૧૪.