________________
Vol-1, XXIX
ક્ષત્રપકાલીન બે અભિલેખ
149
તળાવ) ક્ષત્રપ વંશના આષ્ટનનો એક શિલાલેખ મળી આવેલ. આ પછીથી આ જ વિસ્તારમાંથી ક્ષત્રપ વંશનો બીજો શિલાલેખ મળી આવતાં એનું મહત્ત્વ વધી જાય છે (જુઓ ચિત્ર ૧)
હાલ આ શિલાલેખ વોટસન સંગ્રહાલય, રાજકોટમાં સંગ્રહિત છે. બ્રાહ્મી ટેરાકોટા સીલીંગ :
બ્રાહ્મી શિલાલેખની જેમ આ લેખકને તેમની આ વિસ્તારની સ્થળ-મુલાકાત-તપાસ દરમ્યાન જલાપરના ક્ષત્રપ ટિંબા પરથી એક ટેરાકોટા સીલીંગ પણ હાથ લાગેલ.
૫ X ૨ x ૧૦'.૧ સે.મી. નું માપ ધરાવતા પક્વ માટીના આ મુદ્રાંકન પર શિરોબંધ બ્રાહ્મી લિપિમાં કુલ ૫ (પાંચ) અક્ષર અંકિત છે. પ્રારંભના થોડા ખંડિત ભાગ સિવાયનો બાકીનો ભાગ સ્પષ્ટ સુવાચ્ય છે અને આ પ્રમાણે વાંચી શકાય છે. (કુ)મારસ્ય -
આગલો અક્ષર ખંડિત હોઈ પુરું વાંચન થઈ શકતું નથી. પણ ખંડિત અક્ષરની બચી ગયેલ નિશાનીના આધારે તે “કુ અક્ષર હોવાનું માની શકાય.
પ્રસ્તુત મુદ્રાંકન “કુમાર” નામની કોઈ વ્યક્તિનું છે. આગળ વર્ણિત શિલાલેખ પણ “કુમાર”નો હોઈ આ બન્ને અભિલેખ “કુમાર' નામની વ્યક્તિના અને ચોથી સદીના (શિલાલેખોમાં અંકિત વર્ષ ઈ.સ. ૩૧૧ ના આધારે) ગણી શકાય. (જુઓ ચિત્ર-૨)
ચિત્ર-૧
ચિત્ર-૨ અહીં એક મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે ચોથી સદીમાં ક્ષત્રપ શાસન હોવા છતાં ક્ષત્રપવંશમાં તો ‘કુમાર' નામનો કોઈ શાસક થયેલ ન હોઈ આને ક્ષત્રપવંશના અભિલેખ ગણી શકાય ખરા? આનો એક ખુલાસો આ રીતે કરી શકાય કે શિલાલેખ તેમજ મુદ્રાંકન ચોથી સદીનું અર્થાત્ ક્ષત્રપકાલીન છે, એ તો નિશ્ચિત છે. સામાન્ય રીતે લેખ, સિક્કા, મુદ્રા-મુદ્રાંકન વગેરે જે તે વંશના શાસકના હોય. પણ ઘણી વખત શાસક દ્વારા પોતાના શાસન વિસ્તારમાં સ્થાનિક સત્તાકેન્દ્રને પણ સ્થાનિક શાસન વ્યવસ્થા (ખાસ તો કેન્દ્રીય સત્તા ઢીલી – નબળી પડતી ત્યારે) સોંપાતી અને એ સ્થાનિક સત્તાકેન્દ્ર પણ આ રીતના અભિલેખ બહાર પાડતું. આ ઉપરાંત કેટલીકવાર ધાર્મિક સંસ્થાનો પણ લેખ વગેરે પ્રસિદ્ધ કરતા. આ રીતે પ્રસ્તુત બન્ને (શિલાલેખ તેમજ મુદ્રાંકન) અભિલેખ ક્ષત્રપ સમય દરમ્યાનના આ પ્રદેશ વિસ્તાર પરના “કુમાર” નામના કોઈ સ્થાનિક સત્તાધીશના હોવાનું કહી શકાય.
હાલ આ મુદ્રાંકન લેખકના અંગત સંગ્રહમાં છે.