________________
ક્ષત્રપકાલીન બે અભિલેખ
હસમુખ વ્યાસ*
રાજકોટ જિલ્લામાં જસાપર-જીવાપર (તા. જસદણ, મૂળ આ બન્ને ગામ જૂના જસદણ રાજ્યનાં) નામના બે ગામ આવેલાં છે. બન્ને વચ્ચે લગભગ ૩ કી.મી.નું અંતર છે. ભાદર નદીના કાંઠે આવેલ જસાપર ગામની નજીકથી એક ક્ષત્રપ વસાહત હોવાનું લેખકના ક્ષેત્રિય પ્રવાસ દરમ્યાન ધ્યાનમાં આવેલ. (ઈ.સ. ૧૯૮૨). અહીંથી ક્ષત્રપ સમયના ઘણા બધા પુરાવશેષો હાથ લાગેલ. આમાંની મહત્ત્વની બે ઉપલબ્ધિઓ (Finds) તે (૧) બ્રાહ્મી લિપિનો શિલાલેખ અને (૨) બ્રાહ્મી ટેરાકોટ સીલીંગ બ્રાહ્મી શિલાલેખ :
પ્રસ્તુત શિલાલેખ જીવાપરમાં ગામ બહાર હરિજનવાસની નજીક પડેલ કાળા પથ્થરની પાંચેક ફૂટ લાંબી, દોઢેક ફૂટ પહોળી અને એકાદ ફૂટ જાડી શિલા ઉપર કુલ ત્રણ લીટીનું શિરોરેખા બાંધેલ બ્રાહ્મી લખાણ સ્પષ્ટ અને સ્વચ્છ અક્ષરોમાં અંક્તિ છે. ત્રણે પંક્તિઓમાં અનુક્રમે ૧૧-૯-૬ મળી કુલ ૨૬ અક્ષરો છે. પુણેના ડેક્કન કોલેજના બ્રાહ્મી લિપિ નિષ્ણાત ડૉ. શોભનાબેન ગોખલેએ જે વાંચન કરી આપેલ, તે આ પ્રમાણે છે.
વર્ષ (વર્ષે) ૨૩૩ શ્રાવણ બહુલે ૬ કુમારદેવ પુત્રસ્ય ક(કુ)માર દત્તસ્ય
અર્થાત્ કુમારદેવના પુત્ર, કુમારદત્તે શક સંવત્ ૨૩૩ (ઈ.સ. ૩૧૧) ના વર્ષે શ્રાવણ વદ, છ8ના રોજ કોઈ દાન પ્રસંગ નિમિત્તે પ્રસ્તુત લખાણ કોતરાવ્યું હશે. આ દાન કોને, શાનું વગેરે વિશે કશી માહિતી-વિગત આમાંથી મળી શકતી નથી.* શક સંવત્ ૨૩૩-ઈ.સ. ૩૧૧ દરમિયાન ક્ષત્રપ રાજા રુદ્રસિંહ બીજાનું શાસન ચાલતું હોઈ પ્રસ્તુત શિલાલેખ એ સમયનો ગણી શકાય. આ અગાઉ રાજકોટ જિલ્લાના જગૃઢાવી (ગઢા, તા. જસદણ) ગામ પાસેથી તળાવમાંથી (વર્તમાન રવાલકા સાગર
* સંપાદક, સંશોધન : ડૉ. હસમુખભાઈ વ્યાસ, ‘શ્રી ખંભલાવ શ્રીજીનગર, શ્રીનાથજી સોસાયટી પાછળ, જેતપુર
રોડ, ધોરાજી, જી. રાજકોટ. + આ શિલાલેખ આડો હોઈ સંભવ છે, કોઈ તળાવ બંધાવવા આવેલ હોય.