________________
Vol-1, XXIX
સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીત કલાનાં તત્ત્વ
153
મારનારો હોય છે. ૭. નિષાદ સ્વરવાળી વ્યક્તિ ચાંડાલ, ફાંસી આપનાર, મુષ્ટિબાજ, ભિન્ન પાપ કર્મ કરનાર,
ગોઘાતક અને ચોર હોય છે.
આ ઉપરાંત સ્થાનાંગમાં જીવ તથા અજીવ નિશ્વિ ધ્વનિની સાથે સાત સ્વરોનો ઉલ્લેખ મળે છે. જીવ નિશ્વિ સાત સ્વર આ પ્રમાણે છે. ૧. મયૂર જ સ્વરમાં બોલે છે. ૨. કૂકડો ઋષભ સ્વરમાં બોલે છે. ૩. હંસ ગાન્ધાર સ્વરમાં બોલે
છે. ૪. ગવેલક મધ્યમ સ્વરમાં બોલે છે. ૫. કોયલ વસંત ઋતુમાં પંચમ સ્વરમાં બોલે છે.
૬. કચ અને સારસ પૈવત સ્વરમાં બોલે છે. ૭. હાથી નિષાદ સ્વરમાં બોલે છે. અજીવનિશ્રિત સપ્ત સ્વર આ પ્રકારે છે. ૧. મૃદંગમાંથી ષ સ્વર નીકળે છે. ૨. ગોમુખીથી ઋષભ સ્વર નીકળે છે. ૩. શંખમાંથી ગાંધાર
સ્વર નીકળે છે. ૪. ઝલ્લરી-ઝાંઝથી મધ્યમ સ્વર નીકળે છે. ૫. ચાર ચરણો પર પ્રતિષ્ઠિત ગોધિકાથી પંચમ સ્વર નીકળે છે. ૧૦ ૬, ઢોલમાંથી પૈવત સ્વર નીકળે છે. ૭. મહાભેરીથી નિષાદ નીકળે છે. સંગીત શિક્ષાનું મહત્ત્વનું પાસું એ છે કે સ્વરોને ઠીક અને સારી રીતે ગાવામાં આવે.
સ્થાનાંગમાં સાત સ્વરોના ગ્રામ, મૂચ્છના આદિનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. ગ્રામ :- ગ્રામ શબ્દ સમૂહવાચી છે. જે પ્રકારે કુટુંબમાં લોકો સંયુક્ત રીતે મર્યાદાની રક્ષા કરતાં સાથે
રહે છે, તે પ્રકારે વાદી-સમવાદી સ્વરોનો તે સમૂહ, જેમાં શ્રુતિઓ વ્યવસ્થિત રૂપમાં વિદ્યમાન હોય, અને જે મૂર્છાના, તાન, વર્ણ, આદિનો આશ્રય હોય, તેને ગ્રામ કહેવામાં આવે છે. શાર્ગદેવ કૃત સંગીત રત્નાકરમાં ગ્રામની પરિભાષા આ પ્રમાણે આપી છે.
“પ્રમ: સ્વરસમૂK: નૂર્જીનાડડન્ટેઃ સમાશ્રય: ૧૧ અર્થાત્ સ્વરોના સમુદાયને ગ્રામ કહેવામાં આવે છે. ગ્રામ ત્રણ છે – પજગ્રામ, મધ્યમ ગ્રામ અને ગાન્ધાર ગ્રામ.૧૨ ષડજુ ગ્રામ :- આમાં ષજ સ્વર ચતુશ્રુતિ, ઋષભ ત્રિશ્રુતિ, ગાંધાર દ્વિશ્રુતિ, મધ્યમ ચતુઃ શ્રુતિ, પંચમ
ચતુશ્રુતિ, ધૈવત ત્રિકૃતિ અને નિષાદ હિશ્રુતિ હોય છે. સાત સ્વરોની ૨૨ શ્રુતિઓ છે.પ૪ મધ્યમ અને પંચમની ચાર ચાર નિષાદ અને ગાંધારની બે-બે, અને ઋષભ અને
પૈવતની ત્રણ-ત્રણ કૃતિઓ છે. મધ્યમ ગ્રામ :- મધ્યમ ગ્રામના નામનો આધાર મધ્યમ સ્વરની મુખ્યતા છે. મધ્યમ ગ્રામનો પ્રારંભ
મધ્યમ સ્વરથી થાય છે. આમાં પન્ન સ્વર ચતુઃ શ્રુતિ, ઋષભ ત્રિશ્રુતિ, ગાંઘાર હિશ્રુતિ, મધ્યમ ચતુશ્રુતિ, પંચમ ત્રિશ્રુતિ, ધવત ચતુશ્રુતિ, નિષાદ હિશ્રુતિ હોય છે.