________________
146
હરિપ્રસાદ શાસ્ત્રી
SAMBODHI-PURĀTATTVA
| ગુજરાતમાં ઈ.સ.૭૮માં શક જાતિના રાજા મહાક્ષત્રપ ચાષ્ટનનું રાજય સ્થપાયેલું, શક સંવત આ રાજાએ શરૂ કરેલો. એના પૌત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાએ આનર્ત-સુરાના વહીવટ માટે સુવિશાખ નામે પલવ અમાત્ય નીમ્યો હતો ને એનું વડું મથક ગિરિનગર હતું એવું આ અભિલેખ જણાવે છે. શક કાલના વર્ષ ૭૨ (ઈ.સ. ૧૫૦)ના માગશર માસમાં અતિવૃષ્ટિને લઈને ઉર્જયત ગિરિની નદીઓમાં ભારે પૂર આવ્યાં, સુદર્શન જળાશયનો સેતુ તૂટી ગયો ને જલાશય ખાલીખમ થઈ ગયું. મહાક્ષત્રપના અતિસચિવો અને કર્મ સચિવોએ એ બંધ સમજાવવા ઉત્સાહ દાખવ્યો નહિ. પરંતુ અમાત્ય સુવિશાખના આગ્રહથી મહાક્ષત્રપ રુદ્રદામાએ એ ખર્ચાળ કાર્યને મંજૂરી આપી ને પ્રજા પાસેથી કરવેરા લીધા વગર રાજકોશમાંથી પુષ્કળ ખર્ચ કરી થોડા સમયમાં જ મજબૂત સેતુ (બંધ) બંધાવી સુદર્શન જળત્વને પહેલાંના કરતાંય વધુ સુદર્શન (સુંદર) બનાવ્યું. જૂનાગઢ પાસે આ જળાશયના જૂજ અવશેષ જળવાઈ રહ્યા છે. આ અભિલેખ પરથી પ્રાચીનકાળમાં ગિરનાર પર્વતની તળેટી પાસે ગિરિનગર નામે નગર હતું ને આ શૈલ પાસે સુદર્શન નામે જળાશય હતું એ જાણવા મળે છે. વળી આ અભિલેખ ઈ.સ.ની બીજી સદી જેટલા પ્રાચીનકાલના સંસ્કૃત ગદ્યની ઉચ્ચશૈલીનો નમૂનો પૂરો પાડે છે.
(૧) ૩) જૂનાગઢના દામોદર કુંડ પાસે આવેલા આ શૈલના ઉત્તર ભાગ પર એક ત્રીજો લેખ કોતરેલો છે. એ ગુપ્ત કાલની બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત પદ્યમાં લખેલો છે. એના અક્ષર લગભગ એકસરખા કદના અને અગાઉ કરતાં લાંબી શિરોરેખાવાળા છે.
આ અભિલેખ જણાવે છે કે ગુપ્ત વંશના રાજા સ્કન્દગુપ્ત સુરાષ્ટ્રના વહીવટ માટે પર્ણદત્ત નામે ગોપ્તા (રક્ષકોની નિમણૂંક કરી હતી; ને એના પુત્ર ચક્રપાલિતને ગિરિનગરની રક્ષા સોંપી હતી. ગુપ્ત સંવત ૧૩૬ (ઈ.સ. ૪૫૫) ના વર્ષાકાલમાં અતિવૃષ્ટિ થતાં સુદર્શન જળાશયનો સેતુ ફરી તૂટી ગયો ને જળાશય ખાલીખમ થઈ દુર્દર્શન બની ગયું. રૈવતક (ગિરનાર) પર્વતમાંથી નીકળેલી પલાશિની વગેરે નદીઓ જાણે પોતાના ચિરબંધનમાંથી મુક્ત થઈ પોતાના યથોચિત પતિ પાસે પહોંચી ગઈ ! પરંતુ પ્રજામાં આથી ભારે હાહાકાર થઈ ગયો. નગરાધ્યક્ષ ચક્રપાલિકે રાજા તથા નગરના હિત અર્થે પુષ્કળ ધન ખર્ચા બે માસની અંદર સુદર્શનનો સેતુ સમરાવી દીધો. બીજા વર્ષના ગ્રીષ્મમાં સુદર્શન તળાવ હતું તેવું થઈ ગયું.
આ અભિલેખમાં સુદર્શન શાશ્વતકાલ ટકે તેવું થયાનું જણાવ્યું છે, પરંતુ એ હાલ નામશેષ થયેલું છે. ગિરિનગરનું એ સુદર્શન જળાશય દામોદર કુંડથી પશ્ચિમે હાલના જૂનાગઢના ગિરનાર દરવાજા સુધી અને ઉત્તરે ધારાગઢ દરવાજા સુધી વિસ્તરતા ખીણપ્રદેશમાં ડુંગરોની કુદરતી દીવાલો અને કૃત્રિમ સેતુ (બંધ) વડે રચવામાં આવ્યું હશે એમ જણાય છે.
સ્કંદગુપ્તના સમયનો અભિલેખ આગળ જતાં જણાવે છે કે ગિરિનગરના રક્ષક ચક્રપાલિકે ગુ.સં. ૧૩૮ (ઈ.સ. ૪૫૭)માં ઘણું ખર્ચ કરીને ગિરિનગરમાં ચક્રધર (વિષ્ણુ)નું ઉત્તુંગ મંદિર બંધાવ્યું હતું. જૂનાગઢ પાસે એ પ્રાચીન મંદિર હાલ મોજૂદ રહેતું નથી, પરંતુ હાલનું દામોદર મંદિર એ સ્થાન