________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
129
લીધે દક્ષિણ ગુજરાત અને ભારતના ઘણા ભાગમાં કાળી જમીન તૈયાર થયેલી દેખાય છે. કાળી જમીન નીચે પીળી માટી જોવા મળે છે. નદી કાંઠે અન્યાશ્મ યુગનાં ઓજારો ભેખડોના ઉપરના ભાગ પરથી મળી આવે છે. જયાં અગાસી થઈ હોય ત્યાં પણ એ પ્રાપ્ત થાય છે. તામ્રામ્કાલીન વસાહતોની સમકાલીન કેટલાંક અન્યાશ્મયુગનાં લાંઘણજ જેવા સ્થળો દર્શાવે છે. અન્યાશ્મયુગની વસાહતો એક મત અનુસાર આશરે ૧૩,૦૦૦ વર્ષથી આશરે ૪,૦૦૦ વર્ષના ગાળામાં અસ્તિત્વ ધરાવે છે."
અન્યાયુગમાં પાષાણ ઓજારો જ્યાં નિર્માણ થતાં એ સ્થાનિક સ્થળેથી આ પથ્થર મળતા નથી. આથી આ મનુષ્યો તે મેળવવા સ્થળાંતર કરતા હોવા અંગે શંકા નથી. તેઓ સુશોભનાર્થે દરિયામાં થતું ડેન્ટેલિયમ દૂર દૂર લાંઘણજ સુધી લઈ આવ્યા હતા. તે જ પ્રમાણે તરસંગ શેલાશ્રય વાસી અચામયુગના માનવ પણ ડેન્ટેલિયમ લાવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે. આથી માલની હેરફેર થતી હોવાનું સમજાય છે. એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડાના પુરાવસ્તુવિભાગ દ્વારા હાથ ધરાયેલા લોટેશ્વર, રતનપુર, કનેવાલ અને તરસંગના ઉત્પનનોથી એંધાણ મળ્યાં છે કે તત્કાલીન માનવ પશુપાલક તરીકે ઘેટાં, બકરાં વગેરે રાખતો. શિકારથી પણ અન્ન મેળવતો. જંગલી બીયાં વાટવાનાં પ્રાથમિક કૃષિના એંધાણરૂપ વાટવાના પથ્થરો કેટલેક સ્થળેથી મળ્યાં છે. તેમ છતાં કૃષિ અંગે કંઈ જાણી શકાયું નથી. પરન્તુ એક અભિપ્રાય અનુસાર ડાંગરના જૂના અવશેષ અત્યાશ્મયુગ જેટલા પ્રાચીન સમયમાં મુકાય એવા છે. આ કાલનાં અસ્થિપિંજરો લાંઘણજ લોટેશ્વર અને ધનસુરાથી પ્રાપ્ત થયા છે, જે શક્યત: તત્કાલીન માનવજીવનની ધાર્મિક વિધિઓ સૂચવે છે. શંખનાં ઘરેણાં અને શૈલચિત્રો અન્યાયુગીન કલાનાં ઘોતક છે. બળેલાં પશુ-પક્ષીના હાડ-ટુકડાઓ પરથી એ શેકેલું કે પકવેલું માંસ ખાતો હોવાનું લાગે છે. ગુજરાતમાં તામ્રાશ્મકાલીન સંસ્કૃતિઓનાં પગરણ મંડાયાં ત્યારે પણ લઘુઅશ્મ ઓજારો વાપરનારા માનવનો વસવાટ કેટલાંક સ્થળે ચાલુ રહ્યો હતો.
મહેસાણા જિલ્લાના લાંઘણજ નજીક વેળુ ટિંબાઓ આવેલા છે. અહીં અન્યાશ્મકાલીન ટિંબા પર ઉત્પનન હાથ ધરાયેલું હતું. જેનાથી અન્યાશ્મકાલની સંસ્કૃતિ અને માનવ જીવન પર સારો પ્રકાશ પડ્યો છે. લાંઘણજનો અન્યાશ્મયુગ ઈસુ પૂર્વે બે હજાર વર્ષ જેટલો પ્રાચીન છે. ખોદકામમાં ચૌદ જેટલી માનવ કબરો મળી આવી હતી. જેમાં દટાયેલાં અસ્થિપિંજરો અને કબરોમાં અનેક પશુઓનાં અસ્થિ પણ જોવા મળ્યાં છે. આથી એ કાલમાં કયાં પ્રાણીઓનું અસ્તિત્વ હતું એ જાણવું સુલભ બન્યું. અહીં ગેંડા, હરણ, નીલગાય, ગાય કે ભેંસ જેવાં પ્રાણીઓ હતાં, એમ જણાય છે. બળેલાં અસ્થિ તત્કાલીન માનવ માંસ શેકીને ખાતો હશે, એમ સૂચવે છે. તેમ છતાં ઘર (ઝૂંપડાં) ના કોઈ અવશેષ પ્રાપ્ત થયા નથી. આથી લાગે છે, કે ઘર-ઝૂંપડું બાંધવાનું અને જ્ઞાન ન હતું. લાંઘણજથી હથિયારોમાં અર્ધ-ચંદ્રાકાર ચપ્પના પાનાં, લાંબા છીલકા, લઘુ ખુરપીઓ, સોયા અને કરવતની ધાર જેવી પતરીઓ મળી આવી છે. અશ્મ ઓજારોમાં બનાવેલા લઘુ ભાલા અને બાણ વડે એ શિકાર વચ્ચે અમુક અંતરેથી એનો ઉપયોગ કરી શકતો એમ લાગે છે. આ હથિયારો ચર્ટ, ક્વાર્ટઝ, ચાલ્સીડેની અને કારનેલીયનમાંથી ઘડાયેલો છે. લાંઘણજના ઉપલા થરમાંથી થોડાક વાસણોના ટુકડા પ્રાપ્ત થયેલા છે. અહીંનો માનવ શિકારી અને મચ્છીમાર હોવાનું લાગે છે. લાંઘણજ, આખજ અને હરિપુના ઉખનનથી લાગે છે, કે આ યુગના ઉત્તરાર્ધમાં માનવ માટીનાં વાસણો વાપરતો થયો હશે; કારણ ઉપલા સ્તરોમાં માત્ર નાના ટૂકડા કે