________________
128
જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ
SAMBODHI-PURĀTATTVA
વરસાદને લીધે સરિતાઓના પટ અગાઉની જેમ ભરાઈ જતા અગાઉના સ્તર પણ ઢંકાઈ ગયા.
આ કાલના માનવનાં ઓજારો અને એના સમકાલીન પશુ અમભૂત અવશેષો, પ્રથમ મહારાષ્ટ્રમાં પ્રવરા અને ગોદાવરોના તટપ્રદેશમાં નેવાસા અને કાળેગાંવ આગળથી સાંપડ્યા હતા. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણખાતાના સુંદરાજનને ખેડા જિલ્લામાં મહોરને કાંઠે મધ્યાશ્મયુગનાં ઓજારો મળ્યાં. પાવાગઢ પાસે વેળુ ટિંબા (dunes) છે, જયાંથી ખુરપી, ચપ્પના લાંબા પાન, ગર્ભ-સંકુલ, અશ્મ છલકા, નાની અમ છીણી વગેરે પ્રાપ્ત થયેલાં છે. મધ્યયુગીન પુરાતત્ત્વ માટે મહત્ત્વનો ગણાતો ચાંપાનેર/પાવાગઢનો ઉત્પનન અને સર્વેક્ષણ અભ્યાસ પ્રો. આર.એન.મહેતાએ હાથ ધરેલ. આ સમય દરમ્યાન આ વિસ્તારના પ્રાગૈઇતિહાસ પર પ્રથમ પ્રકાશ પડ્યો. આ અશ્મ ઓજારો ક્વાર્ટઝમાંથી નિર્મિત હોઈ, પાવાગઢ મધ્યાશ્મયુગને આશરે ૪૦,૦૦૦ વર્ષ પ્રાચીન ઠેરવે છે. સૌરાષ્ટ્રના રોઝડી (શ્રીનાથગઢ) પાસેથી આ કાલનાં ઓજારો મળેલાં છે. કચ્છમાંથી તત્કાલીન હથિયારો મળ્યાં એમાં ક્રેપર્સ – ખુરપી વધુ છે. ભુજોડી પાસેથી ઓજારો મળ્યાં છે, તેમાં ઘણાખરા આદિઅશ્મયુગના અંત ભાગનાં હોવાનો સંભવ છે. કચ્છના ભૂખીપટમાંથી લાંબા ચપ્પનાં પાનાં મળેલાં હોઈ એ લીલા જેસ્પરમાંથી બનાવેલા છે. ભુજોડી સિવાય લાખોંદ,કેરા, બીટા, દેશલપર, મથલ વગેરે સ્થળોએથી છુટાછવાયાં ઓજારો પ્રાપ્ત થયાં છે. આ ઓજારો ખુરપીસ્વરૂપનાં હોઈ, પ્રસ્તરના એક છાલના છેડે હાથો અને બીજા છેડે છીલકા કાઢેલી ધાર જોવા મળે છે.
પ્રાચીનાશ્મયુગ કરતાં મધ્યાશ્મયુગનાં ઓજારો સાધારણ નાનાં છે. અને ઘટ્ટ સુરેખ પોતવાળા ચર્ટ, જેસ્પર. અકીક અને ફિલન્ટમાંથી નિર્મિત છે. દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદી અને ઝઘડિયા (જિલ્લો ભરૂચ) પાસે અકીકની ખાણો છે. આ કાલનાં ઓજારો જાડી-પાતળી પતરીઓ કે સપાટ ઉપલોમાંથી બનાવેલાં છે. આમ સ્તર, હવામાન અને હથિયારોની બનાવટ મધ્યપાષાણયુગનું અલગ અસ્તિત્વ બતાવે છે. ઓજારોમાં ઝાડની છાલ તથા પશુશિકારનું ચામડું ઉતારવા, ઘસવા કે સાફ કરવા વિવિધ સ્કેપર્સ-ખુરપીઓ મળે છે. માનવની પ્રગતિકુચ જોતાં એ કદાચ વલ્કલો કે ચર્મ પહેરતો થયો હોવાની સંભાવના છે. પ્રાચીનાશ્મયુગ અને અંતાડ્મયુગની સરખામણીમાં મધ્યાશ્મયુગનાં સ્થળો ઓછાં મળ્યાં છે. અંતામયુગ :
અંતાશ્મયુગનાં અનેક સ્થળો ગુજરાતમાંથી મળેલાં છે. આ યુગની સંસ્કૃતિ તામ્રાશ્મકાલની માફ કાલીન તથા કંઈક અનુકાલીન હોવાના એંધાણ મળ્યાં છે. રોબર્ટ ફૂટને અંતાશ્મયુગનાં ઓજારો કડીપાસે, સાબરતટે, વાત્રક કાંઠામાં, ઓરસંગ અને હીરણ તીરે મળેલાં હતાં. આ સિવાય કીમ અને તાપીનાં તટમાં, ઉપરાન્ત ઓખામંડળ અને વળા પાસે પણ સાંપડ્યાં હતાં. ખંભાત પાસે કનેવાલના ઉત્પનનમાંથી તામ્રાશ્મકાલના થરો નીચેથી અાશ્મયુગનાં ઓજારો મળેલાં છે. અન્યાશ્મયુગીને ઘણા સ્થળો ખુલ્લામાં, અને તેમાંના ઘણાં સ્થળો વાયુથી ઊડેલ વાળના ટીંબા પર અને હાલની જમીન પર હોય છે. આથી લાગે છે કે, અત્યાયુગીન માનવ હાલના ભૂપૃષ્ઠ રચના થતી હતી ત્યારે કે તે બાદ રહેતો હતો. અત્યારનું ભૂપૃષ્ઠ, અત્યારની આબોહવા સૂચવે છે. હાલની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને