________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
127
રાખવું પડે કે વધુ વર્ષા-વરસાદ એટલે ધોવાણ અને વર્ષોની ઊણપ કે ખેંચને કારણે નદીપટમાં કાંપ ઠલવાઈ પુરાઈ જાય અને આથી નવરચના થાય. વળી માટી પરીક્ષણથી પણ હ્યુમિક એસિડની વધારેઓછી માત્રા દેખાય. એમાં વધારો વધુ વનસ્પતિ સૂચવે છે. જો પરાગકણ મળી આવે તો ફૂલ અને એની વનસ્પતિ અંગે જાણી શકાય. ટૂંકમાં અસ્થિ, શંખલા, વનસ્પતિજન્ય અવશેષો, માટી, વહેણ પ્રક્રિયા વગેરેની મદદથી આબોહવા અંગે જાણી શકાય છે.
તત્કાલીન હવામાન નિઃશંકપણે આજથી ભિન્ન હતું. એ અતિવૃષ્ટિવાળું હતું અને આ કારણે એ સમયે ગાઢ વનપ્રદેશ-અરણ્યો હતો. કાળિયાર, બડાસિંગ, મૃગ, જંગલી ગૌ, મહિષ, ડુક્કર, હસ્તિ અને હિંસક પ્રાણીઓ વનમાં વિચરતાં હતાં. જો કે આ કાળનાં પ્રાણીઓનાં અશ્મિભૂત અવશેષો હજુ ગુજરાતમાંથી મળેલા નથી. પરન્તુ મહારાષ્ટ્રની પ્રવરા, ગોદાવરી, ઘોડ અને ભીમા જેવી સરિતા તટેથી પશુઓના અશ્મિભૂત અવશેષો મળેલા હોવાના આ આધારે અનુમાન કરેલું છે. આદિમાનવનું કોઈ અસ્થિપિંજર મળેલું ન હોવાથી એ અંગે કશું કહી શકાય તેમ નથી. એણે ઘડેલાં હથિયારોથી સાબિત થાય છે, કે તે ઓજાર ઘડતર હુન્નરમાં સક્ષમ હતો અને અન્ન અર્થે તેમજ પ્રતિકુળ પરિસ્થિતિમાં સ્થળાંતર કરતો. એની ઓજાર ઘડતર હુન્નરની સક્ષમતાથી સમજાય છે કે આદિમાનવ ગુજરાતમાં પરિપકવ હતો અને ઘડતરની તકનિક જાણતો હતો. અને આથી જ કહી શકાય કે એ ધરાનો સૌથી પ્રાચીન માનવ ન હતો. સાંકળિયાએ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હોવાની સંભાવના જણાવે છે અને એનો સમય ૫૦,૦૦૦ થી ૧,૫૦,000 વર્ષ પૂર્વેનો માને છે.૨૯ ગુજરાતના આદિઅયુગનાં ઓજારો આશરે લાખથી દોઢ લાખ વર્ષ પ્રાચીન છે. આ કાલની સરિતાઓ વિસ્તૃત પટવાળી અને જળથી ભરેલી હતી. એમની ભેખડો પણ આજની જેમ ખાસ ઊંચી ન હતી. ખરેખર તો સાંકળિયા જણાવે છે, તેમ આ આદ્ય નદીઓ આની પૂર્વે બંધાયેલા દરિયા ઉપર નીકળી આવેલા ખડકો પર વહેતી હતી અને આજની ઊંચી ભેખડો અસ્તિત્વમાં આવી ન હતી.૩૦ ટૂંકમાં કહી શકાય કે આદિમાનવ જંગલમાં ભટકતો, શિકારી હતો અને અન્ન માટે કંદમૂળ અને પ્રાણીઓ પર આધાર રાખતો અને આ કામ માટે એણે ઓજાર ઘડતરકલા હસ્તગત કરી હતી. મધ્યામયુગ :
આદિમાનવ કરતાં મધ્યાશ્મયુગમાં માનવે પ્રગતિ સાધી હોવાનું એના પથ્થર-ઘડતર હુન્નર પરથી સમજાય છે. કુદરતી પરિબળો પણ બદલાયેલાં છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રની સરિતાઓની ભેખડોમાં ચૂનાથી ઘટ્ટ થયેલ વેળુનું બીજું પડ દેખાય છે, જે ઉપર બદામી માટીનો સ્તર હોય છે. આમ બે નવા સ્તર + કાળી માટીનો સ્તર એમ પાંચ સ્તરીય ભેખડ દેખાય છે, જે ફેરફારની સૂચક છે. આદ્યપાષાણયુગના અંતભાગે ખૂબ ભારે વૃષ્ટિ થતી હતી. નદીઓએ પટને રેતી અને ઉપલોથી ભરવાનું ચાલુ કરી દીધું. જોકે કાંપમાં અગાઉના જેવા મોટા ઉપલોને બદલે એટલે કે બસાલ્ટને બદલે અકીક જેવા નાના નાના ઉપલ હવે દેખાય છે, જે પરથી લાગે છે કે વર્ષાવૃષ્ટિ અતિભારે નહીં હોય જેથી ડુંગરો-ટેકરીઓ પરથી મોટા ઉપલો ઘસડાઈ આવે. આથી ઘટ્ટ વેળુ અને બ્લાસ્ટના ખડકોમાં ઉદ્ભવેલા અકીક, રંગીન ઘટ્ટ પોતવાળા ઉપલો ઘસડાઈને આવવા લાગ્યા હતા. ટૂંકમાં ઓછા