SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 126 જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ SAMBODHI-PURĀTATTVA ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મળ્યાં છે. ૨૪ આધુનિક સંશોધનથી લાગે છે કે આદિમાનવ ઉત્તરગુજરાતમાં સાબરમતી અને તેની ઉપનદીઓના તટે, મધ્યગુજરાતમાં મહી, ઓરસંગ, કરજણ અને નર્મદા તીરે, દક્ષિણ ગુજરાતમાં પાર, અંબિકા નદીના કાંઠે, સૌરાષ્ટ્રમાં ભાદર, સૂકી અને કાલુભાર વગેરે નદીઓના કિનારે અને કચ્છના ભૂખી અને ધરુઠ નદી પાસેના વિસ્તારમાં વસતો હતો. કચ્છના ભુજોડી પાસેથી અશ્મફ્યુરિકાઓ, ખુરપીઓ અને ફરસી વગેરે મળેલ છે. જે ક્વાર્ટઝાઈટના બનેલા છે. સાબરમતી અને ઉત્તર ગુજરાતની સરિતાઓમાંથી ક્વાર્ટઝાઈટ ખડકમાંથી નિર્મિત ઓજારો મળેલાં છે. આ ખડકો અરવલ્લીની પર્વતમાળામાં દેખાય છે. મહી અને ઓરસંગમાં ક્વાર્ટઝાઈટ ઉપરાન્ત ક્વાર્ટઝ (શ્વેત પાષાણ) તેમજ કરજણ નદી અને ડાંગ વિસ્તારમાં બેસાલ્ટનો ઉપયોગ થયો છે. કચ્છની ભૂખી નદીનાં ઓજાર બેસાલ્ટનાં જ છે જ્યારે પીંડારા અને ધ્રાંગધ્રા સમીપના હથિયાર વેળુ પાષાણમાંથી બનાવેલાં છે. સાબરમતીના પેઢયાળી પાસેના લુહારનાળા સ્થળ આગળથી માનવ જયાં હથિયાર નિર્માણ કરતો એ સ્થળ મળી આવ્યું. આ સિવાય વલસાણા પાસેથી પણ આ કાળના ઓજારો મળ્યાં છે, જેમાં નદી તટના ગોળ પથ્થર એક છેડે તોડીને બનાવેલી અશ્મશુરિકાઓ અને ભિન્ન પ્રકારની ફરસી છે. આ ઓજારોમાં ગોળ પાષાણના Pebble tools પ્રાચીનતમ છે. મહીના સર્વેક્ષણમાં અશ્મિભુરિકા, ઓરસંગ કાંઠેથી અશુલીયન અમ્મસુરિકાઓ અને કરજણના પટમાંથી અમસુરિકાઓ, ફરસીઓ અને ચારે તરફથી છીલકા કાઢેલ ગોળ અશ્મ ઓજારો પ્રાપ્ત થયાં છે. ગુજરાત રાજય પુરાતત્ત્વખાતા દ્વારા સાબરકાંઠા જિલ્લાના હાથમતી નદીના કાંઠે આવેલ પાલ ગામ આગળ ઉત્પનન હાથ ધરાયું હતું. એમાં ઉત્પનનકાર બી.એસ. મકવાણાને ૭૦ સે.મી.ના ઊંડાણથી બે અશુલીયન અશ્મફ્યુરિકાઓ મળી આવી હતી.૨૫ ઉત્પનનથી પુરવાર થયું કે તત્કાલીન સમયે આ વિસ્તાર ગાઢ જંગલોથી પરિપૂર્ણ હતો જે વધુ વર્ષા સૂચવી જાય છે." દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ મહારાષ્ટ્રના પ્રસ્તરયુગની ઘાતકરૂપ ટ્રેપ પાષાણની અશ્મશુરિકા રાજપીપળાથી મળી આવી છે. તઉપરાંત હિરણ, સરસ્વતી, કાલુભાર, કચ્છમાં ભુજોડી પાસે, ભૂખી અને ધરઠ કાંઠેથી, હળવદ ગામથી, ઉપરકોટ (જુનાગઢ) અને પાવાગઢથી આદિમાનવનાં ઓજારો મળી આવ્યાં છે. પ્રો. મહેતાને મળેલા ચાંપાનેર વિસ્તાર-જોરવણ અને સૂકલી તેમજ ગોકુલપુરા પાસેના રાહ્યોલાઇટમાંથી ઘડાયેલા અમસુરિકા, ખુરપી, ફરસી વગેરે છે. ૨૭ આ યુગનાં ઓજારોનું સૂક્ષ્મ અવલોકન કરતાં સમજાય છે કે તે કાપવા, ફાડવા કે છોલવાના કામે લેવાય એવાં સાધનો છે. આ કાલના વિવિધ સ્થળોનાં ઓજારો તપાસતાં લાગે છે કે આદિમાનવ હથિયાર બનાવવા અનુકૂળ સ્થાનિક ઉપલબ્ધ પાષાણ વાપરતો હતો. આ કાલના અવશેષો નદીની ભેખડોમાં, કુદરતી ગુહ્યાશ્રયો અને પથ્થરના પડોદયો પરથી મળી આવે છે. ૨૮ યુરોપમાં ફ્રાન્સ જેવા સ્થળે ગુફાઓના અશ્મઓજારો સાથે પ્રાણીના અસ્થિના ટુકડા પણ પ્રાપ્ત થયા છે. જે આધારે એ કયા પશુનાં છે? તે પરથી હવામાન ઠંડું કે ગરમ હોવાનું સમજી શકાય છે. જો કે આપણા દેશમાં આ દિશાની શોધ પ્રારંભિક તબક્કામાં છે. અહીં પાણી જળ પુરવઠા પર આબોહવાના ફેરફારની તપાસ આધાર રાખે છે. જેમકે વધુ વૃષ્ટિ કે વર્ષાની અસર સરિતાઓ પર સ્વાભાવિક રીતે થાય, જે નદીઓની ભેખડોના સર્વેક્ષણથી સમજી શકાય. એમાં યાદ
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy