________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
125
ગુજરાતના તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એ ત્રણ પ્રદેશોમાં કચ્છ ભૌગોલિક રીતે તળગુજરાતથી અને સૌરાષ્ટ્રથી અલગ તરી આવે છે. આ પ્રદેશવિસ્તાર ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગે છે. કચ્છના ઉત્તરે મોટું રણ અને એના ઉત્તરે પાકિસ્તાન છે. કચ્છની પૂર્વે અને દક્ષિણે નાનું રણ છે. કચ્છની દક્ષિણે કચ્છનો અખાત તેમજ સૌરાષ્ટ્રનો ઉત્તર અને ઉત્તરપૂર્વનો ભાગ આવેલો છે. કચ્છની પશ્ચિમે અરબી સમુદ્ર છે. કચ્છનો કુલ વિસ્તાર લગભગ ૪૪,૧૮૫.૪ ચોરસ કિ.મી. છે. ભૂસ્તરશાસ્ત્રની માન્યતા અનુસાર કચ્છની ભૂમિ પાંચેકવાર સમુદ્રમાં ડુબીને ઉપર આવેલ છે. પૂર્વે કચ્છ દ્વીપ હતો. ત્યાં ઉત્તરપૂર્વ અને દક્ષિણે છીછરી ખાડીની જગ્યાએ આજે પણ છે. કચ્છની સરિતાઓ ઉત્તરવાહિનીઓ અને દક્ષિણ વાહિનીઓ છે. ઉત્તરવાહિનીઓમાં ખારી, સારણ, સામત્રાવાળી, ભૂખી, ડોણવાળી, કાળી, માલણ, રવ, કસવતી વગેરે છે. આ નદીઓ કચ્છના મોટા રણમાં લુપ્ત થાય છે, જેમાં ખારી મુખ્ય છે. દક્ષિણવાહિનીઓ કચ્છના અખાત કે અરબી સમુદ્રને મળે છે. જેમાં રુકમાવતી મુખ્ય છે, અન્ય નદીઓ નાગમતી, ખરોડ, સાઈ, કનકાવતી, રાણીઆરો, ભૂખી-૧ અને ર જેવી નાની નદીઓ છે. તળગુજરાતની જેમ આખુ વર્ષ પાણી રહે એવી એક પણ મોટી નદી કચ્છમાં નથી. મધ્ય અને પશ્ચિમ કચ્છના કેટલાંક ભાગમાં બેસાલ્ટ ખડકો છે. ગુજરાતમાં અમયુગ :
પૂર્વે પ્રસ્તરયુગના પ્રાચીનપાષાણયુગ, મધ્યપાષાણયુગ અને નૂતન પાષાણયુગ વિભાગો પડેલા હતા. સાંકળિયા પથ્થરયુગને મુખ્ય ત્રણ વિભાગમાં મૂકે છે, જેમાંથી પહેલા વિભાગ એટલે આદિપાષાણયુગના (Palaeolithic or Early Stone Age) ના ત્રણ પેટા વિભાગ છે. ૨૨
૧. ઉચ્ચ આદિપાષાણયુગ - Upper Palaeolithic ૨. મધ્ય આદિપાષાણયુગ – Middle Palaeolithic ૩. નિમ્ન આદિપાષાણયુગ – Lower Palaeolithic
પાષાણયુગનો બીજો વિભાગ મધ્યાંતર પાષાણયુગ - (Mesolithic) અને છેલ્લો વિભાગ નવાયુગ - (Neolithic Age) છે. પરન્તુ ઉપર જણાવેલા બધા તબક્કા ગુજરાતમાં નહીં મળતા હોવાથી સરળતા ખાતર પ્રસ્તુરયુગને અહીં આદિઅશ્મયુગ, મધ્યાશ્મયુગ, અન્યાશ્મયુગ અને તે પછીથી વાડ્મયુગ એમ ચાર વિભાગમાં ગણેલો છે. ઉક્ત ઉચ્ચ આદિપાષાણયુગને સંલગ્ન ગુજરાતનો આદિઅમયુગ છે. મધ્યપાષાણયુગ સાથે મધ્યઅશ્મ કે મધ્યાશ્મયુગ અને આંતર પાષાણયુગ તથા અંતાઅશ્મ કે અન્યાશ્મયુગ સમકાલીન છે. જ્યારે નવાશ્મયુગનાં ઓજારો ગુજરાતમાંથી ખાસ મળતાં નથી. આદિઅમયુગ :
સાબરતટે રોબર્ટ બ્રુસ ફૂટને પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામ સામે આવેલા એનોડિયા-કોટ નામના સ્થળેથી બે અને પેઢામલી, તાલુકા વિજાપુર પાસે એક અશ્મહથિયાર પ્રાપ્ત થયું હતું જે પરથી આદિમાનવ ઉત્તર ગુજરાતમાં સાબરતટે વસતો હોવાનું લાગતું હતું. હવે આદિમાનવનાં ઓજારો