SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ કાલના માનવનો દૂરદૂરનો સંબંધ-સ્થળાંતર કે સંપર્ક બતાવે છે. નવાશ્મકાલમાં માટીનાં પાત્રો બનાવવાનો હુન્નર ખાસ જોવા મળે છે. આ સાથે કૃષિ ઉદ્યોગ અને પર્ણકુટિરૂપ રહેણાંક તેમનો સ્થિર વસવાટ સૂચવે છે. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, પશુપાલન અને ઉદ્યોગ એ નવાશ્મયુગની ક્રાન્તિકા૨ક પ્રગતિ બતાવે છે. હાડકાંની મળતી સોય ચર્મવસ્ત્રો સાંધવાના હુન્નરનો નિર્દેશ છે. કાશ્મીરના બુર્ગાહામ જેવા સ્થળે માનવ ભોયરું ખોદી ઉપર છાઘ સાથે રહેતો અને ચૂલ્યાના ઉપયોગથી ઠંડા પ્રદેશમાં ગરમાટો મેળવતો. અન્યત્ર ભારતમાં પર્ણકુટિના નિર્દેશ મળે છે. ગુજરાત ભૌગોલિક અને સ્તરીય રચના : 124 SAMBODHI-PURĀTATTVA ૨૧ ભૌગોલિક રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાતથી વેગળા લાગતા હોવાથી એને દ્વીપકલ્પીય ગુજરાત તરીકે અને બાકીના ગુજરાતને તળગુજરાત તરીકે ઓળખવામાં આવે છે. જો કે ભાષાકીય અને સાંસ્કૃતિક રીતે સમગ્ર ગુજરાત એક છે. મતલબ કે તળગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ ત્રણ વિભાગ ગણાય. (તળ) ગુજરાત આશરે ૮૩,૫૬૩.૭૬ ચોરસ કિ.મી. નો વિસ્તાર ધરાવે છે. (તળ) ગુજરાતમાં સાબરમતી, મહી, નર્મદા, તાપી અને વાત્રક જેવી મોટી નદીઓ વહે છે. વાત્રક-મહી વચ્ચેનો ચરોતર પ્રદેશ ગોરાડુ ફળદ્રુપ જમીનવાળો છે. વાત્રકની ઉત્તરે દસકોશી તથા ઢાઢર અને કીમ નદીઓ વચ્ચેના પ્રદેશને કાનમ કહે છે. કાનમ કાળી જમીનવાળો કપાસ માટે ખ્યાત વિસ્તાર છે. મહીનર્મદા વચ્ચેનો પ્રદેશ ફળદ્રુપ છે. જ્યારે દક્ષિણ ગુજરાતની ધરતી કાંપવાળી અને કાળી છે. તળગુજરાતની ભૂસ્તરીય રચના જોતાં એ આદ્યસ્તરની રચનાવાળું જેને ભૂસ્તરશાસ્ત્રમાં ધારવાડ વર્ગનું કહેવામાં આવે એ પ્રકારનું છે. આ વર્ગના સ્તર બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને તત્કાલીન પંચમહાલમાં જોવા મળે છે. જે સ્ફટીક, સ્લેટ અને વેળુપાષાણ રૂપમાં છે. આ સ્તરને અજીવમય ગણવામાં આવે છે. જ્યારે પ્રાચીન જીવમયયુગ સ્તરને દિલ્હી વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એના સ્તર દાંતા, પાલનપુર અને ઈડર આસપાસ છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં રેતના ટિંબા જોવા મળે છે. એ પર અંતાઅભયુગના મનુષ્યો રહેતા હતા. સૌરાષ્ટ્ર પૂર્વે દ્વીપ હતો. કચ્છના નાના રણ અને ખંભાતના અખાત વચ્ચે ભાલ-નળકાંઠાના નીચા ભૂમિપ્રદેશ કે વિસ્તારમાં પહેલાં છીછરી સમુદ્રીક ખાડી હતી. પરન્તુ સમય જતાં આ પ્રદેશની નદીઓના કાંપ ઠલવાતાં ખાડી પુરાઈ ગઈ. અને ઉત્તર પૂર્વમાં સૌરાષ્ટ્ર ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડાઈ ગયું. અને આમ એ દ્વીપમાંથી દ્વિકલ્પ બની ગયું, જેનો વિસ્તાર ૫૯, ૩૬૫.૩૯ ચોરસ કિ.મી. છે. એ સૌરાષ્ટ્ર, સોરઠ, સુરાષ્ટ્ર અને કાઠીઓ આવ્યા પછી મરાઠાકાલ અને અંગ્રેજોના સમયે કાઠિયાવાડ તરીકે ઓળખાતું અને હાલમાં સૌરાષ્ટ્ર નામ ફરીને પ્રચલિત છે. જેમાં ભાદર, શેત્રુંજી, મચ્છુ, આજી, ભોગાવો, ઓઝત, ઉબેણ, હીરણ, રાવળ, ફોફળ, મચ્છુન્દ્રી જેવી ઘણી નદીઓ હોવા છતાં એ નાની નાની સરિતાઓ છે, જેમાં ભાદર બધામાં મોટી ગણાય છે. મધ્યજીવમયયુગના બે સ્તર જૂરાસિક વિભાગ એ દરિયાઈ વેળુકા અને ચૂર્ણમય પાષાણના છે. કચ્છ-સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન સ્તર આ જૂરાસિક યુગનો છે.
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy