________________
130
જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ
SAMBODHI-PURĀTATTVA
ઠીકરીઓ જ મળે છે. આથી એ માટીનાં વાસણો બનાવવાનું શીખ્યો હોવા છતાં એમાં ખાસ કોઈ પ્રગતિ થઈ હોય એમ જણાતું નથી. એણે નરમ કાળા પથ્થર ઘસી હથિયારો બનાવવા તેમજ ક્વાર્ટઝાઈટ જેવા કઠણ પાષાણને ઘડીને વૃત્તાકાર બનાવી બેય બાજુએ આરપાર કાણું પાડવાની કળા હસ્તગત કરી હતી, જે આધારે હ.ધી. સાંકળિયા એના બે ઉપયોગ સૂચવે છે. ૧. ગદા તરીકે લડવામાં, ૨. જમીન નાંગરવામાં કારણ ત્યારે હળની શોધ થઈ ન હતી. વધુમાં તેઓ જણાવે છે કે હજુપણ કેટલા વન્યજાતિના ભારતમાં અને અન્યત્ર લોકો પ્રાથમિક ઢબનાં જમીન નાંગરવામાં આવાં હથિયાર વાપરે છે. જો કે સાબરકાંઠાના શૈલચિત્રોના એક ચિત્રને આધારે આવા ઉપકરણનો પાછળના સમયે ખેતરમાંથી પક્ષીઓથી પાકને બચાવવા ગોફણ તરીકે થતો હોવાનું સાબિત થયું છે.... જેની ચર્ચા આગળ કરેલી છે. ડી.બી. ચિતલે દ્વારા ડાંગમાં પણ આવાં ઉપકરણ શોધાયાં છે. આ કાલનાં ઓજારો તપાસતાં સમજાય છે, કે અગાઉ કરતાં ઘડતર પ્રક્રિયા ફેરફારવાળી છે. હવે કદમાં તે અત્યંત નાના અને નાજુક તથા દેખાવમાં રંગ-બેરંગી સુરેખ લાગે છે. આ લઘુ-અશ્મ ઓજારો તરીકે ઓળખાતા હોઈ, તે બનાવવામાં અકીક, ચાલ્સીડેની, કાર્નિલીયન અને લાલ અકીક જેવા પથ્થરોનો ઉપયોગ થતો. મુખ્યત્વે આ ઓજારો બે વિભાગમાં વહેંચવામાં આવે છે.
૧. Geometrical - ભૂમિતિકાર જેમાં અર્ધવૃત્ત અને જુદા જુદા ખૂણા પ્રકારનાં ઓજારો. ૨. Non-geometrical - અન્ય પ્રકારનાં હથિયારો.
ચપ્પના પાના, લઘુ ખુરપીઓ, અર્ધચંદ્રાકાર અને નિખંણિયા વગેરે ઓજારો હતાં. હડપ્પીયકાલમાં પણ ચપ્પના પાના જેવા હથિયારો શરૂમાં ચર્ટમાંથી બનાવેલા જોવા મળતાં હોવાથી સાંસ્કૃતિક સંદર્ભ મહત્ત્વનો બની રહે છે.
સૌરાષ્ટ્રમાં રોજડી (શ્રીનાથગઢ) સંકજપુર, ગારિયા અને રંગપુર જ્યારે કચ્છમાં અંજાર, રતનાલ, ઉકરડા, ગાગલપુર, બેરાજા, ભુજોડી અને મથલ જેવા સ્થળોએથી અન્યાશ્મયુગના ઓજારો પ્રાપ્ત થયાં છે.
ગુજરાતમાં અત્યાર સુધી અન્યાશ્મયુગની સંસ્કૃતિના સંશોધન માટે મુખ્યત્વે અશ્મ ઓજાર પર આધાર રહેતો. પરંતુ આ કાલની ગુજરાતની અગત્યની શોધ એટલે શૈલચિત્રો છે, જે આધારે માનવ જીવન, માન્યતાઓ, રહેણીકરણી, આખેટ, હથિયારોનો ઉપયોગ, સમકાલિન પ્રાણીઓ, રંગ બનાવવાની તકનીક, કલાસૂઝ અને અન્ય બાબતો પર પ્રકાશ પડ્યો છે. અલ્લામીરા (સ્પેન) અને લેશ્કોની ગુફા (ફ્રાન્સ)ના ગુફાચિત્રોની શોધ બાદ વિશ્વના અન્ય દેશોમાં શૈલચિત્રો અંગે શોધખોળ થતી રહી અને ફ્રાન્સ, સ્પેઈન તેમજ આફ્રિકાની જેમ ભારતના કેટલાક ભાગમાંથી ખડકચિત્રો મળી આવ્યાં છે.
ભારતમાંથી અહિરોડા, ભેસોર, રાજપુર, બાંદા, પંચમઢી, સાગર, ભાણપુરા, ચંબલ, કોટા, ભોપાલ, ભીમબેટકા, રાઇસેન અને અન્ય કેટલાંક સ્થળોથી શૈલચિત્રો મળી આવ્યાં છે. વિસ્તારભયથી આખી યાદી આપેલ નથી.
ગુજરાતમાં અન્યાયુગીન માનવવસવાટ સ્થળો, શૈલગુફાઓ કે શૈલાશ્રયો પ્રમાણમાં ઓછા