________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
121
ભૂસ્તરીય પ્રાચ્ય હવામાન, પ્રાચ્ય વનસ્પતિશાસ્ત્ર અને પ્રાચ્ય પ્રાણીશાસ્ત્ર વગેરે વિષયે અભ્યાસ પ્રસિદ્ધ કર્યો. તકનીકી રીતે બહુ વૈજ્ઞાનિક અભિગમથી પ્રાગઇતિહાસને તપાસવાનો આ પ્રથમ પ્રયાસ હતો. ફેડરિક સાઈનરે નદી-ભેખડના સ્તર માટીનું પૃથ્થક્કરણ હાથ ધરી, એના આધારે પ્રાચીન હવામાન અભ્યાસ રજૂ કર્યો. અને આમ તત્કાલીન સંશોધનમાં નવીન વૈજ્ઞાનિક અભિગમની દિશા મળી. જેમાંથી પ્રેરણા લઈ એન. કે. બોઝ અને ડૉ. સેન (કલકત્તા યુનિવર્સિટી), સાંકળિયા અને જોષી (ડક્કન કોલેજ, પૂણે) વગેરેએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અશ્મયુગીન સંશોધન હાથ ધર્યા. તાજેતરમાં ૧૯૮૪માં ડી.પી. અગ્રવાલે (ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદ) કાશ્મિર, હિમાલયીન પ્રદેશ અને પંજાબના ડુંગરાળ વિસ્તારનો બહુશાસ્ત્રીય પ્રાચ્ય હવામાનનો અભ્યાસ કર્યો છે, જે ઉલ્લેખનીય છે.
માનવે હથિયાર ઘડવાના હુન્નર પહેલાં નદી તટેથી ગોળ મોટા પથ્થર અને ઝાડનાં ડાળખાં વગેરેનો આખેટ અર્થે ઉપયોગ કર્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં. હથિયાર ઘડવા માટે મજબૂત અને યોગ્ય પાષાણ પસંદ થતાં તેમાંથી છીલકા અને પતરી કાઢવા તેનાથી પણ વધુ સખત કે મજબુત અમાણ કે અશ્મ હથોડાનો ઉપયોગ થતો, જેના ગોબા પરથી પુરાવિદો ઉપયોગમાં લીધેલા હથોડાને ઓળખી કાઢે છે. પથ્થરનાં ઓજારો ક્વાર્ટઝાઈટ, રાયોલાઇટ, ચાલ્સીડોની, ચર્ટ, અકીક, જેસ્પર અને ક્વચિત ક્વાર્ટઝ કે ટ્રેપનો તે બનાવવામાં ઉપયોગ થતો. પથ્થર પર જ્યાં ઘા પડે એ ઘા સ્થાન ઘણ અથડાયો તે ઘા બિંદુ કહેવામાં આવે છે. હથિયાર ઘડવા પાષાણને બેય તરફથી તોડી ધાર કાઢવામાં આવે છે. આ કારણે એ બદામ આકારનો લાગે છે. પથ્થરના હાથા તરફ ફોડ્યા સિવાયનો ભાગ હોય છે. આવા હથિયારોને “હાથકુહાડી” (Handaxe) અપાયેલું નામ આજે પ્રચારમાં છે. પરંતુ એની ધાર અને ઉપયોગ જોતાં આર.એન. મહેતા એને માટે “અશ્મશુરિકા”, “પાષાણક્યુરિકા” કે “પથ્થરયુરિકા” નામ વધુ યોગ્ય હોવાનું જણાવે છે. ૧૭ આ પ્રકારનાં ઓજારો પ્રથમ ફ્રાન્સમાં પેરીસના એબીવલી પરામાં મળ્યાં હોવાથી એબીવીલીયન કહેવાયાં.
ઘડતર હુન્નરમાં વધુ પ્રગતિ થતાં, સમય વીતતાં માનવે હથિયારોને યોગ્ય ધાર અને આકાર આપવાનું શીખી લીધું. હવે તેણે સીધી સૂક્ષ્મ ધાર અને ચડઉતર પતરીયુક્ત સુરેખ હાથકુહાડી કે અમıરિકા બનાવવાનું શરૂ કરી લીધું. આવાં ઓજારો ઓશુલ નામના ફ્રેન્ચ સ્થળેથી પ્રથમ પ્રાપ્ત થયેલાં હોવાથી અશુલીયન કહેવાયા. (જુઓ ચિત્ર)
વિવિધ જાતની અશ્મશુરિકા કે હાથકુહાડી મૂળ પથ્થરને તોડીને બનાવેલી હોવાથી એ ગાભ કે ગર્ભસંકુલ પર ઘડાયેલાં ઓજાર કહેવાયાં. ભારતમાં પ્રાચીનાશ્મકાલમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આ%, કર્ણાટક, તામિલનાડુ અને કેરળ વગેરે રાજ્યોમાંથી આ પ્રકારનાં ઓજાર મળ્યાં છે.
ગાભ પરથી હથિયાર ઘડવા કરતાં પથ્થરના છીલકા કાઢતાં નીકળતી પતરીઓ ધારદાર અને એકથી વધુ મળતી હોવાથી એનાં ઓજારો બનાવવાનું માનવને વધુ યોગ્ય અને સુલભ લાગ્યું. અને તેણે કોદાળી, ફરસી કે કુહાડી જેવાં અમકુઠાર (ક્લીવર્સ) જેવાં હથિયાર બનાવવા માંડ્યાં. ભારતમાં અશ્મહુરિકા, ફરસી અને ચારે બાજુ છીલકા કાઢેલ અમ ઓજાર (discords) અશુલીયન હાથ - કુહાડી