SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 122 જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ SAMBODHI-PURĀTATTVA કે અશ્મફ્યુરિકા અને ખુરપી વગેરે મળે છે. અશ્મસુરિકની ધાર બેય બાજુ અને ફરસીની ધાર એક બાજુ હોય છે. ગાભ અથવા ગર્ભ કે ગર્ભસંકુલમાંથી વધુ પતરી મેળવવા નેવુંઅંશના કાટખૂણેથી ઘા મારવાની પદ્ધતિથી તૂટેલી પતરીનો ભાગ સમાંતર બાજુવાળો બનતો હોય છે. સમાંતર બાજુવાળી પતરી જે ગર્ભ કે ગાભમાંથી કાઢવામાં આવે છે એનો આકાર શંકુ હોય છે. સમાંત્તરઘાટની પતરી મળે એ પાષાણ તોડાવાની પદ્ધતિ ફ્રેન્ચ સ્થળ પરથી “લાવાલ્વા' નામથી ઓળખાય છે. સંક્ષેપમાં કાટકોણથી તોડેલો પથ્થર એ લાવાલ્વા પદ્ધતિ છે. માનવે પોતાની આવશ્યકતા, અનિવાર્યતા અને જરૂરીયાતના અનુભવને આધારે તેના નિર્માણમાં સુધારા-વધારા કે ફેરફાર કરેલા છે. જેમકે આખેટ અર્થે ખાસ બનાવટનાં હથિયાર, વૃક્ષ કાપવા કે કંદમૂળ ખોદવા અન્ય પ્રકારનાં ઓજાર તેણે બનાવ્યાં. પ્રાચીનાશ્મયુગનાં ઓજાર મોટાં અને વજનમાં ભારે હતાં. મધ્ય અને અંત્યાશ્મયુગનાં હથિયારો પ્રમાણ અને કદમાં નાનાં, વજનમાં હલકા અને વિવિધતા ધરાવતા હતાં. અશ્મયુગના ત્રણ તબક્કાઓને નીચે મુજબના સમયાંકન સાથે ગણવામાં આવ્યા છે. આદિઅશ્મયુગ : ૫૦૦૦૦૦ થી ૧૦૦000 વર્ષ મધ્યાશ્મયુગ : ૫૦૦૦૦ થી ૧૦૦૦૦ વર્ષ અત્યાશ્મયુગ : ૧૦૦૦૦ થી ૪૦૦૦ વર્ષ આદિઅશ્મયુગનાં ઓજારો મુખ્યત્વે ક્વાર્ટઝાઇટ નામના સખત પાષાણમાંથી નિર્માણ પામ્યાં હતાં. જેમાં અશ્મશુરિકા કે હાકુહાડી, ફરસી અથવા અશ્મકુઠાર (cleavers), ખૂરપી (scapers) વગેરે મળે છે. આમાં અમછરા કે હાથકુહાડી અને ફરસી લાંબા સમય સુધી ચાલુ રહ્યાં, જેમને તત્કાલીન સમયનાં લાક્ષણિક હથિયારો કહી શકાય. સરિતા કાંઠેથી મળતા ગોળ પથ્થરને એક છેડે તોડીને કે ફોડીને બનાવેલ ઉપલ ઓજાર (Pebble tools) પ્રાચીનતમ છે. ઉત્તર પ્રદેશના ગંગા નદી તટના કાંપ વિસ્તારનાં મેદાનો, ઉત્તરના પહાડી પ્રદેશ અને દક્ષિણના નદી-ખીણ વિસ્તારમાંથી આ કાલનાં ઓજારો મળી આવે છે. બીજા હિમ પ્રઘાત સમયે આ કાલના અમચ્છરા કે હાથકુહાડી બનાવવાની શરૂઆત થઈ. જો કે આ હાથકુહાડીઓ અને અન્ય ઓજાર માટે કાઢેલી પતરી, ચીપો કે છીલકા અણઘડ અને મોટાં હતાં. હાથકુહાડીઓ, ભાલાકાર, લંબગોળ (Oval shape) હૃદયાકાર, અશુલીયન વગેરે પ્રકારની હોય છે. આ પ્રકારનાં હથિયારો યુરોપ, આફ્રિકા અને ભારતમાં પ્રચલિત છે. પથ્થરની મોટી પતરીમાંથી ધારદાર કાપવાનાં સાધનો બનાવવાનો હુન્નર પણ જાણીતો હતો. અશ્મછરા, ફરસી અને બીજાં ઓજારો બાણગંગા તીરે, બિયાસ કાંઠે, હિમાચલ, પંજાબ પ્રદેશ, ચંબલ, બલેન, સોન, બ્રાહ્મણી, સુવર્ણરેખા, દામોદર અને ગુજરાતમાં સાબરમતી, મહી, નર્મદા, ઓરસંગ, સુખી અને મહારાષ્ટ્રમાં પ્રવર, ગોદાવરી, તાપી તથા કર્ણાટકમાં ભીમા, કૃષ્ણા, દરપ્રભા, અલપ્રભા, તુંગભદ્રા વગેરે સ્થળેથી પ્રાપ્ત થાય છે. ૧૯૩૦માં બર્કીટ, ૧૯૩૯માં ડિટેરા અને પેટર્સને સોહન, નર્મદા, કર્નલ અને કાંદીવલી પ્રદેશના સંશોધનથી એક વિશિષ્ટ પતરી વાપરનાર હુન્નરનો મધ્યામયુગનો નિર્દેશ કર્યો. ૧૯૫૬માં હસમુખ સાંકળિયાએ મહારાષ્ટ્રમાં ગોદાવરીની શાખા પ્રવરકાંઠાના અન્વેષણથી સૌ પ્રથમ દર્શાવ્યું કે
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy