________________
120 જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ
SAMBODHI-PURĀTATTVA આધુનિક અધિકતમયુગ (Pleistocene) અને નીચેના સ્તરે અધઃ આધુનિક (Subrecent) યુગના માનવ ઓજારોનાં એંધાણ મળે છે.
આધુનિક અધિકતમયુગના ક્વનરિના સમયમાં ગેંડા, હસ્તિ અને બાયસન જેવાં પ્રાણીઓ ખૂબ રૂંવાટી ધરાવતાં હોવાથી ઠંડા હવામાનનો સામનો કરી શકતાં. યુરોપમાં તેમની સંખ્યા ખૂબ હતી. આદિ માનવે આ સમયે પ્રાણીઓથી ભિન્ન રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. ઉક્ત પશુઓ એમના અન્ન-આહાર માટે પર્યાપ્ત હતાં. લશ્કોની ગુફા (ફ્રાન્સ) અને અલ્લામીરા ગુફા (સ્પેન)ના આ કાલનાં ગુફા ચિત્રો વિશ્વવિખ્યાત છે.
કાલાન્તરે આજથી દસ હજાર વર્ષ પૂર્વ હિમ પીગળતાં યુરોપમાં અરણ્યસમા વનપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. અગાઉનાં પશુઓ હવે આ વાતાવરણમાં ટકી શક્યાં નહીં અને હવે પ્રમાણમાં નાનાં પ્રાણીઓ, જેવા કે હરણ, સસલાં, શિયાળ, અશ્વ અને પક્ષીઓનું આગમન થયું. અનેક વિટંબણાઓમાં પણ આબોહવાને અનુકૂળ રહીને માનવે અગાઉના અશ્મ હથિયારોમાં પરિસ્થિતિ મુજબ પ્રગટ ફેરફારો કર્યા. હવે ભારે પથ્થરોને બદલે નાનાં અસ્થિ કે કાષ્ટમાં ખોસી ગતિથી ફેંકીને મારી શકાય તેવાં હથિયારો મનુષ્ય ઘડ્યાં. આ ઘડતર હુન્નરથી સમજાયું કે માનવે આદિઅશ્મયુગમાંથી મધ્ય અને અંતઃઅશ્મયુગમાં પ્રવેશ કર્યો છે.
એક સામાન્ય અભિપ્રાય અનુસાર તત્કાલીન સમયે જયારે યુરોપમાં હિમ સામ્રાજય હતું ત્યારે ભારતીય ઉપખંડમાં વિષયવૃત્ત સમીપના વિસ્તારોમાં અતિવૃષ્ટિ વર્ષા ચાલુ હતી. આ ચાર અતિવૃષ્ટિના ગાળાને પ્લવીયલ અને ઈન્ટર સ્લવીયલસત્ર કહેવામાં આવે છે. પ્રો. આર.એન. મહેતાના મત અનુસાર ૧૯૬૦ પછી થયેલાં અધ્યયનોમાં ઉક્ત સમીકરણનો છેદ ઊડી ગયો છે.૧૩ આંતર હિમયુગ અને ભારતનો અતિવૃષ્ટિયુગ સમકાલીન છે અને એ પહેલાંનો અ-વર્ષાયુગ તેના હિમયુગનો સમકાલીન છે.૧૪ વધુમાં તેના કારણમાં પ્રો. મહેતા જણાવે છે કે આપણે ત્યાં વર્ષ, શિયાળો લાંબો ચાલે તો ઓછી પડે.૧૫ માત્ર મદ્રાસ (ચેન્નાઈ) કિનારો બાદ કરતાં ભારતમાં શિયાળામાં વૃષ્ટિ ઓછી થાય છે. હાલની પરિસ્થિતિમાં એ કહેવું વધુ યોગ્ય ગણાશે કે, વિશ્વમાં હિમ ઓછું અને ભારત તેમજ આફ્રિકામાં વર્ષા
વધુ. ૧૬
માનવ સાંસ્કૃતિક-ગાથા :
યુરોપમાં પ્રાગૈતિહાસિક સંશોધનમાં નિલ્સન, થેમસન, વારસે અને પિટરિવર્સ વગેરેનું પ્રદાન હતું. યુરોપમાં અશ્ક ઓજારો માનવે બનાવેલાં છે એ વાતનો સ્વીકાર થયો અને ઓગણીસમી શતાબ્દીથી ભારતમાં પણ પ્રસ્તરયુગનાં સંશોધન શરૂ થયાં. સન ૧૮૪રમાં ટેલરને પાષાણકાલીન ઓજાર મળ્યું. ૧૮૬૩માં જીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસ ફૂટને મદ્રાસ સમીપથી અશ્મકાલીન ઓજાર મળ્યાં. ત્યારબાદ તેમણે આન્દ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતના નદીકાંઠાના પ્રદેશોનું સર્વેક્ષણ હાથ ધર્યું. અને આમ પ્રાઇતિહાસ અભ્યાસના મંડાણ થયાં. કર્નલ ટોડ અને જયોન ઇવાન્સનો ફાળો પણ અગત્યનો હતો. ૧૯૩૦માં ડીટેરા અને પિર્ટસને કાશ્મીર ખીણ વિસ્તાર, પંજાબનો ડુંગરાળ પ્રદેશ અને પોટવાર, તથા હોશંગાબાદ પાસે નર્મદા ઘાટી પ્રદેશનો