________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
119
ઉત્તરોત્તર અનુભવ અને બુદ્ધિમત્તાના પ્રગટ તબક્કાઓએ એની યાંત્રિક સૂઝ અને ક્ષમતા વધતી ગઈ. અતીતનો આ સમયપટ અલિખિત સમયગાળો કે નિરક્ષરતાલ હતો. મતલબ કે વાંચવા લખવાની કળાથી માનવ હજુ અપરિચિત હતો. એ શિકારી હોવાથી જંગલી હતો અને ભટકતો રહેતો. અન્નખોરાક માટે પશુશિકાર અને કંદમૂળ પર આધાર રાખતો. આ સંઘર્ષમય જીવનમાં પણ એની પ્રગતિકૂચ ચાલુ જ હતી. એ આબોહવા અને પરિસ્થિતિને અનુકૂળ થતો ગયો. અગ્નિ, પૈડું, પશુપાલન અને પ્રાથમિક કૃષિ એની આકસ્મિક શોધ હતી. પ્રારંભિક કૃષિ અને પશુપાલને રઝળપાટનો અંત આણ્યો.
પ્રાચીનાશ્મયુગનો માનવ કંદમૂળ, ફળો, ફૂલ વગેરે સાથે પ્રાણિજ આહાર લેતો હતો. પરંતુ એનાં ઓજારો-હથિયારો સાથે અસ્થિઓ ખાસ મળતાં નથી. આથી એ કયા પ્રાણીઓને મારીને ખોરાક બનાવતો એ કહેવું મુશ્કેલ છે. એમના રહેણાંકના પ્રમાણો અવશેષો ઓછા મળ્યાં છે. આ સમયે માનવ સરિતા તીરે કે થોડેક દૂર જમીન સરખી કરીને રહેતો. વૃક્ષોના આશ્રયે આજે પણ ખુલ્લામાં વિચરતિ જાતીઓ સ્થાળાંતરસમયે રહે છે. જ્યાં પણ ગુફાઓ, શૈલાશ્રય વગેરે મળી જાય ત્યાં રહેવું સહેલું હતું. જો કે ખુલ્લામાં રહેવાની પ્રથા પ્રાચીનાશ્મયુગથી અંત્યાશ્મયુગના રહેણાંક અવશેષો બતાવે છે. સ્વાભાવિક છે કે આ વસવાટો સ્થાયી નહોતા. આહાર-અન્ન બાબતે સ્થળાંતર થતું રહેતું. મધ્યાશ્મયુગમાં કોઈ ખાસ ફેરફાર લાગતો નથી. પરંતુ અન્યાશ્મયુગનાં સ્થળોએથી ગાય, ભેંસ, ઘેટા, બકરાં, હરણ, સાબર અને નીલગાય જેવાં પ્રાણીઓનાં અસ્થિ વન્યપશુઓના હાડ સાથે મળ્યાં છે. આથી સ્પષ્ટ થાય છે કે હવે માનવ શિકારી હોવા સાથે સાથે પશુપાલન તરફ વળ્યો હતો. લાંઘણજથી વાટવાના પથ્થર મળ્યા હોવાથી કોઈ વણખેડ્યા ધાન્યના દાણા વગેરે વાટતો હોવાનું સાધાર અનુમાન પશુપાલન અને ઘાસચારા સાથે થઈ શકે છે. વળી બળેલાં હાડ એણે માંસ શેકવા અગ્નિનો ઉપયોગ કર્યાનું બતાવે છે. આમ આ કાલના લોકોની લાંબા સમય ચાલેલી, પ્રવૃત્તિને અનુકૂળ વસવાટ અને રહેણાંકના શૈલાશ્રયો, ગુફાઓમાં પશુ, માનવ, ચિહ્નો વગેરે તેઓ ચિત્રિત કરતા. એ કલા તરફનું સોપાન હતું. ગુજરાતમાંથી રવિ હજરનીસે શોધેલ સાબરકાંઠાના શૈલાશ્રય ચિત્રો અને વિશ્વાસ સોનવણેએ તરંસગથી ખોળેલાં આવાં શૈલાશ્રય ચિત્રો ૨ ભારતના અન્ય ભાગની જેમ આ કાલથી ચિત્રકલાનાં સોપાન શરૂ થવાનું પુરવાર કરે છે. (જુઓ ચિત્ર ગુજરાતના શૈલચિત્રકલાના કેન્દ્રો). આ યુગના અંતભાગે માટીનાં વાસણો થોડાક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે; જો કે નવાશ્મકાલમાં એનું પ્રમાણ વધ્યું છે.
નવાગ્યકાલ કૃષિ, માટીકામ ઉદ્યોગ વગેરે અર્થે સ્થિર વસવાટ સૂચવે છે. પર્ણકુટિ-ઝૂંપડી બાંધવાની પ્રથા આ કાલથી શરૂ થઈ. આમ રહેણાંક સ્થાપત્યનાં મૂળ નવાશ્મકાલમાં પડેલાં છે. અને આમ ભટકતા જીવનમાંથી ગ્રામ્યસ્થળે માનવ વસવાટ શરૂ થતાં પુરાનિવેશનો પ્રથમ તબક્કો શરૂ થયો.
તત્કાલીન આબોહવા અંગે વિચારવું જરૂરી છે. આબોહવામાં ફેરફાર આજે પણ જોવા મળે છે. અતીતમાં તત્કાલીન સમયે હિમ સરિતાઓ લાવાને કારણે એક પછી એક એમ ચારવાર કાળાન્તરે હિમાચ્છાદિત વાતાવરણ રચાયું. જેને હિમયુગ કહેવામાં આવે છે. જે હેઠળ આખુંયે યુરોપ અને સાઈબિરીયા આવ્યું. આવા વાતાવરણમાં ફુગ કે સેવાળ સિવાય અન્ય વનસ્પતિની વૃદ્ધિ શક્ય નહોતી. બે હિમયુગ વચ્ચેના ગાળા કે સમયને અન્તહિમયુગ કે આંતર હિમયુગ નામ આપવામાં આવ્યું.