________________
Vol-1, XXIX
ગુજરાતમાં પ્રાગુ-ઇતિહાસ
117
છે. જો કે પ્રાપ્ત થતી વસ્તુનો મોટો ભાગ મહદ્અંશે નષ્ટ થયેલો હોય છે. પ્રાપ્તસ્થાન સમેત શેષ બચેલા પદાર્થોનો સમગ્ર રીતે ઊંડો અભ્યાસ કરી કાલનિર્ણય થાય છે. આ માટે વિવિધ પદ્ધતિઓ છે. જેમાં જે તે સ્થળની સ્તર રચનાનું મહત્ત્વ છે. પૂર્ણ અભ્યાસ પછીથી અશ્મયુગના કયા વિભાગની કે કાલની તે વસ્તુ છે, એ નક્કી થાય છે. પ્રાપ્ત ઓજારોને આધારે ભારતમાં પ્રાગૈતિહાસિકયુગ બે લાખ વર્ષ કરતાં વધુ પ્રાચીન છે. જેની પાછલી ઉત્તર સીમા આશરે પાંચેક હજાર વર્ષ પૂર્વેની છે. વસ્તુતઃ અન્ય વિભાગ કરતાં પ્રાગૈતિહાસિક સમયપટ વિસ્તૃત હોવાથી એને “યુગ'ની સંજ્ઞા અપાઈ છે. પ્રાગૈતિહાસિકયુગ અંતર્ગત પ્રાચીનાશ્મ, મધ્યાશ્મ, અન્યાશ્મ અને નવાશ્મયુગ જેવાં નામાભિધાન થયાં છે. આ સમય ધાતુના ઉપયોગ પહેલાંનો છે. અશ્મયુગના વિવિધ તબક્કા, એનાં ઓજારોના ક્રમિક વિકાસ અને યાંત્રિક જ્ઞાનના ઘાતક છે અને એની ઉત્તર સીમા નવાશ્મયુગના અંતભાગ સુધી વિસ્તરે છે. માનવ જીવમયગાથા :
અગાઉ, ધરા અને એ પરની પ્રથમ જીવસૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું હોવાની અલૌકિક ધર્મ આધારિત માન્યતા હતી. માન્યતા ધાર્મિક હોવાથી તે સ્વાભાવિક રીતે જ લોકોમાં ખૂબ પ્રબળ હતી. આ માન્યતા વિરુદ્ધનું કાર્ય ધર્મ વિરુદ્ધનું આચરણ થાય. પરન્તુ ઓગણીસમી શતાબ્દીમાં કેટલાંક વિજ્ઞાન આધારિત સંશોધનોને કારણે આ ધર્મ આધારિત વિચારધારા સામે પડકાર ઊભો થયો. આ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી લિયેલની અને 1959માં બ્રિટીશ વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનની શોધ અત્યંત મહત્ત્વની બની રહી. નવીન સંશોધન અને શોધખોળને કારણે એવું મનાય છે કે પૃથ્વી અને જીવસૃષ્ટિનો વિકાસ ક્રમશ: થયો છે. ઉક્રાન્તિવાદનો સ્વીકાર થતાં પશુ, અર્ધપશુ સદ્રશ્ય માનવ અને અત્તે માનવના અશ્મિભૂત અવશેષોથી જીવસૃષ્ટિનો વિકાસ ક્રમશઃ થયો છે, એનો ચિતાર મળ્યો.
આશરે પચાસ કરોડ વર્ષો પૂર્વે વસુંધરાના જળસવાળમાં પ્રથમ એક કોષીય જીવોત્પત્તિ થઈ. આ એક-કોષીય સજીવ પ્રાણીને વૈજ્ઞાનિકો “અમીબા' (Amoeba) કહે છે. જેની શારીરિક અવસ્થામાં કાલાન્તરે બદલાવ આવતાં વિવિધ જલચર, જમીન પર પેટથી ચાલનારા (Reptiles), ભૂચર અને જળ તથા સ્થળપર વિહરનારાં ઉભયચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. આશરે છ કરોડ વર્ષો પૂર્વે રાક્ષસી કદનાં પક્ષીઓનો જન્મ થયો, જે ઈંડાં મૂકતાં. અવનિનું વાતાવરણ વધુ સાનુકૂળ થતાં, હવે સમયના ઉદ્યાનમાં મેમથ પશુઓએ પ્રવેશ કર્યો. પોતાની સરખી નાની પ્રતિકૃતિરૂપ શિશુ-પશુઓને તે જન્મ આપતાં
આશરે ચાર કરોડ વર્ષ આસપાસ કપિ સમા પ્રાણીએ સમયપટ પર દેખા દીધી. ચીપાંઝી, ગોરીલા અને બબૂન જેવા માનવને મળતા વિકસિત મગજવાળા વાનર સર્જાયા. કપિ સરખા પુચ્છ વિનાના અર્ધપશુ માનવની પ્રગટ અવસ્થા એ આદિમાનવ (Ape-man) છે. એની શારીરિક રચનામાં કાલાન્તરે બદલાવ થતાં ભૂમિ પર છેવટે માનવ અસ્તિત્વમાં આવ્યો. વીસ લાખ વર્ષ પૂર્વના આદિમાનવને દેહ પર પુષ્કળ કેશ હતા. એનું કપાળ નાનું અને જડબું મોટું હતું. આ જડબું સ્ટેજ આગળ આવેલું હતું. એની કટિમાં વાક હોવાને કારણે એ વાંકો વળીને ચાલતો હતો. પરંતુ અન્ય પ્રાણીઓની સરખામણીમાં એનું મગજ વધુ વિકાસ પામેલું હતું.