________________
116
જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ
SAMBODHI-PURĀTATTVA
૨. આદ્ય-ઇતિહાસ.... અંગ્રેજીમાં “Proto-History' શબ્દ વપરાય છે. ૩. ઇતિહાસ...... અંગ્રેજીમાં History શબ્દ છે.
સંક્ષિપ્તમાં કહીએ તો માનવ અતીતનો શરૂઆતનો અલિખિત સમયપટ નિરક્ષરતાલ છે. જેને પ્રાગૈતિહાસિકકાલ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રિ-હિસ્ટ્રી માટે સ્ટોનએજ શબ્દ પણ વપરાય છે. એના પર્યાયરૂપે ગુજરાતીમાં પથ્થરયુગ, અશ્મયુગ કે પ્રસ્તરયુગ કહી શકાય. આ પછીનો તામ્રાશ્મકાલીન સિંધુસંસ્કૃતિ અને વૈદિકશ્રુતિ સાહિત્યનો સમય એ આદ્ય ઐતિહાસિકકાલ અને ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીથી ઐતિહાસિકકાલની શરૂઆત ગણાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દી એ ભગવાન બુદ્ધ અને મહાવીરસ્વામીનો સમય.
પ્રા-ઐતિહાસિક યુગની અસર આદ્ય-ઐતિહાસિકકાલ પર જોવા મળે એ સંભવ કાઢી નાખવા જેવો નથી. અને આ રીતે જ આદ્ય-ઐતિહાસિકકાલના અંતભાગની કલા અને સંસ્કૃતિની અસર ત્યારબાદ જોવા મળે. જો કે તામ્રાશ્મકાલના અંતભાગથી શરૂઆતના ઐતિહાસિકકાલ વચ્ચેનો સમયગાળો હજુ સંપૂર્ણપણે ખેડાયેલો નથી. તેમ છતાં નવીન સર્વેક્ષણ, ઉત્પનન અને સંશોધનથી ઉપયોગી માહિતી અને સામગ્રી ઉમેરાતી રહે છે. પરંતુ હજુ પૂર્ણ સાંકળ તૈયાર થઈ શકેલ નથી."
લેખકે ગુજરાત અંતર્ગત શૈલચિત્રકલાનો પ્રારંભ અન્યાશ્મયુગથી આલેખ્યો છે. આ યુગના પાછલા ભાગમાં તામ્રામકાલની શરૂઆત થાય છે. જુનાગઢનો અશોકનો મૌર્યકાલીન શૈલોત્કીર્ણ લેખ ઐતિહાસિકકાલનો ગુજરાતમાં આરંભ ગણાય છે. અહીં પ્રાચીનાશ્મયુગના માનવનો વસવાટ, પ્રાપ્ત ઓજારોને આધારે આશરે બે લાખ વર્ષ કરતાં વધુ પ્રાચીન છે. આ કાળના કે પછીના વસવાટના સ્થળો, ગુફાઓ કે શૈલાશ્રયો પ્રમાણમાં ઓછા મળ્યા છે. પરન્તુ ધીરે-ધીરે શોધખોળથી ઉમેરો થઈ રહ્યો છે.
અહીંયાં પ્રાઇતિહાસ અને ઇતિહાસ વિભાગો પૈકી પ્રથમ પ્રાગ-ઇતિહાસની ચર્ચા તાજેતરના સંશોધનો પર આધારિત રહીને કરી છે.
પ્રાગ-ઇતિહાસ, આદ્ય-ઇતિહાસ કે ઇતિહાસ અંગેના સંશોધન પુરાતત્ત્વવિદ્યા પુરાવસ્તુવિઘા (Archaeology) અંતર્ગત થતાં હોય છે. Archaeology એ ગ્રીક ભાષાના બે શબ્દો આર્કિયોસ ( જૂનું) અને લાગોસ (=જ્ઞાન)નો બનેલો છે. પ્રાઇતિહાસ એ પુરાવસ્તુવિદ્યાની મહત્ત્વની શાખા છે. આ અંતર્ગત માનવ અતીતનો અભ્યાસ એની વસ્તુઓ, ઓજારો, હથિયાર, પ્રાપ્તસ્થાન, સ્થળ, અસ્થિ, અસ્થિપિંજર, તત્કાલીન આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, ધાન્ય, માટી કામની કૃતિ, વસ્તુ, શૈલચિત્ર-ચિહ્નો-પ્રતીકો કે આકૃતિ વગેરેના આધારે થાય છે. ટૂંકમાં પ્રાગુઇતિહાસ માનવ પ્રવૃત્તિ સૂચક કોઈ પદાર્થ-વસ્તુ એની મૂળ નૈસર્ગિક પરિસ્થિતિમાં ખોળીને સંશોધન તમામ પરિબળોને ધ્યાનમાં રાખી હાથ ધરાય છે. ઉક્ત યાદી જોતાં જ સમજાય છે, કે તેમાં આંતર વિદ્યાલક્ષી જુદા જુદા વિષયના તજજ્ઞોની મદદથી કાર્ય થતું હોય છે.
આ વિસ્તૃત સમયપટવાળા તત્કાલીન માનવના અશ્મ, ઓજાર પુષ્કળ પ્રમાણમાં મળે છે. સંભવતઃ એ હાડકાં અને કાષ્ટનાં ઓજાર પણ વાપરતો હોવા છતાં, એ ખાસ મળતાં નથી. પથ્થરની સરખામણીમાં કાષ્ટ નાશવંત પદાર્થ છે. આથી જ આ સમયપટને અમયુગ કે પથ્થરયુગ કહેવામાં આવે