SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં પ્રાઇતિહાસ જિતેન્દ્ર બી. શાહ* રવિ હજરીસ* પ્રારંભિક ધરતી પર મહાકાય ડાયનાસોર જેવાં પ્રાણીઓનું આવાગમન માનવ પ્રાદુર્ભાવ પહેલાંના કરોડો વર્ષ પૂર્વેનું છે. મહાકાય પ્રાણીઓના હૃાસ અને નાશ પછી માનવ જીવમયયુગ (Pleistocene Age) માં વસુંધરા પટે માનવ આગમનરૂપી જીવનપુષ્પ પાંગર્યું. આથી સ્પષ્ટ છે કે, પ્રાણીઓ મનુષ્ય પહેલાંના આ ગ્રહના નિવાસીઓ છે. માનવે તો આ ધરા પર પાછળથી પ્રવેશ કરેલો છે. અને આજે એ અવની પરનું શ્રેષ્ઠ સર્જન ગણાય છે. માનવ જીવન સુગંધનો પમરાટ વસવાટરૂપે પાંગરતો રહ્યો છે, વિસ્તરતો રહ્યો છે.જીવન વસવાટ ઘડતરની પ્રારંભિક પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક પરિભાષામાં “સંસ્કૃતિ” કહેવાઈ. આ અન્વયે પુરતી પ્રમાણબદ્ધ માહિતી, નિશ્ચિત કાલક્રમ કે સમય નિર્દેશ અત્યંત આવશ્યક ગણાયો. આ વિગતવાર વૃત્તાંત એટલે જ લિખિત સ્વરૂપનું લખાણ. આથી સ્પષ્ટ છે કે, સંસ્કૃતિના ઉગમકાલથી માનવ લેખનકલા જાણતો ન હતો. મતલબ કે જે સમયથી લિખિત સ્વરૂપનું લખાણ મળે એ કાળથી – સમયથી ઇતિહાસ (ઇતિ+હ+આસ) શબ્દ વપરાય છે. આપણે ત્યાં સિંધુ સંસ્કૃતિનાં લિખિત પ્રમાણો તો છે. પરંતુ હજુ સુધી આપણે સિંધુ લિપિને સર્વમાન્ય રીતે સંતોષકારક પણે ઉકેલવામાં અસમર્થ રહ્યા છીએ. કેટલાકે પ્રયત્નો કર્યા છે. પણ વિશ્વસ્તરે એ સર્વમાન્ય નથી. આથી આ આખાયે સમયગાળાને આદ્ય-ઇતિહાસિકકાલમાં મૂકવામાં આવે છે. આજ પરિપ્રેક્ષ્યમાં ઋગ્વદનું શ્રુતિ સાહિત્ય મૌખિક પરંપરામાં હોવાથી લિપિબદ્ધ નથી. તદ્ઉપરાન્ત આ સમય પણ સહસ્ત્રોથી મપાય છે. આપણે આગળ જોઈ ગયા છીએ, તેમ નિશ્ચિત કાલ-નિર્દેશ અત્યંત આવશ્યક છે. ઉપરોક્ત કારણોસર આ પરિસ્થિતિમાં વેદકાલીન સંસ્કૃતિ સમયને પણ આદ્યઐતિહાસિકકાલમાં સમાવિષ્ટ કરાય છે. હાલ તો ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીના સમયથી ઇતિહાસિકકાલ શરૂ થયેલો મનાય છે. નીચે મુજબના ત્રણ વિભાગો માન્ય છે. ૧. પ્રાગ-ઇતિહાસ..... અંગ્રેજીમાં એ માટે “Pre-History શબ્દ ઓગણીસમી શતાબ્દીથી વપરાતો હોઈ, મૂળ ગ્રીક-લેટીન શબ્દસમાસ પ્રિ અને હિસ્ટ્રી છે. | + નિદેશક, એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ. નિવૃત્ત, સહાયક પુરાતત્ત્વ નિયામક, ગુજરાત રાજય, ગાંધીનગર. *
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy