SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XVIII, 2005 જૈન દર્શનમાં માનવ-પ્રામાયિની સાંપ્રત સમયમાં ઉપાદેયતા 145 कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ॥५. નૈયાયિકો અને અન્ય સંપ્રદાયોનો સૃષ્ટિવાદ પ્રમાણરહિત છે. “અન્યયોગવ્યવરછેદકાર્નિંશિકા'માં હેમચંદ્ર નિષ્કર્ષ તારવે છે કે જગતનો કોઈ કર્તા છે, તે એક છે, તે સર્વવ્યાપી છે, તે સ્વતંત્ર અને નિત્ય છે એમ માનવું એ તો દુરાગ્રહપૂર્ણ વિડંબનાઓ છે, અશ્વશૃંગ સમાન અસંભવ कर्तास्ति कश्चिद् जगतः स चैकः स सर्वगः स स्ववशः स नित्यः । રૂ: હેવાવિશ્વના : " મનુષ્ય જ વીતરાગી થઈ જિનેશ્વર કહેવાય છે અને તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશની પ્રવૃત્તિથી રહિત છે. ૧૭ જેના ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનારા રાગાદિ દોષ શમી ગયા હોય તે જ દેવ કહેવાય અને તેવા જે કોઈ દેવ હોય–પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય, તેને મારા નમસ્કાર છે એવી વિલક્ષણ રજૂઆત કરીને હેમચંદ્ર સ્વસિદ્ધાંતાનુસારનું વીતરાગ દેવસ્વરૂપ બતાવીને પણ વાસ્તવિક ઈશ્વરત્વનો ખ્યાલ પ્રસ્તુત કર્યો છે. પુરષાઈપ્રધાન જૈન-કર્મસિદ્ધાંત ભાગ્યવાદ નહિ, પણ ભાગ્યનો નિર્માતા છે. મનુષ્ય પ્રકૃતિ કે ઈશ્વરીય શક્તિના હાથનું રમકડું નથી. તે તો સ્વયં ભાગ્યવિધાતા છે. આચાર અને વિચારે નૈતિક જીવનશૈલી અપનાવીને કોઈપણ વ્યક્તિ ઈશ્વરીય સહાય સ્વીકાર્યા કે માન્યા વિના મુક્તિ મેળવી શકે. વૈદિક ધર્મના પ્રભાવથી જૈનધર્મમાં પણ દેવવાદ પ્રવેશે છે, પરંતુ આ સંબંધી પં સુખલાલજીનું એક વિધાન નોંધપાત્ર છે : “જૈન અને બૌદ્ધ પરંપરામાં દેવોનું સ્થાન છે, પણ તે નાના-મોટા બધા દેવો ગમે તેટલી ભૌતિક વિભૂતિ ધરાવતા હોય છતાં તેમના કરતાં મનુષ્યનું સ્થાન બહુ ચડિયાતું જ મનાયું છે.૧૯ ડૉ. રાધાકૃષ્ણન્ પણ નોંધે છે : “આત્માના સ્વતંત્ર સામર્થ્યનું ભારેમાં ભારે પ્રદર્શન ઉપનિષદના કાળ પછી જેવું મહાવીર અને બુદ્ધના જીવન અને ઉપદેશમાં મળે છે, તેવું જગતમાં બીજે ક્યાંય મળતું નથી.”૨૦ વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ અને એ રીતે ઈશ્વરત્વ કે દેવત્વની પ્રાપ્તિ એ જૈન દર્શનના પાયામાં છે. આત્માની પૂરેપૂરી નિર્દોષ અવસ્થા તે દેવત્વ. દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે એવો તીર્થંકરોનો સાર્વકાલિક સંદેશ છે. - રાગ-દ્વેષ, જાત-પાત કે ઉચ્ચ-નીચ જેવી દ્વન્દાત્મક અનુભૂતિ એટલે વિષમતા. કંકોમાંથી મુક્તિ એટલે સામાન્યનો બોધ. સામાન્યની અનુભૂતિ સમતાની જનની છે. આ કારણે જ જૈન ધર્મના “સંઘ'માં તમામ કક્ષાના મનુષ્યોને સરખું સ્થાન મળે છે. ભગવાન મહાવીરે જાતિવાદનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy