SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ 144 મણિભાઈ ઈ. પ્રજાપતિ SAMBODHI સમતાને આટલું કેન્દ્રસ્થાન અપાયું નથી. જૈનધર્મની મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓ પણ પ્રકારાન્તરે જુદીજુદી કક્ષાના માનવ-માનવ વચ્ચે હાર્દિક સંબંધોની સ્થાપના દ્વારા સમતાદષ્ટિની કેળવણી માટે છે. ૨૧મી સદીમાં વિષમતાને સ્થાને સમતાનું વાતાવરણ સર્જવામાં આવી જૈની ભાવનાઓ ખૂબ ઉપયોગી છે. જૈનધર્મમાં સમતા મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ છે : વિચારમાં અને આચારમાં. વિચાર અને આચારની એકતા તેનું નામ જ સાધના. આ દૃષ્ટિએ જૈન ધર્મ અન્ય ધર્મો કરતાં કંઈક વિશિષ્ટ બને છે. આનો પાયાનો સિદ્ધાંત છે—માનવ-સ્વાતંત્ર્ય કે માનવ-પ્રામાણ્ય. આ સિદ્ધાંતને આધારે જૈન ધર્મ-દર્શનના જાતિપ્રથા-વર્ણવ્યવસ્થાને અમાન્યતા, અહિંસા અને અનેકાંતવાદ જેવા પ્રમુખ સિદ્ધાંતો નિષ્પન્ન થાય છે. “ મનુષીઑકતરં વિચિત્' એ મહાભારતીય વચન જૈનધર્મમાં પૂર્ણતઃ સાર્થક બન્યું છે. માનવની સ્વતંત્રતાને જેટલું ગૌરવ જૈનધર્મે બહ્યું છે તેટલું અન્ય કોઈ ધર્મે નહિ. જૈન વિચારધારા પ્રમાણે મનુષ્ય સ્વતંત્ર છે, તે કોઈને આધીન નથી. તેના વિકાસ માટે વચ્ચે ધર્મગુરુ કે ઈશ્વરને લાવવાની જરૂર નથી. સમતાની સુદઢ પૃષ્ઠભૂમિ છે માનવની સ્વતંત્રતા. પરતંત્રતા વિષમતા . જન્માવે છે, જ્યારે સ્વતંત્રતા સમતા લાવે છે. જૈનદર્શનમાં સ્વતંત્ર ઈશ્વરને કોઈ સ્થાન નથી. મનુષ્ય સ્વતઃ પ્રમાણ છે. ઈશ્વરાધીન પરતંત્ર મનુષ્ય નહિ, પણ સ્વતઃપ્રમાણ સ્વતંત્ર મનુષ્ય જ સ્વયં પુરુષાર્થ કરીને, વીતરાગતા-સમતા અને સર્વજ્ઞતા પ્રગટ કરીને સ્વયં ઈશ્વરત્વને પામે છે. જૈન-શ્રમણ-પરંપરામાં બ્રાહ્મણ-પરંપરાની જેમ કોઈ સ્વતંત્ર ઈશ્વર કે દેવની માન્યતા નથી. હેમચંદ્રાચાર્ય ઈશ્વરને આકાશના પુષ્પ સમાન કલ્પિત માને છે. જૈન દષ્ટિએ જગત્ અનાદિ હોવાથી એમાં ઈશ્વરના જગત્કર્તુત્વનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. જૈનમતાનુસાર તો કર્મફળથી મુક્ત, વીતરાગી શુદ્ધ જીવાત્મા જ પૂજય છે, દેવ છે. રાગદ્વેષાદિરહિત અને કેવલજ્ઞાનાદિયુક્ત કે સર્વજ્ઞ વ્યક્તિ જ પરમાત્મા કહેવાય છે. સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર એ રત્નત્રયનો આશ્રય લઈ મનુષ્ય દેવ બને છે, આત્મવિકાસની ત્રણ ક્રમિક અવસ્થાઓ સિદ્ધ કરે છે : બહિરાત્મા, અત્તરાત્મા અને પરમાત્મા. ઉપનિષદો તેમજ સાંખ્ય-ન્યાયાદિ દર્શનોમાં જગતનાં સર્જન, પાલન અને સંહારના કર્તા તરીકે ઈશ્વર કે બ્રહ્મ મનાય છે. આવો મત જૈન-દર્શનને માન્ય નથી; તેથી એમાં અનેકત્ર ઈશ્વરના જગત્કર્તુત્વાદિનું ખંડન થયું છે. હેમચંદ્રાચાર્યનું કથન છે કે નિત્ય મુક્ત અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલનમાં વ્યસ્ત ઈશ્વર તો વધ્યાના પુત્ર સમાન છે(વીતરાગ. ૬/૭). વળી તેઓ કહે છે કે ઈશ્વર જીવોનાં શુભાશુભ કર્મોને આધારે વિશ્વની રચના કરે છે એમ માનીએ તો તે ઈશ્વરને સ્વતંત્ર પણ ન કહી શકાય. જગત-વૈચિત્ર જો કર્મજનિત છે તો શિખંડીની જેમ ઈશ્વરને વચ્ચે લાવવાની શી જરૂર છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy