SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 148 vol. XXVII, 2005 જૈન દર્શનમાં માનવ-મામા૫ની સાંપ્રત સમયમાં ઉપાદેયતા कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ । वइस्सो कम्मुणा होइ सुछ हवई कम्मणा ॥ સ્ત્રી-પુરુષ વચ્ચેની ભેદદષ્ટિ દૂર કરવામાં પણ જૈનધર્મની કેટલીક જોગવાઈઓ નોંધપાત્ર છે. જૈનાચાર્યોએ પુત્ર-પુત્રીને સમાન ગણ્યાં છે. આચાર્ય જિનસેને પિતાની સંપત્તિમાં પુત્રીને પણ સરખા હિસ્સાની અધિકારી બતાવી છે – पुत्र्यश्च संविभागार्हाः समं पुत्रैः समांशकैः ।। પુરુષની જેમ સ્ત્રી પણ મોક્ષની અધિકારિણી છે. શૈવ-વૈષ્ણવ તંત્રોએ પણ આવા વિચારો અનેક સ્થળે રજૂ કર્યો છે. જૈનધર્મનાં પાંચવ્રતો પૈકી “અહિંસાવ્રત' આચારમાં સમદષ્ટિ શીખવે છે. પં. સુખલાલજી પોતાના દર્શન અને ચિંતન'માં અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવે છે : “સમાનતાના આ સૈદ્ધાંતિક વિચારનો અમલ કરવો–એને યથાસંભવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉતારવાનો અપ્રમત્તભાવે પ્રયત્ન કરવો એ જ અહિંસા'. સાંપ્રત સમયે હિસાની ભાવના વકરી રહી છે ત્યારે જૈનદર્શનનો અહિંસાનો સિદ્ધાંત ઉપાદેય છે. દૃષ્ટિભેદ અને મતભેદોમાંથી અનેક વિષમતાઓ અને કલહો જન્મે છે. આવી વિષાકત ભેદ-દષ્ટિના પરિવાર માટે જૈનધર્મે વિશ્વને “અનેકાન્તવાદની ભેટ આપી. સાપેક્ષતાના પાયા પર આધારિત “અનેકાન્તવાદ' (સાદૂવાદી વિચારોમાં સામ્ય-સહિષ્ણુતા લાવે છે. કોઈપણ પદાર્થ કે વસ્તુને ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુથી જોઈ શકાય. પ્રત્યેક દષ્ટિબિંદુ કે નિર્ણય માત્ર અંશતઃ સત્ય છે. એટલે “મારું જ દષ્ટિબિંદુ સાચું અને અન્યનું ખોટું' એવો દુરાગ્રહ સમતાને સ્થાને વિષમતા જન્માવે છે. અનેકાન્ત દષ્ટિ એટલે દુરાગ્રહમાંથી મુક્તિ. માત્ર પોતાની દૃષ્ટિને સત્ય ન માનતાં બીજાઓની દષ્ટિનો પણ આદર કરવો. આ સામ્યદષ્ટિ અનેકાન્તની ભૂમિકા છે. અહિંસાનું સૂક્ષ્મરૂપ પણ અનેકાન્તવાદમાં પ્રતિલિત થાય છે. અહિંસાની ઉત્કૃષ્ટ માનસિક સિદ્ધિ એટલે અનેકાન્તવાદ. કોઈપણ વિષયમાં સ્વાભિપ્રાય કે સ્વમત સાચો હોવાનો આગ્રહ રાખવો અને અન્યના અભિપ્રાયમતને અવગણવો તે એક પ્રકારની સૂક્ષ્મ હિંસા છે. પંડિત દલસુખભાઈ માલવણિયા સાચું જ કહે છે કે અહિંસકને માટે અનેકાન્તવાદી થવું અનિવાર્ય છે. ડૉ. રાધાકૃષ્ણન્ જેવા ચિંતકોએ અનેકાન્તની કેટલીક ક્ષતિઓ દર્શાવી હોવા છતાં, કહી શકાય કે અનેકાન્તવાદ દુરાગ્રહમાંથી મુક્ત કરીને મનુષ્યને સમન્વય અને સમતા ભણી દોરી જાય છે. સમતા'ના ઉપાસકો “સમન', “સમસ” કે “શ્રમણ' કહેવાયા. સામ્ય-ભાવના તો શ્રમણપરંપરામાં પ્રતિષ્ઠિત જૈનધર્મના પ્રાણરૂપ છે. સામ્યદૃષ્ટિના પૂરક અને પોષક સર્વ આચાર-વિચારો સામાયિક સ્વરૂપે શ્રમણ-પરંપરામાં સ્થાન પામે છે. સામાયિકવ્રત એટલે મનની સમતા કેળવવા માટેનો આચારધર્મ. ધાર્મિક જીવનની દીક્ષા લેનાર આરંભે પ્રતિજ્ઞા કરે છે–“રોમિ બને ! સામાય ! (હે ભગવાન ! હું સમતા કે સમભાવનો સ્વીકાર કરું છું.) અન્ય કોઈ ધર્મ-સંપ્રદાયમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy