SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ vol. XXVIII, 2005 જૈન પરંપરામાં શીલકથાઓ (કેટલાક લોકો, કામનાથી ગર્દભ જેવા થયેલા દેવોને મોક્ષ માટે પૂજે છે, તો પછી તે મૂઢ લોકો ખાડામાં રહેલા ભૂંડ વગેરેને કેમ પૂજતા નથી ?) એ પછી કામવિજેતા નેમિ, મલ્લિનાથ, સ્થૂલભદ્ર, વજસ્વામિ વગેરેને લગતી ગાથાઓને સમજાવતી સવિસ્તર કથાઓ મળે છે. આ પછી સતી નારીઓને લગતી સળંગ ૧૮ કથાઓ મળે છે. તે કથાઓ પર આ લેખમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 133 ‘શી. ત.'માં સવિસ્તર વર્ણવાયેલી સતી સ્ત્રીઓની કથાઓમાં અમુક વલણો સામાન્યપણે ઉપસે છે. જેમ કે આ સ્ત્રીઓને, પોતાનું શીલ જાળવવા કે પોતે શીલવતી છે, તે પુરવાર કરવા અસાધારણ વિપત્તિઓમાંથી પસાર થવું પડે છે. ઘણીવાર તેમના પતિ અને શ્વસુરપક્ષના માણસોને, શાસનદેવતા દ્વારા સર્જાયેલા કોઈ ચમત્કાર વડે કે આકાશવાણી મારફતે તેમના શીલની પ્રતીતિ થતી હોય છે. તેમના સતીત્વનું આવું સદ્ધર પ્રમાણ મળ્યા પછી આ નારીઓ ઘરમાં અને બહાર સતી સ્ત્રી તરીકે સન્માન પામી પૂજાય છે. ‘શી. મા.'ના કર્તા એક બાબત એ પણ ઉપસાવવા મથે છે કે શીલવતી સ્ત્રી દેવની જેમ જ નહીં, દેવો વડે પણ પૂજાય છે અને તેને અલૌકિક સિદ્ધિઓ સ્વયં આવીને વરે છે. આ કથાઓમાં જૈન ધર્મનો કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત અચૂકપણે વણી લેવામાં આવ્યો છે. આ પતિવ્રતા સ્ત્રીઓને આ જન્મમાં તેમના કોઈ પણ અપરાધ વગર જે અપાર દુઃખ સહેવાં પડ્યાં, તેના માટે પૂર્વ જન્મમાં તેમણે કરેલાં નાનાં કે મોટાં દુષ્કર્મ જવાબદાર છે, તેવો લગભગ દરેક કથાનો સૂર નીકળે છે. આમાંની પ્રત્યેક કથાનો અંત પણ એક સરખો જ હોય છે. જેમ કે પતિવ્રતા નારીનાં ઘરનાં માણસો તેના સતીત્વને પિછાણીને, તેને વંદે છે. તે બધાં સાથે તેનું સુખદ મિલન થાય છે, ત્યાર પછી થોડા વખતે તે દીક્ષા લઈ, ચારિત્ર પાળી મોક્ષ પામે છે. આમ આ સ્ત્રીઓને તેમના શીલવ્રતના ફળરૂપે શિવ-સુખ એટલે કે મોક્ષસુખ મળે છે. તે પણ આ કથાઓ દ્વારા દર્શાવ્યું છે. .ઉપર્યુક્ત બાબતોના પુરાવારૂપે પ્રત્યેક કથામાંથી દૃષ્ટાંત આપી શકાય, પણ વિસ્તારભયે એમાંની અમુક કથાઓમાંથી દૃષ્ટાંત આપીને સંતોષ માન્યો છે. સુભદ્રા નામની પતિવ્રતા સ્ત્રીએ એક સાધુની આંખમાંથી જીભ વડે કણું કાઢ્યું, પરિણામે સાસરીયાંઓએ તેને શીલભષ્ટ ઠરાવીને તેના પતિ પાસે તેનો ત્યાગ કરાવ્યો. તેને તેમાંથી બચાવવા શાસનદેવતાએ એવો ચમત્કાર સર્જ્યો કે સવારે નગરદ્વાર ત્યારે જ ખુલ્યાં કે જ્યારે સુભદ્રાએ કાચા સુતર વડે બાંધેલી ચાલણી વડે કૂવામાંથી પાણી કાઢીને દરવાજે છાંટ્યું (કથા નં. ૨૩). યુગબાહુની પત્ની મદનરેખા પતિના જયેષ્ઠ ભ્રાતા મણિરથ રાજાની કુષ્ટિથી બચવા પુત્ર અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગઈ. તેનો પતિ યુગબાહુ મૃત્યુ પછી દેવલોકમાં ગયો. ત્યાંથી આવીને, તે ચતુર્રાની મુનિઓને પગે લાગતાં પહેલાં, પત્ની મદનરેખાની પ્રદક્ષિણા કરી તેને પ્રણામ કરે છે, ત્યારે જ તેના શીલનો ઉત્કર્ષ વિદ્યાધર દેવતાઓને સમજાય છે (કથા નં. ૨૪). હનુમાનની માતા અંજનાસુંદરીએ પૂર્વજન્મમાં શોક્ય વડે પૂજાતી વીતરાગની પ્રતિમાને દ્વેષથી બાર પ્રહર સુધી જમીનમાં દાટી દીધી હતી, તેથી આ જન્મમાં તેના પર ચારિત્ર્યભ્રષ્ટ હોવાનું આળ મૂકાયું અને પતિનો વિરહ બાર વર્ષ સુધી તેને વેઠવો પડ્યો, (કથા નં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520778
Book TitleSambodhi 2005 Vol 28
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, K M Patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages188
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy