SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય મેઘવિજયગણિ વિરચિત ચિંતામણિ પરીક્ષા સં. જિતેન્દ્ર બી. શાહ ગંગેશ ઉપાધ્યાય નવ્યન્યાયના જનક ગણાય છે. તેમણે યુગપ્રવર્તક તત્ત્વચિંતામણિ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં તેમણે પ્રયોજેલી શૈલી અદ્ભુત હતી, જેના દ્વારા લક્ષણોને નિર્દોષ બનાવી પ્રસ્તુત કરી શકાતા હતા. તેથી આ શૈલીનો પ્રચાર અત્યંત દ્રુત ગતિએ થયો. તત્ત્વચિંતામણિ ઉપર અનેક વિદ્વાનોએ ટીકાઓ લખી. તેમાં આપવામાં આવેલા વિભિન્ન લક્ષણો ઉપર પણ અનેક ટીકાઓ રચાઈ છે. આ શૈલી તેના વૈશિષ્ટ્યને કારણે પ્રચાર પામી અને આ શૈલીનો વ્યાપ પણ વધ્યો અને પ્રાયઃ બધા જ ધર્મો અને સાહિત્યપ્રકારોએ નવ્ય શૈલીમાં ગ્રંથો રચ્યા. જૈન ધર્મ પણ તેનાથી અછૂતો રહ્યો ન હતો. આવી આ શૈલીની વિશિષ્ટતાને કારણે તેનું અધ્યયન-અધ્યાપન અઘાવવિધ અખંડ પણે ચાલુ રહ્યું છે. ઉપા. મેઘવિજયગણિએ તત્ત્વચિંતામણિ ગ્રંથમાં આપવામાં આવેલ અનુમાન લક્ષણની સમાલોચના પ્રસ્તુત ગ્રંથમાં કરી છે. આ ગ્રંથની એક નકલ પૂ. આચાર્યદેવશ્રી શીલચંદ્રસૂરિજી મ.સા. પાસેથી પ્રાપ્ત થઈ હતી, ત્યાર બાદ શોધ કરતાં એક બીજી નકલ મહોપાધ્યાય શ્રી વિનયસાગરજી પાસેથી મળી આવી હતી. બન્ને નકલ મૂળ હસ્તપ્રત ઉપ૨થી તૈયાર કરવામાં આવેલ લિવ્યંતર સ્વરૂપે જ પ્રાપ્ત થઈ છે. પ્રસ્તુત બન્ને નકલ એક જ હસ્તપ્રતની નકલ હોય તેમ જણાય છે. બન્ને નકલ સમાન છે. પાઠાન્તરો નથી. તેમજ ભાષા પણ શુદ્ધ છે. અહીં અનુમાનના લક્ષણની સમાલોચના નવ્યન્યાય શૈલીથી કરવામાં આવી છે. ભાષા સંસ્કૃત અને વિષય ન્યાયનો છે. નવ્યન્યાયના અભ્યાસુને ઉપયોગી થાય તેવી પ્રસ્તુત કૃતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy