SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXVI, 2003 વ્યાજની વાત 143 (૨૬) એ નાણું આવ્યા તણો, નહિ સૂજયો ઉપાય; ત્યારે પોતે લાઘવા, ગરજુને ઘેર જાય. ચૂલામાં જળ રેડિયું, બેઠો કઠણ થઈ સાય; દીધા વિના તું જો જમે, નરશી વસ્તુ ખાય. ઘર તારૂં લાંઘે સહુ, લાંબું બેઠો હુંય; લીધા વિના ઉઠું નહી, નિશે જાણે તુંય. શાહે ગાળો રીસમાં, દીધી ત્યાં દશવીશ; તે શાભળતાં તુરત તે, ચડી ગરજૂને રીસ. અહિ તો આડી શેરીની, ધૂળ પડી તે લેય; - કર કરવાનું હોય તે, કહેવું હોય ત્યાં કહેય. નથી બિહિતો તારાથકી, આ ઘર લૂટી લેય; મળશે ત્યારે આપશુ, દશ દિન બેશી રહેય. શાહ કહે ગુણ કુતરા, ઘણું બોલમાં ઘૂડ, તારા ઘરમાં રાખજે, આડી શેરીની ધૂળ. છે જાતે દેવાળિયો, લેઈ નથી દેતો ધન; લેતા લાગ્યું સોણલું, દેતા ધ્રુજે તન. ચોપાઈ - શાહુકાર કહે છે (૨૭) (૨૮) (૨૯) (૩૦) (૩૧) (૩૨) - શું કાઈ તારા ચાકર હૈયે, જે તારે ઘેર ફેરા દેયે; ખાઇશું શું છે વાંઝિયાનો માલ, લેશું બમણાં ધન હાલ હાલ એક હાથે માથાના વાળ, એક હાથે મોટી પુંજાર; મારીશ ચાર ગણી બે કહું, નાણું તો એ રીતે લખું. બોલ્યો ગરજ સુણી એ વેણ, આ ભવ તો નથી લેણને દેણ; ખોટી કમાઈના હશે તે ગયા, મારા નશીબના ખાવા થયા (૩૩) કુતરાની પેઠે શુભસે, નાણાં તો તારા ઘરમાં હશે; તારું મોત છે મારે હાથ, જઇશ ગોળ ફટકડીને કવાથ. એમ કરતે લાંઘણ થઈ ત્રણ, શાહે જાણું આવ્યું મરણ; ધણી ઘરનો ખાય છાનું ધાન, શાહ ન પામે અન્નને પાન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy