SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXVI, 2003 વ્યાજની વાત 141 વખવખું = વલખાં મારવાં, સંકટથી દુઃખી થયેલ/સાંસાં પડવાં ત્રકુટ = ત્રણ રેખા લેતલ = પૈસા લેનારો/દેતલ = પૈસા ધીરનારો પાટુઈ = લાત અંગ ઉધારનો ઝઘડો જે ગરજુ માણસ હોય છે, ને તેને કરજે નાણું જોઈતું હોય ત્યારે તે શાહુકારને ઘેર જઈને કેવો ગરજવાન થઈને બોલે છે, ને પોતાને અર્થે સર્યા પછી કેવો જવાબ દે છે એ વિશેની હકીકત નીચે લખ્યા પ્રમાણે છે. દોહરા પ્રથમ નમું ગણનાથને, વિનવું વારંવાર; ઝગડો અંગઉધારનો, શુણજો સહુ નરનાર. શાહતણે ઘેર સંચર્યો, ગરજા દરદી જેન; અંગ ઉધાર આપશો, એક મસવાડો ઘન. અર્થ સુધારો એટલો, છે તમ સરખું કામ; સોવાસા પખવાડિયે, દેશુ પૂરા દામ. તો ફરી લેવા આવશું, જુઓ કરી એકવાર; આગળથી એક માસનું, વ્યાજ ધરું આ ઠાર. આપો અમને આ સમે, જાણી કીધા ન્હાલ; જોઈએ ત્યારે માગજો, જોઈશે નાણાં કાલ. * માણસ જોઈને ધીરજ, કઠણ સમો છે આજ; જગત બધું ખૂટલ થયું, કરજો જોઈને કાજ. આગળથી શું ઓચરું જુઓ અમારી વાત; દેવું જયારે છુટછું, સુખે ઉંધશું રાત. લીધે કંઈ જીત્યા નહીં, જુઓ કરી વિચાર; લઈને પાછું આપીયે, તો ચાલે વ્યવહાર. " માસ પછી તો આવશે, નાણું છે આ માલ; નહિ તોપણ નહિ કાપિયે, બેઠા કેરી ડાળ. બીજે કહ્યું એક બેજણે, લાહો અમારું ધન; શીદ રાવું કોઈકને, એમ વિચારું મન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy