SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXVI, 2003 કર્મસમસ્યાનો ઉકેલ 135 બ્રહોમવં વિદ્ધિ (મ.પી. રૂ.૨૬, બ્રહ્મા ... (૫.પી.૪.ર૪) બ્રહ્મવિદ્દનું કર્મ બ્રહ્મપ્રેરણાથી ઉત્પન્ન થાય છે અને એમાં જ વિલીન થાય છે. પણ સર્વસામાન્ય જીવોને કર્મની પ્રેરણા બ્રહ્મ કે ઈશ્વર તરફથી મળે જ છે એવું નથી. ભગવદ્ગીતા કહે છે - “જ્ઞાન યે પરિજ્ઞાતા ત્રિવિધા વર્ષોના' (મ.જી. ૬૮.૨૮)- જ્ઞાન, શેય અને પરિજ્ઞાતા એ ત્રણમાંથી કર્મની પ્રેરણા આવે છે. એમાંથી જોય એટલે બ્રહ્મમાંથી પ્રેરણા મેળવવી, જે કેવળ બ્રહ્મવિદોને જ શકય છે. જ્ઞાનની પ્રેરણા એટલે શાસ્ત્રપ્રામાણ્ય, એ પ્રમાણે વર્તન કરવું. પણ સામાન્ય જીવોને પ્રેરણા પરિજ્ઞાતાની હોય છે એટલે એ પ્રેરણા કર્ભાશયમાંથી, રાગદ્વેષમાહાત્મક માનસિક ધારણાઓથી-ઈચ્છાઓથી આવે છે. એવા કર્મોથી સુખદુઃખનાં બંધનોમાં – કર્મફળના ચક્રમાં જીવ ગ્રસ્ત થાય છે. એટલે જ સામાન્ય જીવો માટે જેમને બ્રહ્મજ્ઞાન કે ઈશ્વર સાક્ષાત્કાર નથી એમના માટે સાચું સાધન એટલે – ‘તમાચ્છાસ્ત્ર પ્રમાણે તે વાર્યવ્યતી ' -(મ.પી. ૨૬.ર૪). પણ કર્મ કરતાં વ્યવહારિક દૃષ્ટિથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શાસ્ત્રપ્રામાણ્ય ખરું, પણ કર્યું શાસ્ત્ર પ્રમાણ માનવું. શાસ્ત્રો અનેક છે, અનેક ઋષિઓ થયા છે, એમના મતો પણ અલગ-અલગ છે. આવી સ્થિતિમાં કોને પ્રમાણ માનવું એ વ્યવહારિક (Practical) પ્રશ્ન થઈ પડે છે. એમાંથી સાચો માર્ગ શોધવાની સમસ્યા આવે છે. આમાં કિંકર્તવ્યમૂઢ થયેલા સાધક માટે તૈ.૧ ૧.૧૧.૪) એક માર્ગ બતાવે છે - “રિ તે વિવિકિસ્સા, વા વૃત્તવિકત્સા વા યાત, યે તત્ર દ્રોહ: સંમશિનઃ, યુwા યુpl અનૂક્ષા ધર્મામા: ., યથા તે તેવું વર્તન તથા તત્ર વર્તથાઃ" આવા પ્રકારના નિર્લોભી, ધર્મકામી, સમર્શી, બ્રહ્મજ્ઞાની, સાધુસંતોનો આશ્રય લેવો, એમના પ્રમાણે આપણું વર્તન રાખવું એવો ઉપાય બતાવ્યો છે. પણ આવા સાચા સંતોને આજના કરાલ કલિકાલમાં શોધી કાઢવા ખૂબ જ અઘરું કાર્ય છે. એટલે જ આમાંથી માર્ગ કાઢવા માટે શાસ્ત્રોમાંથી સાચું જ્ઞાન થાય, સાચા સંતોની પ્રાપ્તિ થઈ યોગ્ય સાધનામાર્ગ મળે એ બધા માટે કાયા, વાચા, મનસા, કર્મણા - ઈશ્વરનું સતત અનુસંધાન રાખવું - એ એક ઉપાય છે. એ જ આપણને સાચો માર્ગ બતાવશે. સર્વભૂતસ્થિત ઈશ્વરનું સતત કેવળ ભજન કે વાચિક રટણ જ નહીં પણ બધાં કાર્યોમાં અનુસંધાન રાખવું એ જરૂરી છે. ભગવદ્ગીતામાં કહ્યું છે“તમત્સર્વેy #ાને; મામનુ યુધ્ય ર” (મ.પી. ૮.૭)- અહીં અનુસ્મરણની સાથે કર્તવ્યકર્મ કરતા રહેવાનો ઉપદેશ છે. એને જ અન્ય શબ્દોમાં ધર્માચરણ કહીશું. ધર્મ એ જ વ્યક્તિ અને સમષ્ટિની ધારણા કરનાર હોઈ, એનાથી જ વ્યક્તિ અને સમાજનું હિતરક્ષણ થાય છે. આમ, વ્યક્તિગત અભ્યદય અને નિઃશ્રેયસ અને સમાજની ધારણા કરનાર ધર્મના આચરણ સાથે કર્મ માટે યોગ્ય પ્રેરણા મળે, તે માટે ઈશ્વરનું અનુસંધાન જરૂરી છે. બ્રહ્મસૂત્રમાં કહ્યું છે તેમ - “તપ્રતાપેક્ષતુ” (૨.રૂ.૪૨) અને “નહોત્રાદિ તુ તાર્યવ તર્જના"(૪.૨.૨૨) એ મુજબ કર્મસિદ્ધાન્તની ચર્ચાના ફળસ્વરૂપે ક્રિયમાણ કર્મ અર્થાત્ પ્રયત્ન તો અવશ્ય કરવો તે પણ ઈશ્વરાનુસંધાનપૂર્વક ધર્માચરણનો કરવો - અર્થાત્ - “મનુ યુષ્ય " એજ સાચો માર્ગ કહી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy