SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 134 મુકુંદ વાડેકર SAMBODHI કોઈ નિઃસંતાન છે. આવા પ્રકારની અનેક વિષમતાઓ કેમ દેખાય છે? એના જવાબમાં ઈશ્વર જ આપણને આવા પ્રકારનું જીવન પ્રદાન કરે છે, એવું માનવામાં ઈશ્વર નિર્દથી અને પક્ષપાતયુક્ત વલણવાળા છે, એવો આરોપ થાય. “ઈશ્વર કોઈને પક્ષપાત કરી સુખી અને અન્યને દુઃખી કરે છે એવું માનવું યોગ્ય નથી. બ્રહ્મસૂત્ર (૨.૧.૩૪) “ષિાર્થનૈવે ન સાપેક્ષવાદુ તથા દિ દ્રતિ” આ સૂત્રમાં અને એના પરના શાંકરભાષ્યમાં આની ચર્ચા થઈ છે. ઈશ્વરમાં આવો પક્ષપાત નથી, એ આપણાં કર્મો પ્રમાણે ફળ આપે છે. શંકરાચાર્ય લખે છે – “કસ્તુ પર્વવત્ દ્રવ્યઃ'- ઈશ્વર તો પર્જન્ય-વરસાદ જેવો છે. વરસાદ પડવાથી જમીનમાં જે બીજ રોપેલું હોય, તે પ્રમાણે ફળ થાય છે, એવી જ રીતે ઈશ્વર દરેકને તેમના કર્મો મુજબ જ ફળ આપે છે. ( મત ૩૫૫ - ખૂ. રૂ.૨.૨૮). સારા કર્મનું ફળ સારું અને ખરાબકર્મનું ફળ ખરાબ મળે છે. “પુષ્પો વૈ પુર્વે ર્મા ભવતિ, પાપ: પાપન'(વૃ.૩. રૂ.૨.૨૩). કરેલાં કર્મો યથાસમયે પરિપકવ થાય છે. કેટલાંક વૃક્ષોને ફળો જલ્દીથી આવે છે, તો કેટલાંકને ફળો અનેક વર્ષો પછી આવે છે. એવી જ રીતે કર્મ અદૃષ્ટ, અપૂર્વ કે કર્ભાશયરૂપે રહે છે અને યોગ્ય સમયે એનો પરિપાક થતાં ફળ સ્વરૂપે પ્રાદુર્ભત થાય છે. યોગસૂત્ર (૨.૧૨) માં કહ્યું છે – “વફ્લેશમૂત્ત: શિય: દેBદિષ્ટબન્મવેનીયઃ', ‘તિ મૂત્તે દિપો કાત્યાયુ: (૨૩)'. જે કર્મોના પરિપાકના કારણે આ જન્મ મળ્યો છે, તેને પ્રારબ્ધ કર્મ કહે છે, જે પાકોનુખ થયાં નથી એને સંચિત કર્મ એવી સંજ્ઞા છે. જે કર્મો આ જન્મમાં આપણે રોજબરોજ કરીએ છીએ એને ક્રિયમાણ કર્મ એવું નામાભિધાન આપવામાં આવ્યું છે. પ્રારબ્ધકર્મનો “સુખદુઃખાન્યતરસાક્ષાત્કાર' રૂપ ભોગ અનિવાર્ય હોય છે. (પ્રારબ્ધવ બોવ ક્ષય:). (મોરોન ત્વિરે ક્ષયિત્વા સંપદ્યતે – વ્ર,ઝૂ. ૪.૨.૨૬). સામાન્ય લોકો યોગસૂત્ર મુજબ ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી સંસ્કૃષ્ટ રહે છે, ઈશ્વર આ બધાથી પર અને અપરાગૃષ્ટ હોય છે. (વફ્લેશવિપરિપરીકૃષ્ટ પુરુષવશેષ રૃશ્વર:-યો.ફૂ. ૨.૨૪) એક સમયે જન્મેલી વ્યક્તિઓના જન્મ સમયની કુંડલી અને ગ્રહસ્થિતિ સરખી હોવા છતાં એમના જીવનમાં અનેક પ્રકારની અલગતા જોવા મળે છે. એનું કારણ પણ કર્મ જ બતાવવામાં આવે છે. અહીં કર્મસિદ્ધાન્તમાં મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જયારે પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે કયાં કર્મોના ફળ સ્વરૂપે જીવોની સૃષ્ટિ થઈ. અહીં ‘: 7: સ Fપૂર્વ:' એમ કહી સંસારના અનાદિવનો જવાબ આપી સમાધાન આપવાનો પ્રયત્ન થાય છે. કર્મ સિદ્ધાન્તનું મૂળ પહેલાં બીજ કે પહેલાં અંકુર એ બીજાંકુરન્યાય મુજબ અનિર્ણાત છે. તેમ છતાં એક અભ્યપગમ (Postulated Principle) સિદ્ધાન્ત તરીકે કર્મસિદ્ધાન્તને માનવાથી અનેક પ્રકારની વ્યવહારિક સમસ્યાઓ ઉકેલાતી હોવાથી એક નૈતિક વ્યવસ્થા માટે એને સ્વીકારવામાં કોઈ આપત્તિ નથી. કર્મસિદ્ધાન્તનું મૂળ સંદિગ્ધ હોવા છતાં કર્મ કર્યા વગર અન્ય કોઈ ગતિ નથી. ઇશોપનિષમાં કહ્યું છે – “ર્વવેદ મf નિગીવિવેત્ શત સમ:"(ફૅશ:૩૨). ભગવદ્ગીતા કહે છે - કર્મ વગર જીવવું શક્ય જ નથી (નિયતં ગુરુ ..... શરીરયાત્રપ તે ન સàર્મનઃ – મ. જી. રૂ.૮). પણ કર્મ કરવામાં કુશળતા એ રાખવી કે તેનાથી લિપ્ત ન થાય. (૧ કર્મ તિથલે નરે - {૩૨. યોજી: કર્મસુ સૈાતમ્ - પ. Tી. ૨.૬૦). બ્રહ્મજ્ઞાનીએ પણ બ્રહ્મપ્રેરણાથી થયેલ કર્મ કરવું અને એને બ્રહ્માર્પણ કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy