SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXVI, 2003 સ્વામી દયાનન્દની કર્મમીમાંસા 129 અસંખ્યપણું માને છે. ન્યાયસૂત્ર (રૂછાષપ્રયત્નસુવહુ ઉજ્ઞાનાન્યાત્મનો ઉતમ ગ.૧-૧-૧) અને વૈશેષિક સૂત્ર (Viડપાનનમેષનીવનમનોતીન્દ્રિયાન્તર્વિવારા: સુવહુ છાષપ્રયત્નાશાત્મનો તિતિ | મ.રૂ-ર૪) જીવ=આત્માનું જે લક્ષણ બાંધે છે; તે તેઓને સ્વીકાર્ય છે. (જુઓ-સ.પ્ર.પૃ.૧૦૦, ૨૯૮) જીવ વિભુ નથી બલ્ક પરિચ્છિન્ન છે; અલ્પજ્ઞ છે; અલ્પસામર્થ્યવાનું છે. ઈશ્વર અને જીવ વચ્ચે વ્યાપ્ય-વ્યાપક, ઉપાસ્ય-ઉપાસક અને પિતા-પુત્રાદિ સંબંધ તેઓ સ્વીકારે છે. (પ્ર સ્વમંતવ્યામંતવ્ય પ્રકાશ; પૃ. ૯૫૪) જેમ જીવની સત્તા અનાદિ છે; તેમ જીવની સાથે તેના થકી થતાં કર્મો પણ અનાદિ છે. કોઈ પણ જીવ ક્ષણમાત્ર પણ કર્મ-રહિત રહી શકતો નથી. (સરખાવો-નહિ શત્ ક્ષાપિ નાતુ તિછત્યવર્મવૃત્ - ગીતા ૩.૫) સન્તાનોત્પત્તિ, તેમનું પાલન, શિલ્પવિદ્યા વગેરે સારાં-ખોટાં કર્મ જીવનાં છે. જે જીવ પોતાના મન-કર્મ-વચનથી જેવું પાપ-પુણ્ય કરે છે; તેવું જ તે ભોગવે છે. જેમ કોઈ કારીગરે પહાડમાંથી લોઢું કહાડ્યું, એ લોઢું કોઈ વ્યાપારીએ લીધું. એની દુકાનેથી લુહાર લઈ ગયો અને તેણે તલવાર બનાવી. તેની પાસેથી કોઈ સિપાઈ એ તલવાર લઈ ગયો અને પછી કોઈને એનાથી મારી નાખ્યો. હવે અહીં જેમ પેલા લોઢું ઉત્પન્ન કરનારને, તેનાથી તલવાર બનાવનારને અથવા તલવારને પકડીને રાજા દંડ કરતો નથી; કિન્તુ જેણે તલવારથી માર્યો છે, તેને જ દંડ આપે છે; એ જ રીતે શરીર વગેરેની ઉત્પત્તિ કરનાર પરમેશ્વર તેના કર્મોનો ભોક્તા થતો નથી, કિન્તુ જીવને ભોગાવનાર થાય છે. (સ. પ્ર. પૃ. ૨૯૭) જીવઃ કર્મ કરવામાં સ્વતંત્રઃ '' ગીતા-ઉપનિષદ્ વગેરેની જેમ સ્વામી દયાનંદ પણ જીવને કર્મ કરવામાં સ્વતન્ત્ર માને છે. કર્મ કરવામાં જીવની સ્વતંત્રતાનો એમનો આશય એવો છે કે જીવને આધીન તેનું શરીર, પ્રાણ, ઇન્દ્રિય અને અન્તઃકરણાદિ હોય છે. જીવ ધારે તો આ બધાં સાધનોથી પુણ્ય પણ કરી શકે છે અને પાપ પણ કરી શકે છે. આમ, જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે. કર્મ કરવામાં જીવના સ્વાતંત્રની વાત એમણે આ રીતે નિશ્ચિત કરી છેઃ ' “જો સ્વતંત્ર ન હોય, તો તેને પાપ-પુણ્યનાં ફળ કદી પ્રાપ્ત થઈ શકે નહીં, કેમકે જેમ બૃત્ય, સ્વામી અને સેના, સેનાધ્યક્ષની આજ્ઞા અથવા પ્રેરણાથી યુદ્ધમાં અનેક પુરુષોને મારીને પણ અપરાધી બનતા નથી, તેમ પરમેશ્વરની પ્રેરણા અને આધીનતાથી કામ સિદ્ધ થતાં હોય તો, જીવને પાપ કે પુણ્ય નહીં લાગે, તે (પાપ-પુણ્યના) ફળનો ભાગી પણ (પેલો) પ્રેરક પરમેશ્વર જ થાય. નરક-દુઃખ, સ્વર્ગસુખની પ્રાપ્તિ પણ પરમેશ્વરને જ થાય.” (સ.પ્ર. પૃ. ૨૯૬-૨૯૭) જેમ કોઈ મનુષ્ય શસ્ત્ર વિશેષથી કોઈને મારી નાખ્યો, તો તે મારનારો પકડાય છે અને તે જ દંડનીય થાય છે, શસ્ત્ર નહીં, તેમ પરાધીન જીવ પાપ-પુણ્યનો ભાગી થઈ શકે નહીં. એટલા માટે પોતાના સામર્થ્યનફળ કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે. પરંતુ જ્યારે તે પાપ કરી રહે છે, ત્યારે ઈશ્વરની વ્યવસ્થામાં પરાધીન થઈને પાપનું ફળ ભોગવે છે. એટલા માટે કર્મ કરવામાં જીવ સ્વતંત્ર અને પાપનું દુઃખરૂપ ફળ ભોગવવામાં પરતત્ર હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy