SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXVI, 2003 ભગવદ્ગીતામાં સ્વધર્મ-પરધર્મ વિચાર 17 (ક) Minor આ પાઠ સ્વીકારે છે. એમને લાગે છે કે આ પાઠ પહેલાં કરતાં વધુ સારો છે. એ ય ને વધુ સારી રીતે ઉપસાવે છે. “બીજાના ધર્મમાં ભલે ઉદય (Prosperity) હોય, તો પણ પોતાના ધર્મમાં મૃત્યુ વધુ સારું' આ પાઠાંતર પહેલી પંક્તિ સાથે અર્થની રીતે પણ સુસંગત છે. રાવ બહાદુર પ્રહલાદ સી. દિવાનજીએ સ્વધર્મ અને પરધર્મ વિશે સ્પષ્ટતા કરી છે, તે યોગ્ય છે. જે DUTY પોતાને APPROPRIATE હોય તે સ્વધર્મ છે; બીજાને APPROPRIATE હોય તે પરધર્મ છે. આ બંનેમાં સ્વધર્મ વધુ સારો. સ્વધર્મનું સ્વરૂપ આ રીતે નિશ્ચિત થઈ શકે : ૧૦ (અ). અસત્ય, કપટ, ચોરી, હિંસા, બનાવટ, વ્યભિચાર આ નિષિદ્ધ ધર્મો છે. તે કોઈને માટે સ્વધર્મ નથી. (બ) કામ્યકર્મો કોઈને માટે અવશ્ય કર્તવ્ય નથી. તેથી એની ગણના સ્વધર્મમાં નથી. ઈશ્વર ભક્તિ, સત્ય ભાષણ, માતપિતાની સેવા, ઇન્દ્રિય સંયમ, બ્રહ્મચર્યપાલન, , વિનય - આ સૌ કોઈને માટે સ્વધર્મ છે. (ડ) વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિની અપેક્ષાએ જેને માટે જે કર્મ વિહિત છે; એ એનો સ્વધર્મ છે. વેદાધ્યયન, યજ્ઞ, બ્રાહ્મણ માટે ધર્મ છે. સગુણોની બહુલતા સન્યસ્ત આશ્રમમાં ધર્મ છે. * શ્રી ટીળકે'' સાંપ્રતતાને અનુરૂપ હજુ વધુ વ્યવહારૂ અર્થ આપ્યો છે - ગમે તે ધંધો એકવાર સ્વીકાર્યો પછી તે ચાતુર્વર્ય વ્યવસ્થાનુસાર સ્વીકારો કે પોતાની ખુશીથી સ્વીકારો - એટલે તે ધર્મ થાય છે; પછી પ્રસંગ વિશેષે આગળ કોઈ પ્રસંગે તેમાં ખોટ કહાડી પોતાનું કર્તવ્ય કર્મ છોડી દેવું એ સારું નહિ, જરૂર પડે તો તે ધંધામાં જ કરવું જોઈએ. કોઈપણ ધંધો લઈએ તેમાં કાંઈને કાંઈ દોષ તો સહજ કાઢી શકાય તેવું હોય છે. પરંતુ તેટલા ઉપરથી આપણુ નિયત કર્મ છોડવું તે ધર્મ નથી.” ભાષ્યકાર શંકરાચાર્યરબંને ઘર્મોનો વિરોધ આ રીતે ઉપસાવ્યો છે, પોતાના ધર્મમાંથી ગુણ જતો રહ્યો હોય, તો પણ આચરવો. બીજાનો ધર્મ સારા ગુણો સાથે આચરી શકાય તેવો હોય તો પણ તેના કરતાં પોતાનો ધર્મ વધુ સારો. બીજાના ધર્મમાં રહીને જીવવું એના કરતાં પોતાના ધર્મમાં રહીને મૃત્યુ પણ સારું કારણકે પરધર્મ નરક જેવી દુર્ગતિનો ભય ધારણ કરે છે. સ્વધર્મપાલનમાં મૃત્યુ પણ શ્રેયસ્કર છે. અહીં “મૃત્યુ' ઉપલક્ષણાર્થે છે. વિનાબા એનો લક્ષ્યાર્થ આપે છે “મૃત્યુ = મરણ' ભયાવહ ભાસનારી આપત્તિ (નિષ્ફળતા સૂચક). એ જ રીતે પરધર્મ ‘ભયાવહ છે. એમ કહ્યું છે; ત્યાં એમણે લક્ષ્યાર્થ જોયો છે : “ભયંકર = અનર્થકારી, દોષાવહ, દુઃખહેતુ, પતનકારણ' - આ શ્લોક (૩-૩૫) ના દુરર્થઘટન થાય છે, તેની સામે શ્રી મણિલાલ દ્વિવેદી ઉગ્ર આક્રોશ વ્યક્ત ' ' ભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy