SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 106 કાનજીભાઈ એમ. પટેલ SAMBODHI તિ વિજ્ઞા સચ્છિકતા” જેવા ઉલ્લેખોથી કહી શકાય.આ ત્રણ વિદ્યાઓમાંથી બેનો સંબંધ પોતાના અને અન્ય પ્રાણીઓના કર્માનુસાર પુનર્જન્મની સ્મૃતિ સાથે છે. આમ, ભગવાન બુદ્ધે કર્મનો ઉપદેશ આપ્યો છે અને પુર્નજન્મનો સ્વીકાર કર્યો છે. તેમણે વારંવાર કહ્યું છે કે, તેમનો ધર્મ આ લોક અને પરલોક બંનેના સુખ માટે છે અને સાથે સાથે અનત્તાની વાત કરી છે. તો પછી પુનર્જન્મ કોનો? સ્થિર આત્મા તો છે નહીં, કર્મનો કર્તા અને ભોક્તા કોણ? કર્મનું ફળ કોને મળે ? સંસ્કારોને તો અનિત્ય કહ્યા છે. તો પછી “સત્તા હિ મન્તનો નાથો” “અન્નદીપ ભવ’ કહેવાનો શો અર્થ? બૌદ્ધ દર્શન અનાત્મવાદી છે. પણ તેઓ અનાત્મવાદ વિશિષ્ટ પ્રકારનો છે. તેમણે એમ નથી કહ્યું કે આત્મા છે અને એમ પણ નથી કહ્યું કે આત્મા નથી. બોદ્ધ દર્શનોમાં આત્મા જેવી કોઈ સ્વતંત્ર સત્તાને અવકાશ નથી. મનુષ્ય યા પુદ્ગલ કોઈ એક શુદ્ધ સત્તા નથી પણ માનસિક અને ભૌતિક અનેક અવસ્થાઓનો સમુદાય છે જે ઉત્પત્તિ અને વિનાશના ક્રમમાં ચાલ્યા કરે છે. બધી ભૌતિક અવસ્થાઓનું સમુહાત્મક નામ, રૂપ છે અને બધી માનસિક અવસ્થાઓનું સમુહાત્મક નામ એ “નામ છે. નામની ત્રણ અવસ્થાઓ છે – સંજ્ઞા, વેદના અને સંસ્કાર. કોઈ વસ્તુની ઓળખ એ સંજ્ઞા છે. વિષયના સ્પર્શથી સુખ-દુઃખની અનુભૂતિ થાય છે તે વેદના છે. વિતર્ક, વિચાર, લોભ, દ્વેષ, કરુણા આદિ માનસિક પ્રવૃત્તિઓ સાથે મળીને સંસ્કાર બને છે. એમ પણ કહી શકાય કે અનુભવ દ્વારા ઉત્પાદ્ય અને સ્મૃતિ માટે કારણભૂત સૂક્ષ્મ માનસિક પ્રવૃત્તિઓ સંસ્કાર કહેવાય છે. ચિત્ત, વિજ્ઞાન અને મન પ્રાયઃ એકાર્થી છે. બુદ્ધ જ્ઞાનપ્રાપ્તિ પછી સારનાથમાં પંચવર્ષીય ભિક્ષુઓને ચાર આર્ય સત્ય, અષ્ટાંગિક માર્ગ અને પ્રતીત્ય સમુયાદનો ઉપદેશ આપ્યો. મિગદાય વિહારમાં ભિક્ષુઓને ઉપદેશ આપતાં તેમણે કહ્યું – રૂપ આત્મા નથી. સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન આત્મા નથી. આ બધું અનિત્ય છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન રોગને આધિન છે. તે અનિત્ય છે માટે તે આત્મા નથી. જે આત્મા નથી તેમાં નિર્વેદ ઉત્પન્ન થવો જોઈએ, તેનાથી વિરક્ત થવું જોઈએ.” દીઘનિકાયના મહાનિદાન સુત્તમાં આનંદને, મઝિમનિકાયના રાહુલોવાક સુત્તમાં રાહુલને અને પુણોવાદ સુત્તમાં તેમના શિષ્ય પૂર્ણને તેમજ અનેક સ્થળે આ જ અનાત્મવાદનો તેમણે ઉપદેશ આપ્યો છે. નાગસેન, અશ્વઘોષ, નાગાર્જુન, અસંગ, વસુબવુ, દિન્નાગ, ધર્મકીર્તિ, શાન્તરક્ષિત આદિ તેમના સેંકડો ભિક્ષુએ પણ આ જ ઉપદેશ આપ્યો છે. અનાત્મવાદી બુદ્ધના પુનર્જન્મની સમસ્યા નાગસેન અને રાજા મિલિન્દના વાર્તાલાપના આધારે સમજી શકાય છે. “યો ૩૫ન્નતિ સી વ તો ૩૮૯ સભ્યો ?” એવા મિલિન્દના પ્રશ્નના જવાબમાં નાગસેન કહે છે કે “ વસો મન્ગો તત્તિ ”. બાળક, યુવાન અને વૃદ્ધની સ્થિતિઓ અલગ અલગ છે. છતાં તે સાવ ભિન્ન નથી. એ રીતે ધર્મોના લગાતાર પ્રવાહથી એક ઉત્પન્ન થાય છે અને બીજાનો વ્યય. બન્ને કામ યુગપત બને છે. રાજા પ્રશ્ન કરે છે કે આ જ નામ-રૂપ જન્મ પ્રહણ કરે છે? જવાબ છે કે નહીં. આ જ નામ-રૂપ જન્મ ગ્રહણ કરતા નથી. પણ આ નામ-રૂપે જે શુભ અશુભ કર્મો કર્યા છે તે કર્મો દ્વારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy