________________
188
ડો. રસેશ જમીનદાર
SAMBODHI અનૂરના ઐતિહાસિક શહેર પાસે જમ્મુથી અઠ્ઠાવીસ કિલો મીટરના અંતરે સ્થિત અંબરાનનો વિસ્તાર ૧૯૨૦ના દાયકામાં ત્યાંથી સંપ્રાપ્ત થયેલા પક્વમૃત્તિકા મસ્તકના અવશેષોથી જગખ્યાત થયેલો. પક્વમૃત્તિકામસ્તકો લાહોરના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. લાહોર મ્યુઝિયમના તત્કાલીન
ક્યૂરેટર ચાર્લ્સ ફેબ્રીએ ૧૯૫૦ના દાયકામાં અંબરાના વિસ્તારની મુલાકાત લઈને સાબિત કરેલું કે પક્વમૃત્તિકાનાં શિલ્પોનું આ જન્મસ્થાન છે; અને વિશ્વવ્યાપી ધ્યાનાકર્ષણ બનેલું આ સ્થળ ગંધારકલાનું લાક્ષણિક કેન્દ્ર હતું.
અહીંથી પક્વમૃત્તિકાનાં ખંડિત શિલ્પોમાં આંગળીઓ, ચહેરાઓ અને શરીરના અન્ય અંગોપાંગોના અવશેષોનો સમાવેશ થાય છે. ઉપરાંત માટીનાં ઠીકરાં, વાટકા, ઝારી, રસોઈ પાત્ર પણ હાથ લાગ્યાં છે; જે કુષાણકાલીન બૌદ્ધસ્થળ હોવાનું સૂચવે છે. વિશાળ બૌદ્ધ વિહાર સંકુલ (જેમાં મહાતૂપ સાથે સંલગ્નિત માન્યતાના નાના સ્તૂપો) ઈશુની પહેલી બીજી સદી દરમ્યાન નિર્માણ પામ્યાં હોવાનું જણાય છે. એનાબ નદીમાં સમયાંતરે આવતા પૂરથી આ પુરાવસ્તુકીય સ્થળને સારું એવું નુકસાન થયેલું છે. અહીંથી પ્રાપ્ત શિલ્પો બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગોને પ્રતિબિંબિત કરે છે. ૩૦૦૦ વર્ષ પૂર્વેનું હાડપિંજર
હેમવતી નંદન બહુગુણા ગઢવાલ વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદોને ગઈ સદીના અંતિમ વર્ષના પૂર્વાર્ધમાં ગઢવાલના ડુંગરોમાં સ્થિત મલારી ગામેથી પ્રાગૈતિહાસિક યુગનું એક માનવહાડપિંજર હાથ લાગ્યું. ગઢવાલ અને કુમાઉના ડુંગરોના વિસ્તારમાં ગઢવાલ યુનિવર્સિટીના પુરાવિદો તરફથી ચાલી રહેલા ઉત્પનન દરમ્યાન આ પુરુષ- હાડપિંજર મળી આવ્યું હતું જેના આધારે પ્રાધ્યાપક વિનોદ નોતિયાલ જણાવે છે કે ગઢવાલ હિમાલયી પ્રદેશને પાષાણયુગ સાથે સાંકળી શકાય. આથી અનુમાની શકાય કે આ પ્રદેશમાં માનવજીવન ત્યારે અસ્તિત્વ ધરાવતું હતું. છ ફૂટની ઊંચાઈ ધરાવતા આ હાડપિંજર ઉપરથી એવું સૂચિત થાય છે કે હિમાલયના આ વિસ્તારમાં કોઈ જાતિના માનવો તિબત્ત થઈ આવ્યા હોય અને મલારી ગામ ગઢવાલ-તિબત્ત સરહદ ઉપર આવેલું છે. આ વિસ્તારમાં માનવજીવન ઈશુની સાતમી સદી પછી અસ્તિત્વમાં હતું એવી માન્યતા આ હાડપિંજરની શોધથી નિર્મૂળ થાય છે. કુમાઉ પ્રદેશના સરના-બસેડી વિભાગમાંથી પાષાણયુગનાં થોડાંક હાડપિંજરો પણ હાથવગાં થયાં છે. પાષાણયુગથી ૧૪મી સદીની માનવવસાહત વિશે પ્રકાશ
મધ્ય પ્રદેશના મહાસમુંદ જિલ્લામાં મહાનદીના કાંઠેથી ગઈ સદીના છેલ્લા વર્ષના મધ્યમાં વિખ્યાત પુરાવસ્તુકીય સ્થળેથી પાષાણયુગથી આરંભી અલાઉદ્દીન ખલજીના સમય સુધી (૧૪મી સદી)ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org