SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XV, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ.. 189 માનવવસાહતના અવરોષો હાથ લાગ્યા છે. રાયપુરથી પૂર્વોત્તર પંચાસી ક્લિોમીટરના અંતરે આવેલા સિરપુર સ્થળેથી પ્રાગૈતિહાસિક માનવે (આશરે બે લાખ વર્ષ પૂર્વકાલીન) ઉપયોગેલાં પાષાણ-ઓજારો શોધી કાઢવામાં આવ્યાં છે. આ જ સ્થળેથી જિતલ નામક દ્વિભાષી સિક્કાઓ પણ હાથ લાગ્યા છે જે અલાઉદ્દીન ખલજીએ (૧૨૯૬ થી ૧૩૧૬) પડાવ્યા હતા. આ બહુમૂલ્ય અને અલભ્ય એવા અવશેષો એવા સ્થળેથી ઉપલબ્ધ થયા છે જ્યાંથી અગાઉ વિશાળ બૌદ્ધ વિહાર (ભિક્ષુણીઓના નિવાસસ્થાન સહિત) અને સુંદર શિવાલય શોધાયાં હતાં. આ બંને ધર્માલયોની ઇમારતોના પાયાના પથ્થરો કાળા શિષ્ટના અને ઉપનું બાંધકામ ઈટરી હોવાનું જણાયું છે. આ બધા પૂર્વકાલીન અવશેષો સમકાલીન સંસ્કૃતિની સાહેદી પૂરે છે. પથ્થરનાં હથિયારો વિહારના નીચલા સ્તરથી એક મીટરની ઊંચાઈએથી પ્રાપ્ત થયા છે, જ્યારે સિક્કાઓ જમીનના ઉપલા સ્તર ઉપરથી મળી આવ્યા છે. સિક્કાઓની સંપ્રાપ્તિ ચોક્કસ સમયનો નિર્દેશ કરે છે, કેમ કે તે દ્વિભાષી છે અને અલાઉદ્દીન ખલજીનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. આથી પ્રસ્તુત સ્થળ ચૌદમી સદી સુધી માનવવસાહતથી ધમધમતું હતું. માનવવસવાટની આ ઉત્તર સીમા છે. તો પાષાણ ઓજારો લીલુડી ધરતીના સ્તરથી એક મીટર નીચેના કંકરસ્તરમાંથી હાથ લાગ્યાં છે જેનો સમય આશરે બે લાખ વર્ષ પૂર્વેનો અંકાય છે. આથી માનવવસવાટની આ પૂર્વસીમા છે. ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થાના સ્થાનિક કાર્યાલયના ડો. એમ. ઇલ્યાસ કુદ્સી અને ડો. જી. એસ. ખાજાએ આ સિક્કાઓ ઉપરનું લખાણ આ મુજબ ઉકેલ્યું છે : સુલતાન-ઉલ-અઝમઅલ્લાઉદુન્યવાદ-દીન એક તરફ છે; તો સિક્કાની બીજી બાજુ વર્તુલની બહાર શ્રી સુલતાન અલાઉદ્દીન અને અંદર મોહમ્મદ શાહ વંચાય છે. સંસ્કૃત વર્ણ શ્રી-નો નિર્દેશ અહીં ધ્યાનાર્હ બને છે. અહીં એ નોંધપાત્ર બને છે કે અકબરના ચાંદીના એક પ્રકારના સિક્કાના અગ્રભાગમાં જમણી તરફ મુખવાળા ધનુષધારી રામની ઊભી પ્રતિમા અને તેમના ડાબા હાથે સીતાની ઊભી આકૃતિ કોતરેલી છે. જહાઁગીરના કેટલાક સિક્કાના પૃષ્ઠ ભાગમાં સૂર્યનું ચિહ્ન પ્રાપ્ત થાય છે. મહમૂદ ઘોરીએ એના સોનાના એક પ્રકારના સિક્કાના અગ્રભાગે બેઠેલાં લક્ષ્મીજીની આકૃતિ કોતરાવી હતી. એના દેહલીવાલ પ્રકારના સિક્કા ઉપર નંદીની આકૃતિ પણ જોવા મળે છે. આથી પ્રત્યય થાય છે કે મુસ્લિમ સુલતાનો અને પાદશાહોમાંના ઘણા, વિજિત પ્રદેશના, રીતરિવાજોને શક્યતઃ સન્માનવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમને ઇસ્લામી કાનૂન અંતરાયરૂપ બનતા ન હતા. સિરપુર ખાતે થયેલા પુરાવસ્તુકીય ઉત્પનને એક મહત્ત્વની પણ રસપ્રદ અને ભૌગોલિક હકીકત આપણી પ્રત્યક્ષ કરી છે અને તે છે વિનાશક ભૂકંપનો પહેલ પ્રથમ પુરાવસ્તુકીય પુરાવો; જે વડે આઠમી સદીના અંતમાં થયેલા ભૂકંપથી વેરાયેલા વિનાશની હકીકતો આપણને સંપડાવી આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy