SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXV, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ... 187 ઠાકુરના ‘ગીતાંજલિ’ ગ્રંથનું હોવું એ એમના ઠાકુરકાવ્યના પ્રેમપરસ્તીનું ઘોતક ઉદાહરણ છે. આ વડાપ્રધાને ગીતાંજલિનું ભાષાંતર કર્યું છે. બંગલાદેશમાં સેંકડો શાળાઓનાં અને અન્ય સંસ્થાઓમાં રવીન્દ્ર સંગીતને શીખવવામાં અને ગાવામાં આવે છે. ઠાકુર એટલે યુનિવર્સલ કવિ. દ્વારકા મંદિર સંકુલમાં અન્ય મંદિરના અવશેષો દ્વારકા ભારતીય સંસ્કૃતિનું મહાતીર્થ છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું ડાકોર અને જામનગર જિલ્લામાં આવેલું દ્વારકા વૈષ્ણવ સંપ્રદાયનાં મુખ્ય કેન્દ્રો છે. મથુરામાં જન્મેલા શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગુજરાત હતી. મથુરાના શાસકોથી ત્રાસેલા યાદવો શ્રીકૃષ્ણની સલાહથી ગુજરાત આવ્યા અને સમુદ્રતટે વસેલી પૂર્વકાલીન કુશસ્થલી નગરીના પુરાણા દુર્ગને સમરાવી ત્યાં દ્વારાવતી નગરી વસાવી હતી. તે આજનું આ દ્વારકા. આ સ્થળ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તીર્થ તરીકેનો તેનો મહિમા તો છે જ; સાથોસાથ શ્રી આદ્ય શંકરાચાર્યે ભારતમાં ચાર દિશામાં સ્થાપેલા સંસ્કૃતિરક્ષક ચાર મઠોમાંનો એક મઠ અહીં છે. આથી આ તીર્થસ્થળ કૃષ્ણભક્તિ અને શિવભક્તિ ઉભયના ઉપાસકો માટેનું મહત્ત્વનું ધર્મકેન્દ્ર છે. ‘જગત- મંદિર’ તરીકે ખ્યાત દ્વારકાધીશનું મંદિર અહીંના મંદિરસમૂહમાં મુખ્ય આકર્ષણ છે. અહીંથી ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થાના પુરાવિદોને, વર્તમાન મંદિરના અસ્તિત્વ ધરાવતા દરવાજાને તોડી પાડવાની પ્રક્રિયા દરમ્યાન, આઠસો વર્ષ પુરાણા વિષ્ણુ મંદિરના અવશેષો હાથ લાગ્યા; ગઈ સદીના અંતિમ વર્ષના પૂર્વાર્ધ દરમ્યાન. સંભવતઃ વર્તમાન દ્વારકા મંદિરનું નિર્માણ થયું ત્યારે આ વિષ્ણુમંદિર તોડી પાડવામાં આવ્યું હોય. દરવાજાના વિશાળ સ્તંભોને જમીનદોસ્ત કરવા સમયે આઠથી નવ ફૂટ જાડી દીવાલ હાથ લાગી છે જેને પરિણામે વિષ્ણુમંદિરના અવશેષો સુરક્ષિત રહ્યા હોવાનું સૂચવાય છે. આથી એવું સૂચિત થાય છે કે દ્વારકા મંદિર સંકુલનું નિર્માણ વિવિધ સમયે થયું હોય જેમાં વિષ્ણુમંદિરના હાથવગા થયેલા અવશેષો આઠસો વર્ષ પૂર્વ સમયના જ્યારે મુખ્ય મંદિર આશરે સાડાચારસો વર્ષ પૂર્વેનું હોવું જોઈએ. કુષાણકાલનું બૌદ્ધસંકુલ શોધાયું જમ્મુ પ્રદેશના સાંસ્કૃતિક ઇતિહાસના પુનર્નિર્માણને ઉપયોગી એવી પ્રથમ વાર બૌદ્ધસંકુલની શોધ ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણની સફળતાનું ઘોતક છે. જમ્મુ જિલ્લાના અખ્તર પાસેના અંબરાન પાસેથી ઉપલબ્ધ થયેલા આ અવશેષો કુષાણકાલના હોવાનો પુરાવિદોનો મત છે. ચેનાબ નદીના કિનારે સ્થિત અનૂરને આ શોધથી મહત્ત્વનું બૌદ્ધધર્મનું કેન્દ્ર હોવાનું સૂચિત કરે છે. ઈસ્વીની પહેલીથી ચોથી સદી દરમ્યાન આ કેન્દ્ર ધ્યાનાર્હ અસ્તિત્વ ધરાવતું હતું. અહીંથી ૧૯૨૦ના દાયકા દરમ્યાન વિશ્વવિખ્યાત ‘અનૂર ટેરાકોટા’નો આ વિસ્તાર હોવાનો પ્રત્યય થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy