________________
186 ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI ગુરુદેવ ઠાકુરનું બાવલું પ્રેમમાં - કવિવર રવીન્દ્રનાથ ઠાકુર (૧૮૬૧-૧૯૪૧) વિશ્વમાન્ય સાહિત્યજ્ઞ હતા કેમ કે એમને સાહિત્યનો નોબેલ ખિતાબ ૧૯૧૩માં એમના ગ્રંથ “ગીતાંજલિ” માટે એનાયત થયો હતો ત્યારથી પશ્ચિમની દષ્ટિએ ઠાકુર ભારતીય સાહિત્યિક વિરાસત’ના પ્રતીકરૂપ સ્થાન પામ્યા હતા. આમ તો એમને ભારતના ગુઈયે અને ભારતીય પુનર્જાગરણના લીયોનાર્ડો દ વિન્સી તરીકે અભિજ્ઞાત કરાયા છે. કલા, સાહિત્ય અને જીવનમાં રવીન્દ્રનાથને બહુરાસન્નતાના પર્યાય તરીકે નવાજવામાં આવે છે. જોકે આપણી એ કમનસીબી છે કે ઠાકુર વિશ્વવિખ્યાત બન્યા પછી આપણે એમને ઘરઆંગણે ઓળખ્યા. અહીં કવિવર અને ગુરુદેવ ઠાકુરને યાદ આપણે સહેતુક કર્યા છે.
તાજેતરમાં ચેક રિપબ્લિક્ના ભારતીય એલચીએ પ્રેગના મેયરને ઠાકુરનું ઉત્તરાંગ ભેટ આપ્યું. રવીન્દ્રનાથે ૧૯૨૧માં પ્રેગની મુલાકાત લીધી હતી. એમણે ત્યારે ત્યાં જે પ્રવચન આપેલું તે એમનાં કાવ્યોથી સભર હોઈ એની પ્રગાઢ અસર સરકાર Leos Janacek ઉપર એવી થઈ કે એમણે ઠાકુરનાં કાવ્યોને સંગીતમાં મઢી લીધાં. એટલું જ નહીં ચાર્લ્સ યુનિવર્સિટીના (યુરોપની અતિપૂર્વકાલીન ૧૩૪૨માં સ્થપાયેલી) ઈન્સ્ટિટ્યૂટ ઓવ્ ઇન્ડિયન સ્ટડીઝના નિયામક પ્રાધ્યાપક Jaroslav Vacek ની પાસે Janacek એ કરેલી સંગીત રેકોર્ડની અનામત છે. પ્રાધ્યાપક Jaroslav ના મત મુજબ વીસમી સદીની વિદાયવેળાએ ચેકના બોદ્ધિકો માટે ઠાકુર ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ સંમાન્ય છે.
પ્રેગમાં ભારતીય એલચી કચેરીથી બહુ દૂર નહીં એવી એક પોળનું નામ ઠાકુર સાથે સંલગ્ન છે અને ત્યાંનું વહીવટતંત્ર ઠાકુરનું ઉત્તરાંગ ત્યાં ક્યાંક પ્રસ્થાપવા ઇચ્છે છે. હંગેરી પણ ઠાકુરને મહાન સંસ્કારએલચી તરીકે સન્માવે છે. પરંતુ પર્શિયાઈ કવિ હાફિઝની કબર પાસે રવીન્દ્રનાથના ફોટોગ્રાફની ઉપસ્થિતિને કેવી રીતે જોઈશું? શિરાઝમાં આવેલી હાફિઝની કબરની મુલાકાત કવિવરે ૧૯૩૨માં લીધી હતી તેની આ સ્મૃતિ હોઈ શકે. ચિત્રમાં ઠાકુરને હાફિઝના ગ્રંથને ખોલી રહેલા બતાવાયા છે. ત્યારે એવી પરંપરા હતી કે કોઈ મહાન કવિની કૃતિમાંના એક પૃષ્ઠને ખોલવું અને એની પ્રથમ પંક્તિઓનું રટણ કરવું. ઠાકુર એને અનુસર્યા. શ્રેષ્ઠ કવિતા કેવી પ્રેરણાનું પરિણામ હોય છે એવું કહેવાયું છે. વીસમી સદીમાં ભારતમાં-ગુજરાતમાં ફારસીનું અધ્યયન-અન્વેષણ ઘણા ઉમળકાથી થતું હતું. ગાલિબે ફારસીમાં લખેલા એના સર્વોત્તમ પત્રો એના હિન્દુ મિત્રોને સંબોધિત થયેલા છે. વારાણસીને વર્ણવતું એનું દીર્ઘ કાવ્ય ફારસીમાં છે.
ઠાકુરમાં સર્વરાષ્ટ્રવાદ કે વિશ્વબંધુત્વનું જે રક્ત વહી રહ્યું હતું તેણે તેમને ભારતના સઘ સન્માનીય કવિ તરીકે ઉપસાવ્યા હતા અને તેથી જ વિશ્વમાંના ક્યાંક ને ક્યાંક લત્તાના નામ તરીકે કે ક્યાંક બાવલારૂપે કવિવર આવકારાયા છે. તુર્કીના વડાપ્રધાન Bulent Ecevit ના અંગત ગ્રંથ સંગ્રહમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org