SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXV, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત એતિહાસિક ઘટનાઓ... 185 આપતાં સિકંદરે ઈચ્છેલું લક્ષ્ય રોકવામાં આવ્યું હતું. જો કે ઇસ્લામી શાસન દરમ્યાન કયાંક ક્યાંક મંદિરો અને મૂર્તિઓના વિધ્વંસની વિગતો ઈતિહાસે નોંધી છે, પણ તાલિબાનની વર્તમાન સરકારનું પગલું અને એમની દલીલ ઐતિહાસિક નથી તેમ ઇસ્લામિક પણ નથી. હા, ઇસ્લામ ખસૂસ બુતપરસ્તી (એટલે મૂર્તિપૂજાની વિરુદ્ધ) છે. પણ બામિયાનની બુદ્ધપ્રતિમાઓ તો અપૂજ છે અને તેથી વિશેષ ઐતિહાસિક છે અને વિશ્વસમસ્તનો અમૂલ્ય સાંસ્કૃતિક વૈભવી વારસો છે. તાલિબાનોનું વર્તમાને સદ્ય કૃત્ય મૂઢાચારથી સંલગ્ન છે; તેથી ખુદા રાજી ના થાય. પયગંબરને પ્રાર્થના કરવાનો માર્ગ તો સાત્ત્વિક અને તત્ત્વનિષ્ઠ હોવો જરૂરી છે. એટલે ઇસ્લામના પરિપ્રેક્ષ્યમાં કે કુરાનની આયાતોની દષ્ટિએ તાલિબાનના કૃત્યની ટીકા સહજ છે. એમનો ધર્મપ્રેમ કે એમનું બુતપરસ્તી વલણ નિંદનીય છે. કોઈ પણ ધર્મનો એ હક નથી બનતો કે તે અન્ય ધર્મના વિનાશનો જ વિચાર કરે. “અપૂજ પ્રતિમાઓ તો શું, તાલિબાનો રીતસરનાં હિન્દુ મંદિરો જમીનદોસ્ત કરે તો પણ એને વાજબી ઠેરવી શકાય એવી કોઈ ભૂમિકા નથી' એવું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્ટેકટીવ સ્ટડીઝના પ્રવક્તા મોહમ્મદ મજૂર આલમનું વિધાન ધ્યાનાર્હ બની રહે છે. જાણીતા વિચારક ડૉ. ગુણવંત શાહ એમના ૭-૪-૨૦૦૧ ના પત્રમાં લખે છે : સ્વીડન જઈ આવ્યો. ત્યાંની એક સ્ત્રી અફઘાનિસ્તાનની બુદ્ધ-પ્રતિમાઓ જોવા વર્ષો પહેલાં ગયેલી. ત્યાંના સૌ મુસ્લિમ ગ્રામજનો એ પ્રતિમાઓનો “શાહમામા’ તરીકે લાડથી આદર કરતા; માનતા પણ રાખતા... ઈતિ. સાર એટલો જ કે તાલિબાનોનું આ અધમ કૃત્ય ઉદારમતવાદી મુસ્લિમોને પણ સ્વીકાર્ય નથી. આ તો કદરપંથી અને ઇસ્લામના તત્ત્વને નહીં સમજનારા તથા ઈતિહાસની ઉપયોગિતાનું અજ્ઞાન ધરાવતા થોડાક ભાન ભૂલેલા મુસ્લિમોનું કારનામું છે જે વિશ્વસમસ્ત વખોડ્યું છે. તાલિબાન નેતા મુલ્લાહ મોહમ્મદ ઓમરે ૨૬મી ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ ફતવો બહાર પાડીને એવી જાહેરાત કરી કે અફઘાનિસ્તાનમાં ભગવાન બુદ્ધની વિશ્વખ્યાત મૂર્તિઓ અને ધાર્મિક શિલ્પકામ સહિતની અન્ય તમામ મૂર્તિઓ ઇસ્લામ વિરોધી છે એટલું જ નહીં તેથી ઇસ્લામી કાનૂનનું અવમાન થાય છે. તાલિબાનની ધાર્મિક સમિતિએ આદેશ બહાર પાડ્યો કે દેશમાંની તમામ મૂર્તિઓને તોડી પાડવી અને તેના હીરામાણેક-જડિત ટુકડા પણ કચરાપેટીમાં નાંખવા. કેમ કે કિંમત તેના માલિક માટે હોય, ઇસ્લામ માટે નહીં. આ ભાવના કેવળ ઈતિહાસની નહીં, બલકે પ્રત્યેક ધર્મની વિભાવનાની વિરુદ્ધની છે. ત્રીજી અને પાંચમી સદી દરમ્યાન ગિરિમાળામાંથી કંડારેલી આ બંને બુદ્ધપ્રતિમાનો તા. ૧-૩-૨૦૦૧ના રોજ તોપગોળાથી વિનાશ અને કાબૂલ સંગ્રહાલયમાં સુરક્ષિત આશરે છ હજાર જેટલા બૌદ્ધલાના અવશેષોનો નાશ વિષેતિહાસમાં મિસાલ મળવી-શોધવી અશક્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy