SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. રસેશ જમીનદાર SAMBODHI. ઇ-મુલાકાતીઓની પ્રત્યક્ષ થશે; દા.ત. દાઢી, ઝભ્ભો, શરીર ઇત્યાદિ. લોટોમેટિકાના ફેબ્રીઝીયો મેનીચેલાના જણાવ્યા મુજબ આ બાબતે ઇન્ટરનેટ નવું અને સક્ષમ માધ્યમ છે. અને એના ઉપયોગથી વિશ્વપ્રજા સુધી અમારી શોધોને પહોંચાડીશું; જેથી લોકો પ્રતિમાના પ્રચ્છન્ન ઇતિહાસને, તેનાં આધુનિક અર્થઘટનોને જાણી શકશે. 184 આમ તો, પોપ જુલિયસ બીજાએ માયકેલ એન્જેલોને મોઝેઝની પ્રતિમા કંડારવાની જવાબદારી સોંપી હતી. પરન્તુ અન્યથા તે કાર્ય શરૂ થઈ શક્યું નહીં જે ૧૫૧૩માં જુલિયસના અવસાન પછીથી શરૂ થયું; અને ત્રણ વર્ષમાં મોઝેઝની પ્રતિમા તૈયાર થઈ ગઈ. આ પ્રતિમા એટલી બધી લોકપ્રિય બની કે પ્રત્યેક રાજકુમાર પોતાની આવી પ્રતિમા બનાવવા ઇચ્છતા હતા. બૌદ્ધ મૂર્તિઓનો ધ્વંસ સાંસ્કૃતિક વૈભવી વારસાનાં જતન અને જાળવણી પરત્વેની કેટલીક ઘટનાઓ આપણે અવલોકી. જગતમાં જેનો વર્તમાને જોટો જડવો મુશ્કેલ છે, બલકે અશક્ય છે. એવી ઐતિહાસિક-સાંસ્કૃતિક પ્રતિમાઓના ધ્વંસની ઘટના અફઘાનિસ્તાનમાં તાલિખાન શાસકોએ આચરી બતાવી. આવું દુષ્કૃત્ય અને તેય સરકાર દ્વારા અસંભવ. છતાં તાલિબાનોએ આવું અધમ કૃત્ય અને તેય જંગલીયાત ભરેલું કર્યું તેને વખોડવું શું ? યુનોના પ્રતિનિધિઓ પણ તાલિબાનોને આમ ન કરવા સમજાવવામાં નિષ્ફળ રહ્યા. એવું કહી શકાય કે સંસ્કારભાષા કે સંસ્કૃતિની ભાષા તાલિબાનો સમજતા નથી. વિશ્વસમસ્તનાં અખબારોએ તાલિબાનોના આ હેવાનિયત કાર્યને વખોડ્યું છે. ‘બામિયાનનું મૃત્યુ’ એવું નામ આ ઘટનાને આપવું જોઈએ. આ કૃત્ય માનવજાતના ઇતિહાસમાં ઘાતકી, દારુણ, આપરાધિક, અમાનુષી, આસુરી અને અકલ્પનીય બની રહેશે. તાલિબાનો ઇસ્લામી છે, અને તાલિબાન સરકાર ઇસ્લામને નામે કારોબાર ચલાવવાનો દાવો કરે છે. ઇસ્લામમાં મૂર્તિપૂજા નિષેધ છે એમ કહીને ખામિયાનના ખડકોમાં કંડારેલી વિરાટકાય બે બુદ્ધપ્રતિમાઓનો ધ્વંસ કર્યો. આટલેથી સંતોષ ન થતાં અફઘાનિસ્તાનમાં અન્યત્ર સ્થિત સંગ્રહાલયોમાંની બૌદ્ધ પ્રતિમાઓનો વિનાશ પણ કર્યો. તાલિબાનના એક પ્રવક્તા સૈયદ હાશમીના જણાવ્યા મુજબ ‘બામિયાનનો વિધ્વંસ એ બાબરી મસ્જિદના ધ્વંસની જવાબી કારવાઈ છે.’ પણ આ દલીલ યોગ્ય નથી; કેમ કે અફઘાનિસ્તાનમાં આ પૂર્વે પણ મુસ્લિમ શાસકોએ રાજ કર્યું છે. પયગંબરના ખુદના સેનાપતિ ખાલિદ બિન વાલીદે બામિયાન ઉપર જીત પ્રાપ્ત કરી ત્યારેય પયગંબરે વિધ્વંસનો હુકમ કર્યો ન હતો તે જ્ઞાત છે. શરિયત અનુસાર ‘જૂનાં સ્થાનકો તોડવાં નહીં અને નવાં બાંધવાં નહીં” એવું કટ્ટરપંથી મુસલમાન બાદશાહ ઔરંગઝેબે બનારસના બ્રાહ્મણોને આપેલા ફરમાનમાં સ્પષ્ટ નોધ્યું છે. મુસ્લિમ તવારીખમાં નોંધાયું છે કે સિકંદર લોદીએ કુરુક્ષેત્રમાંનાં પુરાણાં હિન્દુ સ્થાનકોના ધ્વંસનું લક્ષ્ય બનાવ્યું હતું ત્યારે ઉલેમાએ તે ઇસ્લામ વિરુદ્ધનું કૃત્ય હોવાનો આદેશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy