SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXN, 2002 ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત એતિહાસિક ઘટનાઓ.. 183 જેમ જેમ ચિર વિદાય લઈ રહ્યા છે તેમ તેમ ભયાનક હત્યાકાંડ પરત્વેનો અભિગમ પરિવર્તન પામતો રહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી આશરે પાંચ લાખ યહૂદી લોકો ઇઝરાયેલ આવ્યા અને એમાંથી બે લાખ જેટલા હજી વિદ્યમાન છે. ઉપરાંત યુરોપ અને અમેરિકામાં રહેતા યહૂદીઓ વિશેષમાં. આ સ્મારક અમારા સામૂહિક ઓળખાણનું પ્રતીક છે. એડોલ્ફ હિટલર (૧૮૮૯ થી ૧૯૪૫) નાઝી નેતા હતો અને જર્મનીનો ચાન્સેલર (પ્રમુખ) હતો (૧૯૩૩ થી ૧૯૪૫). તે આપખુદ રાજકારણી હતો અને યહૂદીઓના આવા અકલ્પનીય નરસંહારનો એ વિધાતા હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન (૧૯૩૯ થી ૧૯૪૫) જ્યારે બર્લિન ઉપર સોવિયેટ રશિયાએ કબજો જમાવ્યો ત્યારે કહેવાય છે કે હિટલરે આપઘાત કર્યો હતો. જેરૂસલેમનું Yad Vashen સ્મારક હિટલરનાં કારાં કરતૂતોની અને યહૂદીઓની રાહાદતનું સ્મારક છે. ( વિશાળ વિશ્વ વિસ્તારે સ્મૃતિઓને અનુજીવીઓએ (survivors) વહેતી મૂકી છે; વિશેષ તો ચિત્તકોશમાં સંઘરી રાખવાને સ્થાને તેઓ તેને શબ્દસ્થરૂપ બક્ષે છે. ૧૯૭૦ના દાયકામાં પ્રત્યેક વર્ષે થોડીક સ્મૃતિષ્ણાઓ પ્રગટ થઈ હતી. પણ હવે પ્રતિવર્ષ બસો-અઢીસો જેટલી સ્મૃતિષ્પાઓ વિશ્વસ્તરે પ્રગટી રહી છે. ઉપરાંત ફોટાઓ, અવશેષો, યુદ્ધકાલીન, કલાસર્જનો ઇત્યાદિથી સ્મારક સમૃદ્ધ થતું જાય છે. “Hall of Names નો વિભાગમાં ૬૦ લાખમાંથી ૫૦ લાખ શહાદતીઓની વ્યક્તિગત માહિતી કોમ્યુટરમાં સાચવવામાં આવી છે. મોસેસની પ્રતિમા વેબકેમેરામાં વિજ્ઞાનની શોધો અમર્યાદ છે, સતત વિકસતી રહે છે. સમયે સમયે વિજ્ઞાનના વિશિષ્ટ ઉન્મેષો આપણને હાથવગા થતા રહે છે અને કેળવણીના અને અભિરુચિના અભિગમો પરિવર્તિત થતા રહે છે. ગ્રંથાલયો, સંગ્રહાલયો, દફ્તરાલયો ઇત્યાદિ કેળવણીનાં કેન્દ્રોની વ્યાખ્યા બદલાતી રહે છે, બલકે વિસ્તરતી રહે છે અને એના હેતુઓ ભાતીગળ થતા જાય છે અને વિજ્ઞાનની શોધોને કારણે ઉપલબ્ધ થતાં જતાં વિવિધ ઉપકરણોનો વિનિયોગ કેળવણીના પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસોન્મુખના સંદર્ભે વ્યાપકપણે થતો રહે છે. અહીં આપણે આવું એક ઉદાહરણ માઈકલ એન્જલોના હાથે ઘડાયેલી મોઝેઝની પ્રતિમા Ten Commandments ના પથ પર આકાર લઈ રહી છે. માઈકલ એન્જલો (૧૪૭૫-૧૫૬૪) ઈટાલીનો કવિ, સ્થપતિ, શિલ્પી અને ચિત્રકાર હતો. એનું આખું નામ હતું Michelangelo Buonarroti. એણે મોઝેઝનું શિલ્પ કંડારેલું હતું. રોમના વિનચોલી ચર્ચમાં સ્થિત આ પ્રતિમા લોકોનું મુખ્ય આકર્ષણ બન્યું ન હતું. પણ મોઝેઝ રેસ્ટોરેશન પ્રોજેક્ટ સાકાર થશે ત્યારે વેબકેમેરા મોઝેઝની પ્રતિમાના પ્રત્યેક અંગની ઝીણી વિગતો વિશ્વસમસ્તમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy