________________
182
SAMBODHI
ડૉ. રસેશ જમીનદાર ફેર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો લોકમાન્ય અધિકારી હતો અને સતારાના રેસિડન્ટ તરીકે અને પછીથી મુંબઈ પ્રાન્તના ગવર્નર તરીકે પણ રહી ચૂક્યો હતો. એણે ૧૮૫૦ના અરસામાં રેિ હૉલ' બાંધ્યો હતો. આરંભમાં બ્રિટિશ અધિકારીઓ અને એમના પરિવાર સારુ મહાબળેશ્વર કલબ અને ગ્રંથાલય પ્રજા માટે ખુલ્લો મુકાયાં હતાં.
કેરે ખંડ ઘણો વિશાળ છે. એનું ભોયતળિયું લાકડાનું છે. છત ઢળતા છાપરાથી યુક્ત છે. ખંડમાં બે અગ્નિસ્થાન (ભઠી) છે. બારીઓ વિશાળ છે. પછીતનો વરંડા કાઝપટ્ટીઓથી શોભે છે. મુખ્ય ખંડની પાસે આશરે ત્રણ હજાર ગ્રંથોનો ખજાનો છે.
હવે ફેરે ખંડ ઈતિહાસના સ્મૃતિચિહનને પ્રજા પ્રત્યક્ષ કરે છે. હિટલરી હત્યાકાંડને વાગોળતું સ્મારક
બીજા વિશ્વયુદ્ધ પછી આઠમા વર્ષે (૧૯૫૩માં) અને ઈઝરાયેલના સ્વતંત્ર રાષ્ટ્રની સ્થાપનાના પાંચમા વર્ષે જેરૂસલેમ પાસેના નીરવ ડુંગર ઉપર બંધાયેલું Yad Vashem સ્મારક આજેય ઈઝરાયલીઓના મનોચિત્તમાં અને વિશ્વમાં કેન્દ્રીય સ્થાન પામી રહ્યું છે; અડતાળીસ વર્ષનાં વહાણાં વાયાં છતાંય.
આ સ્મારક પડછે નાઝીઓ દ્વારા થયેલી સાઠ લાખ યહૂદીઓની ભસ્મહુતિની આહની સ્મૃતિ ભંડારાયેલી પડી છે; વિશ્વનું મુખ્ય સ્મૃતિમંદિર અને અન્વેષણ કેન્દ્ર બની રહ્યું છે. આ સ્મારકનો કેન્દ્રવર્તી ઉદ્દેશ લોકો અને તથ્યો ઉપરના ઝોકથી વ્યાસ છે. જેરૂસલેમના પ્રાકૃતિક તળશિલા (bedrock) ઉપર અઢી એકરની જગ્યા ઉપર આ સ્મારક અસ્તિત્વ ધરાવે છે. સમયે સમયે એનો વિસ્તાર થતો રહે છે અને ચીજવસ્તુઓનું ઉમેરણ થતું રહે છે. અર્થાત્ સ્મારકને વિકસતું રાખ્યું છું. હજી હમણાં જ દફતરભંડાર અને ગ્રંથાલયના વિભાગોની સ્થાપના થઈ, જેમાં ૫૫૦ લાખ પૃષ્ઠો ધરાવતા દસ્તાવેજો અને ૮૦,૦૦૦ ગ્રંથોને સંગૃહીત કરવામાં આવ્યા છે. એવું સૂચિત થાય છે કે ઇઝરાયેલનું આ સ્મારક વિશ્વમાં હત્યાકાંડની વિગતોથી ભરપૂર વિશાળ ભંડાર છે. સ્મૃતિઓ-યાદોની આ જીવંત ઇમારત છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. મહત્ત્વની બાબત તો એ છે કે પ્રાથમિક-માધ્યમિક શાળાના પ્રત્યેક યહૂદી વિદ્યાર્થીને આ સ્મારક બતાવાય છે જેથી નાઝીઓના હાથે થયેલા વિધ્વસીય નુક્સાનને પેઢી-દર-પેઢી જીવંત રાખી શકાય અને પૂર્વજોની શહાદતની જ્યોતને અખંડ જ્વલિત રાખી શકાય.
કહેવાય છે કે પ્રત્યેક વર્ષે ત્રણ લાખ જેટલા મુલાકાતીઓ આ સ્મારકની મુલાકાત લે છે. આથી વર્તમાન સ્મારકને ત્રણગણું મોટું બનાવાઈ રહ્યું છે જેમાં બધી જ આધુનિક ડિપ્લે ટેકનિકની સુવિધાઓ અનુસ્મૃત હશે. પંદરેક મહિના પૂર્વે ઈન્ટરનેશનલ સ્કૂલ ફોર હોલોકોસ્ટ સ્ટડીઝ’ નામનો વિભાગ શરૂ થયો. અનુજીવી (હત્યાકાંડની વિનાશક ઝંઝાવાતમાંથી સદ્દનસીબે બચી ગયેલા) લોકો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org