SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXW, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત એતિહાસિક ઘટનાઓ 179 નકશાવાચન, નકશા-અભ્યાસ, નકશા-અધ્યયન માટેની જોગવાઈ હોવી જોઈએ. પ્રત્યેક સ્તરના વિદ્યાર્થીને નકશાના ઉપયોગથી પરિચિત કરવા જરૂરી છે. સમયનો આ તકાજો છે. એક શિલા-નિર્મિત મંદિરનું જતન ભારતીય પુરાવસ્તુકીય સર્વેક્ષણ દ્વારા ગઈ સદીના અંતિમ વર્ષ દરમિયાન મધ્ય પ્રદેશના મંદસોર જિલ્લાના ધમનારમાં સ્થિત એક શિલાનિર્મિત મંદિર અને ત્રણ ધર્મોની ગુફાઓને વિનાશમાંથી બચાવવા મિષે એક સંકલ્પ હાથ ધરાયો છે–૧૯૩૫ના નેશનલ મોન્યુમેન્ટ એકટ અન્વયે. આ ધતિહ્ય સ્થાન વિલક્ષણ અને ભાતીગળ છે. અહીં બૌદ્ધ ધર્મ અને શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયના સહ-અસ્તિત્વને સાચવતું અને ૭મી-૮મી સદી દરમ્યાન એક જ રોલમાંથી કંડારેલાં મંદિર દેશ સમસ્તમાં આ પ્રકારનું એકમાત્ર સર્વધર્મસમભાવને સાચવતું ઐતિહાસિક સ્થાન છે. ઉપરાંત મંદિરનિર્માણની ત્રણેય પદ્ધતિ–વેસર, નાગર અને દ્રવિડ–શિખરના ભાગે એકસાથે જોવી પ્રાપ્ત થાય છે. મુખ્ય મઠગુફાઓ ડુંગરના દક્ષિણ ભાગે સ્થિત છે. છઠ્ઠા નંબરની મઠગુફા–જે ‘બડા કચેરીથી ખ્યાત છે-માં મધ્યભાગે મોટો ખંડ (જે વીસ ચોરસ ફૂટનો અને સ્તંભોથી આધારિત) આવેલો છે જેનું છાપરું સપાટ છે. સાત ચોરસ ફૂટના ત્રણ ઓરડા પ્રત્યેક બાજુએ આવેલા છે. વરંડા આગળના ભાગે અને ચૈત્યગુફા પછીતે આવેલાં છે. આનું સ્થાપત્ય સાદું છતાં આકર્ષક છે. “સમરાંગણ સૂત્રધાર’ નામક શિલ્પગ્રંથમાં વર્ણવ્યા મુજબનાં બધાં ધોરણો આ સ્થાપત્યમાં જોઈ શકાય છે અને ૧૮૪૨માં સહુ પ્રથમ જેમ્સ ટોડ અને ફર્ગ્યુસને એની નોંધ લીધી હતી. ડાયનોસૌરનું કબ્રસ્તાન ગુજરાતમાં જેની કલ્પનામાત્ર આપણને સહુને વિશ્વસમસ્તમાં રોમાંચિત, આશ્ચર્યચક્તિ અને ભયભીત કરી દે તેવું સરીસૃપ જૂથનું રાક્ષસી કાયા ધરાવતું પ્રાણી છે ડાયનોસૌર (કહો કે રાક્ષસી ગરોળી); જેનું અસ્તિત્વ વર્તમાને માત્ર અસ્થિઓ અને અવશેષો પૂરતું સીમિત છે. ગુજરાત આ રાક્ષસી કાયા ધરાવતા અને લુપ્ત થયેલા અથવા નિર્વશ થયેલા પ્રાણીનું કબ્રસ્તાન છે. માનવીના અકલ્પનીય આશ્ચર્યની અવધિ એટલે ડાયનોસૌર. આ પ્રાણીની ઊંચાઈ આશરે ૬૦ ફૂટ અને લંબાઈ આશરે ૪૦ થી ૫૦ ફૂટની હોય છે. ગુજરાતમાંથી સહુ પ્રથમ પંચમહાલ જિલ્લામાંથી આ નિર્વશ રાક્ષસી પ્રાણીનાં અશ્મિભૂત ઇંડાં અને અસ્થિ-અવશેષો બાલાશિનોર તાલુકાના રૈયોલી ગામેથી ૧૯૮૪માં હાથવગા થયા પછી અવારનવાર આ પ્રાણીના અવશેષો ગુજરાતમાં અન્યત્રથી વિશેષ કરીને કચ્છ જિલ્લામાંથી હાથ લાગતા રહ્યા છે. કયોલીમાંથી તો ૨૯ ફૂટ લાંબું દુર્લભ હાડપિંજર મળ્યું હતું જે જયપુર મ્યુઝિયમમાં લઈ જવાયું છે. આ સ્થળ ડાયનાસૌરનાં ઈંડાં સેવવાનું સ્થાન હોવાનું કહેવાય છે. ૧૯૯ત્ના ફેબ્રુઆરીની પચીસમીએ તો કચ્છની સરહદે આવેલા કુંવરબેટ ખાતેથી ડાયનોસોરનું સ્મશાન મળી આવ્યું, ઓઈલ એન્ડ નેચરલ ગેસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy