________________
180
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
કોર્પોરેશનના ભૂસ્તરવિજ્ઞાન વિભાગના પ્રયાસોથી. આ ભૂસ્તરવિજ્ઞાનીઓને અહીંથી જે અવશેષો હાથ લાગ્યા તેમાં ડાયનોસૌરનાં જડબાં, પગ, અન્ય અવયવોનો સમાવેશ થાય છે, જેનો સમય પ્રાગૈતિહાસિક હોવાનું સૂચવાય છે અર્થાત્ આજથી ૨૩ કરોડ વર્ષથી આરંભી સાડા છ કરોડ વર્ષ સુધી આ પ્રાણીનું સામ્રાજ્ય વિદ્યમાન હોવાનું સૂચવાય છે. એટલે કે Triassic સમયથી Cretaceous ના અંત સમય સુધી આ પ્રાણી વિદ્યમાન હતું. ભૂસ્તરવિજ્ઞાનીઓને કચ્છમાં ડાયનોસૌરના જે અશ્મિભૂત અવરોષો મળ્યા તે આશરે ૧૮ કરોડ વર્ષ જૂના હોવાનું જણાય છે. ૧૯૯૪માં અંજારમાંથી સાડા છ કરોડ વર્ષ જૂનાં ડાયનોસૌરનાં ઈંડાં હાથ લાગ્યાં હતાં. આ અવશેષો (બૉર્ડર સિક્યોરિટી ફોર્સ) સરહદ સલામતી દળની સુરક્ષામાં સચવાઈ રહ્યાં છે. કમનસીબી એ છે કે આ અવશેષોના વિજ્ઞાની અભ્યાસ કે પુરાવસ્તુકીય અભ્યાસ થયા નથી. ડાયનોસૌરના સર્જનથી પતન સુધીના વિકાસને દર્શાવતું, સાસ્યરૂ૫ રહેલું ગુજરાત એકમાત્ર સ્થળ છે એવું પ્રતીત થાય છે. પંચમહાલમાંથી મળેલાં ઈંડાં પૈકીનું એક ઈંડુ પ્રાધ્યાપક ર. ના. મહેતાએ આ લેખકના અધ્યક્ષપણા હેઠળના ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ અંતર્ગત ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલયને ભેટ આવ્યું હતું. ભારત સિવાય વિશ્વમાં અન્યત્રથી આવા અવશેષો હાથ લાગ્યા હોય તો કરોડોના ખર્ચે એ પરત્વે અન્વેષણો હાથ ધરાય અને પરિણામો પ્રગટ થાય તથા ડાયનોસૌર ઉદ્યાનનું નિર્માણ થાય. ભારતમાં-ગુજરાતમાં આ ક્યારે શક્ય બનશે? હઠીસિંગ સંસ્થાનું પ્રેરણાદાયી કાર્ય
આપણાં પૂર્વકાલીન ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્મારકોનાં જતન અને જાળવણીમાં આપણે ઊણા ઊતર્યા છીએ તે તો વિજયનગરના ઉદાહરણથી આપણે જોઈ શકાય. આવાં ઉદાહરણોના ગુણાકાર આપણને ઇતિહાસના પ્રત્યેક પૃષ્ઠ ઉપરથી થઈ શકશે. પરિસ્થિતિ સ્મારકોના જતન પરત્વે દયાજનક અને નિરાશાજનક હોવા છતાંય there is a silver lining. અમદાવાદમાં હઠીસિંગ હેરિટેજ ફાઉન્ડેશન નામની આ પરત્વે સજાગતા દાખવતી એક ધ્યાનાર્હ સંસ્થા છે. બીજી સંસ્થા છે અમદાવાદ સોસાયટી ફોર હેરિટેજ ઍન્ડ એન્વીરોનમેન્ટલ પ્રોટેકશન. ત્રીજી એક સંસ્થા છે સેન્ટર ફોર એન્વીરોનમેન્ટલ એડ્યુકેશન. આ બધી સંસ્થાઓ અમદાવાદ સ્થિત છે પણ રાષ્ટ્રકક્ષાએ પહેલ પ્રથમ આવી એક સંસ્થા શરૂ થઈ અને તે ટૂંકા નામે ઇન્ટાકINTACH)થી ઓળખાય છે. એનું આખું નામ છે ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ ઍન્ડ કલ્ચરણ હેરિટેજ. તો વિશ્વકક્ષાએ “વર્લ્ડ હેરિટેજ ડે” પ્રતિ વર્ષ ઊજવાય છે.
હઠીસિંગ હેરિટેજ ફાઉન્ડેશનનો હેતુ ભારતીય વિદ્યા અંતર્ગત બધી બાબતોનું અન્વેષણ કરવું અને એનો અભ્યાસ કરવો. આ સંસ્થાના ઉપક્રમે ૧૮-૪-૨૦૦૦ ના દિવસે હેરિટેજ પ્રીઝરવેશન કેમ્પઈન’ હાથ ધરાઈ હતી; જેનો મુખ્યાલય અમદાવાદ શહેરમાંની વૈભવ-વારસાથી વિભૂષિત સ્થળોનાં જતન, સંરક્ષણ, શિક્ષણ, જાગૃતિ અને વિકાસનો રહ્યો છે, જેથી અમદાવાદીઓમાં એમને પ્રાપ્ત થયેલી વીરાસત પરત્વે લગાવ થાય, સંબંધ બંધાય અને ગૌરવ પ્રસ્થાપિત થાય. આ સંસ્થાએ શરૂ કરેલી જતન-જાળવણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org