________________
ડૉ. રસેશ જમીનદાર
માલિકો એના ઉપર સર્પ બનીને બેઠા હોય છે. દફ્તરો અને સિક્કાઓના આવા ઉપયોગની મર્યાદાનો અનુભવ આ લેખકને થયેલો છે. પરન્તુ સમાજમાં ક્યાંક ક્યારેક અપવાદરૂપે એકાદ રજતરેખા જોવી પ્રાસ થાય છે. આવા એક અન્વેષણપરસ્ત શખ્સ છે મુંબઈના (પણ હાલ પૂણેમાં) સતીશ હોનાવર જેમણે પિતા વસંત એચ. હોનાવરના વૈભવ વારસાને પ્રજાપ્રત્યક્ષ કરવા સુરક્ષિત રાખવાનું રીક્ષણિક અને શોધનીય અભિયાન હાથ ધર્યું જેને પરિણામે ૧૩૦ નક્શાનો અદ્ભુત સંગ્રહ શોધકોને હાથવગો થયો એમ ખસૂસ કહી શકાય.
આ ૧૩૩ નક્શાઓ તૈયાર કરવાનો પરવાનો ૧૮૯૫માં ઇંગ્લેંડની રાણીએ હોનાવર પરિવારને આપેલો અને લંડનની Belle Sauvage Works ની Cassell and Company લિમિટેડે તે છાપ્યા હતા. નકશાઓનો આ સંગ્રહ ભારતના અને જગતના પરિવર્તન પામતા સમોચ્ચરેખા (કોન્ટુર્સ) વિશે ભાતીગળ માહિતી સંપ્રાપ્ત કરી આપે છે. આ સંગ્રહમાં જે નક્શા સુરક્ષિત છે જેમાં વિવિધ સ્થળ-પ્રદેશોની ભૌગોલિક અને રાજકીય સીમાઓ દર્શાવાઈ છે. આમાં સેકસોની રાજ્ય, આલ્પ્સ, પર્શિયા, હંગેરી, પેલેસ્ટાઈન, કોન્સ્ટેન્ટીનોપલ, પોલિનેશયાઈ ટાપુઓ અને મલય ટાપુઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારત અને આસપાસના દુષ્પ્રાપ્ય નક્શાઓ પણ છે, જેમાં લશ્કરી નકશો ગૌરવભર્યું સ્થાન ધરાવે છે.
178
સતીશ હોનાવર જણાવે છે તેમ બંગાળ લશ્કર, મુંબઈ લરકર અને મદ્રાસ લશ્કર હતા. બંગાળ લશ્કર અધીન ઉત્તર-પૂર્વીય સમગ્ર પટ્ટીથી કાશ્મીર સુધી; મુંબઈ લરકરના અધિકારક્ષેત્રમાં રાજપૂતાના અને મધ્ય પ્રાંતો; તો મદ્રાસ લશ્કર હકૂમતનાં રંગૂન સુધીનો વિસ્તાર હતો. મોટા ભાગના નક્શાઓ ત્યારે લરકરીવ્યૂહ માટે સંસ્થાનવાદીઓએ તૈયાર કર્યા હતા. ભારતીય ઉપખંડના નક્શાઓ અભૂલ રીતે બ્રિટિશ સામ્રાજ્યના ચિત્રને અભિવ્યક્ત કરે છે. આ ઉપરાંત પ્રાણીજન્ય ઉત્પાદન, વાનસ્પત્ય ઉત્પાદન, જાતિઓ, ધર્મો, તારનાં દોરડાં, ખ્રિસ્તી મિશનરી કેન્દ્રો અને રેલવે અંગેના નક્શાઓ છે. હોનવર પાસે અમૂલ્ય લિથોગ્રાફ્સના મહત્ત્વની વ્યક્તિઓનાં એવાં ૪૦ ચિત્રો છે. બિલોરી કાચની મદદથી જોવાથી આ લિથોગ્રાફસનાં પ્રત્યેક રેખા, પ્રત્યેક બિંદુ સ્પષ્ટ જોઈ શકાય છે, જેનું નિર્માણ લંડન સ્થિત Vincent Brooks Day and Son Lith એ કરેલું છે. આ પ્રત્યેક નક્શો છેલ્લા એક સૈકા ઉપરાંતના સમયથી સંભાળપૂર્વક સચવાયેલો-સુરક્ષિત રખાયેલો છે અને તેમાંના ઘણા નક્શા સાથે અખબારની કાપલી પણ જોડેલી જોવા મળે છે.
SAMBODHI
સ્વાભાવિક જ નક્શાઓ કલામર્મજ્ઞો માટે આનંદરૂપ છે; વંશજો માટે અમૂલ્ય સંગ્રહ છે. નક્શામાં ગામ, નગર, શહેર, રાજ્ય ઉપરાંત સામાજિક, રાજકીય, ધાર્મિક અને લશ્કરી મહત્ત્વ ધરાવતાં સ્થાનોનો નિર્દેશ પૂરી ચોકસાઈથી થયેલો હોય છે. આથી શિક્ષણમાં અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org