________________
Vol. XXV, 2002
ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ...
આ જતન-જાળવણીના પ્રેરક અને સ્વપ્નશિલ્પી છે વડોદરાની મ.સ. વિશ્વવિદ્યાલયના સંગ્રહાલયવિદ્યા વિભાગના પૂર્વ-પ્રાધ્યાપક ડૉ. વી. એચ. બેડેર.. અને એમનું પ્રેરણાબળ છે ચૌલ વિસ્તારના રહેવાસીઓએ જાળવી રાખેલા પોર્ટુગલ રીતરિવાજો અને વૈભવવારસો. હેતુ છે આ પ્રોજેક્ટનો મુખ્યત્વે તો અહીંની ખાસ જ્ઞાતિ તરફથી ઉપયોગાતા પદાર્થો, પરંપરિત પ્રથાઓ, ધર્મવિધિઓ ઇત્યાદિ તસ્થાને જાળવી રાખવાનો.
ઐતિહાસિક દફ્તરો એવું સૂચિત કરે છે કે પોર્ટુગલના રાજાએ એના લશ્કરના માણસોને ભારતીય મૂળની સ્ત્રીઓને પરણવા પ્રોત્સાહિત કર્યા હતા; એવા ખ્યાલથી કે પોર્ટુગીઝો વિદેશી–પરાયા નથી પણ અહીં જ સ્થાયી થવા અને પોતાનો પરિવાર પ્રસ્થાપવા ઇચ્છે છે. આને કારણે ચૌલ વિસ્તારની વસતી મિશ્ર પિતૃત્વવાળી બની રહી. પછીના સમયે મરાઠાઓથી મહાત થયેલા પોર્ટુગીઝો આ સ્થળ છોડીને ગોવામાં સ્થાયી થયાં, પણ સ્થાનિક પ્રજા તો પૂર્વજોના સ્થાન ઉપર રહી. છતાં નવો વંશવેલો અને નવી બોલી ઉદ્ભવી. આ બોલી ઓળખાઈ Korlai Portuguese Creole. આ બોલી આશરે ઈસ્વી ૧૫૧પમાં ઉદ્ભવી; પોર્ટુગીઝોના પ્રથમ જૂથે ચૌલમાં કરેલા કારોબારના દાયકા પછી. આ ખોલી (કે ભાષા) અદ્યાપિ અહીં પ્રચારમાં છે. પોર્ટુગલ સૈન્ય ચૌલ પાસેના દરિયાઈ મથકના- કિલ્લાના રક્ષકો હતા. આ બંદર ઈસ્વી ૧૩૦ થી ૧૭૮૬ સુધી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વિખ્યાત હતું.
177
પરન્તુ વર્ષોના પસાર થવા સાથે વિદ્યમાન યુવાન પેઢીને મહારાષ્ટ્ર રાજ્યની વહીવટી ભાષા મરાઠી શીખવાની જરૂરિયાત જણાઈ અને શિક્ષણનું માધ્યમ Creole ને સ્થાને મરાઠી અમલી બનતાં સંસ્કારસંસ્કૃતિનું લોલક વિરુદ્ધ દિશામાં ગયું. આથી ડૉ. ખેડેકરે આ સંસ્કાર-સંસ્કૃતિ-રીતરિવાજ જાળવી રાખવા સારુ સ્થાનિક પ્રજાને સમજાવી Eco-museum સ્થાપવાનું બીડું ઝડપ્યું છે.
સામાન્યતઃ સંગ્રહાલયોએ સાંસ્કૃતિક અભિજ્ઞાનને સંરક્ષવામાં ઉદાસીનતા દર્શાવી છે એવું કહી શકાય. જો કે ગૂજરાત વિદ્યાપીઠ આદિવાસીઓની સાંસ્કૃતિક ઓળખાણને સુરક્ષિત રાખવા સારુ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર અંતર્ગત Eco-museum પ્રકારનું સંગ્રહાલય સાઠના દાયકામાં સ્થાપ્યું છે. માયસોરમાં ‘ફોક મ્યુઝિયમ’ આ પ્રકારનું સર્વોત્તમ સંગ્રહાલય છે. જો કે આ તો છૂટક છૂટક પ્રયાસો છે. પણ પ્રયાસોના ગુણાકાર પ્રત્યેક પ્રજાના સંદર્ભમાં કરવાનો સમયનો તકાજો છે; ખાસ કરીને નાનાં જ્ઞાતિજૂથોના અનુસંધાને આમ કરવું ઇતિહાસ-સંસ્કૃતિની માગ છે. આમ કરવાથી જે તે જ્ઞાતિજૂથનાં સાંસ્કૃતિક લક્ષણો હવેની પેઢીને પ્રત્યક્ષ કરવા હાથવગાં થવાં જોઈશે. આ પરત્વે સ્થાનિક રહીશોએ અગ્રભાગ પ્રદત્ત કરવાની જરૂર છે.
પૈતૃક વારસાની સાચવણી
ઇતિહાસનિરૂપણનાં જાહેર સાધનોનો વિનિયોગ હમેશાં થતો રહે છે; પરન્તુ વ્યક્તિગત સંગ્રહમાં સ્થિત (સંભવતઃ સુરક્ષિત) ઐતિહાસિક સાધનો અન્વેષણાર્થે ઓછાં ઉપયોગાય છે; કેમ કે તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org