________________
176
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI એમની ખ્યાત રચના “મહાવીરચરિત’નું સર્જન આ સ્થળે ક્યું હતું. આ નાટકની પ્રસ્તાવનામાં લેખકે સ્વયમ્ એમના જન્મસ્થાન અને કાર્યસ્થળનો ઉલ્લેખ કર્યો છે, જે આ ડુંગર હતો. વિદર્ભના વાકાટવંશના શક્તિમાન શાસકોનું મુખ્ય મથક અહીં હતું.
અહીંથી ફક્ત સો કિલોમીટરના અંતરે નાગપુર જિલ્લાના રામટેક નામના સ્થળે વાકાટક રાજા પ્રભાવતી ગુપ્તના દરબારમાં સન્માન પામેલા કાલિદાસની સ્મૃતિમાં એક સ્મારક અને એક સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી, જ્યારે ભવભૂતિના આ માદરે વતનમાં એમનું આવું સન્માન સુકાઈ ગયું હતું તે ઇતિહાસની એક વિડંબના ગણાય.
પદ્મપુર ગામની ભાગોળે બીજી એક સ્મૃતિ-ઇમારતના ભગ્નાવશેષો અસ્તિત્વ ધરાવે છે, જેમાં જૈન ધર્મનું વિશાળ મંદિર હોવાનું અને વાકાટકોના શાસનસમયે બંધાયેલું હોવાનું કહેવાય છે. આ સ્થળે કોતરણીયુક્ત પ્રતિમાઓના અને સ્તંભોના ખંડિત અવશેષો વેરવિખેર પડેલા નજરે પડે છે, જે મુખ્યત્વે છાણાં અને કચરાના ઢગલાથી યુક્ત છે. જૈન મંદિર ૧૫૦૦ જેટલું પૂર્વકાલીન છે.
આ બંને સ્મારકો વર્તમાને અરક્ષિત છે. આ સ્થળે જો પુરાવસ્તુકીય ઉત્પનન હાથ ધરાય તો મહત્ત્વના અવશેષો હાથવગા થવા સંભવ છે. પદ્મપુર પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ભવભૂતિની એ કરમકહાણી છે કે એને કાલિદાસના પડછાયામાં ચાલવું પડ્યું છે, તો કાલિદાસે “મેઘદૂત’ની રચના રામટેકમાં કરી તો ચાર સદી પછી જન્મેલા ભવભૂતિને ઉત્તર ભારતના નાગવંશીય રાજાઓનો અને છેવટે કનોજના રાજા યશોવર્માનો આશ્રય સંપ્રાપ્ત કરવો પડેલો. કારણ ઐતિહાસિક છે કે વાકાટકો પછી વિદર્ભમાં કોઈ શક્તિશાળી રાજવંશ સત્તાધીશ હતો નહીં. જો કે અનુજીવન (સર્વાઇવલ) સારુ ભવભૂતિને જન્મસ્થાનથી દૂર જવું પડ્યું તો પણ વતન પ્રત્યેનો પ્રેમ યથાવત્ રહ્યો હતો. એમના એક શ્લોકમાં ભવભૂતિએ કીર્તિસંપદાના અભાવ પરત્વે વેદના વ્યક્ત કરી છે એવી આશાએ કે ક્યારેક કોઈક મને સમજશે અને સન્માનશે. પરંતુ આ ક્યારેક કોઈક'ની ભવભૂતિની આશા ચરિતાર્થ થઈ નહીં. સંસ્કૃત સાહિત્ય અકાદમીએ તથા જૈન સમાજે સાંસ્કૃતિક-ઐતિહાસિક એવાં આ બંને સ્થળોના સંરક્ષણ-સંવર્ધન-પુનરુત્થાન માટે કાર્યરત થવું જોઈએ એ સમયનો તકાજો છે. સંસ્કાર-અભિજ્ઞાન દર્શાવતું સંગ્રહાલય
સંસ્કાર-સંસ્કૃતિ-ઇતિહાસનાં જતન-જાળવણી-સંરક્ષણ-પુનરુદ્ધાર બાબતે આમજનતામાં ઉદાસીનતા ઘર કરી ગઈ હોવા છતાંય અને ઇતિહાસના અધ્યાપકો આ બાબતે બેધ્યાન હોવા છતાંય નિરાશાનાં વાદળમાં ક્યાંક તો રજતરેખા દશ્યમાન થાય છે. અહીં આપણે મહારાષ્ટ્રના પશ્ચિમ દરિયાકાંઠે આવેલા ચૌલ સ્થાનના રહેવાસીઓએ પોર્ટુગલ-સંસ્કારની ઓળખ જાળવી રાખવા કટિબદ્ધતા દર્શાવી તે વિશે વિશ્લેષણ કરીશું; સંભવતઃ આવું અભિજ્ઞાન હાથતાળી આપી જાય એવા ભયથી. અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org