SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 172 ડૉ. રસેરા જમીનદાર SAMBODHI ઊભી રહી છે, અને ત્યારે નાતજાતના કોઈ ભેદ ક્યાંય જોવાયા નથી. એટલું જ નહીં આપણા સૈનિકોએ પણ પોતપોતાના ધર્મને બાજુએ રાખી રાષ્ટ્રીયતા માટે એક રહીને આક્રમણનો પ્રતિકાર કર્યો છે. આ ભૂમિકા સંદર્ભે ગીતોક્ત સંદેશ આજેય આપણા માટે એટલો જ પ્રસ્તુત છે અને સંખ્યાધિક બાહ્ય ધમકીઓ સામે ટકી રહેવા પણ ગીતાસંદેશ અનિવાર્ય જણાય છે. આથી જ કૃષ્ણ અર્જુનને જે બોધ આવ્યો હતો કે સત્ય એ વાસ્તવિક આધ્યાત્મિકતાની બુનિયાદ છે અને હિંમત એનો આત્માતે આપણે આત્મસાત્ કરવાનો સમયનો તકાજો છે. અધ્યાત્મવિદ્યા અને સુફીમત ભારતીય અને ઇસ્લામી અધ્યાત્મવાદને સૂત્રાત્મક રીતે નિર્દેશવું હોય તો કહી શકાય કે માનવજાત દ્વારા ઈશ્વરનો પ્રેમ સંપાદિત કરો. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મમાર્ગને અનુસરો અને જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગને પામો. કારણ જગત મિથ્યા છે, માયા છે. માયાની વિભાવનાથી સર્વ ધર્મો અભિશિત છે. એનું પૃથક્કરણ જરૂરી નથી, અર્થકરણ જરૂરી નથી. સૂફીમત મુજબ માનવ એ જ સત્ય છે અથવા મનુષ્ય એ સત્યનું પ્રગટીકરણ છે. પવિત્ર કુર્રાન અનુસાર જે બાહ્ય કે આંતર રીતે દેખીતું અસ્તિત્વ ધરાવે છે તે સ્થળકાલ સાપેક્ષ છે. કેવળ અલ્લા વાસ્તવિક છે. ઇસ્લામમાં તસબુક શબ્દ પ્રયોગાયો છે, જે સૂફીવાદનો પર્યાય મનાયો છે. પરંતુ આ એક તર્કદોષ છે. ભારતીય ઉપખંડનો આધ્યાત્મિક વારસો ખસૂસ ધ્યાનાર્હ છે. તે દીર્ઘકાલીન છે, સશક્ત છે, ગહન છે, વિવિધાર્થી છે, વૈવિધ્યયુક્ત છે. ભારતીય આધ્યાત્મિક વારસોના વિશાળ અને વિરાટ લક્ષણને હિન્દુ રહસ્યવાદ નથી ઓળખાવી શકતો કે નથી સમજાવી શકતો. મનની અને આત્માની અમર્યાદ અને વિવિધ વૃત્તિઓને કેવળ ‘રહસ્યવાદ’ શબ્દથી સીમિત કરવી તે ઉપહાસીય બને છે. કેમ કે એક પદાર્થના વિવિધ આકાર હોય છે અને તે પ્રત્યેક આકારને વિવિધ છાયાઓ હોય છે. હિન્દુ અને મુસ્લિમ અધ્યાત્મવાદની ભિન્નતા દર્શાવવા રહસ્યવાદ’ અને ‘સૂફીવાદ' શબ્દના પ્રયોગો ના કરે તો પ્રશ્ન પ્રશ્ન રહે છે અને તેથી ક્યાં સામ્ય છે અને ક્યાં વિષમતા છે તે નક્કી કરવું સરળ નથી. સંમતિ અને અસંમતિ તથા વિવિધતા અને તેનો અભાવ હિન્દુધર્મનાં વિશિષ્ટ લક્ષણો નથી. ઇસ્લામી તસવ્વકના અનુયાયીઓ પણ “વહદાતુલ વજૂદ’ અને ‘વહઠાતુશ શુહૂદ'ની વિચારણા પરત્વે વિભાજિત છે. રાત પૂરી થાય છે પણ વાર્તા અધૂરી રહે છે એવું છે. છતાં ઈશ્વરપ્રાપ્તિના માર્ગના પરિશ્રમી લોકો સારુ આવાં લક્ષ્યસ્થાનો વચગાળાનાં નિયતિસ્થળો છે; કેમકે લક્ષ્યસ્થાન ઘણું જ દૂર છે અને તેથી જેઓ ઈશ્વરપ્રાચર્થે ઇચ્છુક છે. તેઓ અંતે તો માનવજાતની સેવા માટે પાછા ફરે છે. Love God through mankind. વલી (પીર કે ઓલિયા) કરતાં પયગંબર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy