________________
Vol. XXV, 2002
ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ...
જંક્શન સ્ટેશન છે; કેમ કે ઈશ્વરપ્રાપ્તિ થયા પછી પણ તેઓ (પયંગબરો) માનવજાતને માર્ગદર્શન આપવા આતુર હોય છે. હઝરત નિઝામુદ્દીન ઓલિયાએ હઝરત સમસુદ્દીન યાહ્યા સુધી ખિલાતનામા પ્રસિદ્ધ થયેલું તેમાં જણાવ્યા મુજબ : તમે ઇચ્છો તો હું ઈશ્વર સોગંદ લઉં છું, જેના હાથમાં મારું જીવન છે; જે માનવો ઈશ્વરની સમીપ છે અને જેઓ ઈશ્વરાર્થે માનવતાને ચાહે છે અને જેઓ માનવજાત દ્વારા ઈશ્વરને ચાહે છે... ઇતિ.
173
માનવ-વૈભવ-વારસાનું જતન
આ નોંધના આરંભે જ આપણે અવલોક્યું કે ઇતિહાસના કેન્દ્રસ્થાને માનવી છે. રવીન્દ્રનાથ ઠાકુરે સાચું જ નોંધ્યું છે : There is only one history; the History of Man. આથી માનવસર્જિત અને સમયના પ્રવાહમાં ટકી ગયેલી તથા પ્રાકૃતિક અને રાસાયણિક પરિબળોથી અવરોષિત રહેલી સઘળી પુરાવસ્તુઓનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું અને શક્યતઃ યથાવત એની જાળવણી કરવી એ પ્રત્યેક આમ આદમીની નૈતિક ફરજ છે. વિશ્વની વિરાસતને પોતીકી ગણીને-સ્વીકારીને એનાં જતનજાળવણી કરવાં એ આપણો ધર્મ છે. માનવજીવનના પ્રારંભ સાથે જેમ યુદ્ધ એ માનવિજજ્ઞાસાનો આંતરિક ભાગ છે તેમ, ગીતા કહે છે તેમ યુદ્ધ પણ એક ધર્મ છે. તો માનવકૃત વૈભવ અને વારસો સાચવવો એ પણ ધર્મ છે.
અહીં આ વિચાર પરત્વે કેટલીક ઘટનાઓને અવલોકવી છે.
વિજયનગરનો વૈભવી વારસો
ઉત્તર ભારતમાં જ્યારે ઇસ્લામી આક્રમણને કારણે અને મુસ્લિમ રાજસત્તાની સ્થાપનાને કારણે ભારતીય સંસ્કૃતિ ઉપર ભયાનક જોખમનાં વાદળો ઘટાટોપ દેખાઈ રહ્યાં હતાં ત્યારે વિધ્યાચળ ગિરિમાળાની દક્ષિણે આપણી સંસ્કૃતિને સાચવતું અને સંવર્ધતું એક હિન્દુ સામ્રાજ્ય અડીખમ કાર્યરત હતું. આથી તો, પોર્ટુગીઝ મુસાફર Domingo Paesએ નોંધ્યું છે કે વિશ્વ સમસ્તમાં વિજયનગર સુવિધાસભર શહેર છે.
દક્ષિણ ભારતમાં વિજયનગરનું હિન્દુ સામ્રાજ્ય ઇસ્લામી સત્તાનો જબરદસ્ત સામનો કરી રહ્યું હતું; બલ્કે એમ કહી શકાય કે હિન્દુત્વના પુનઃપ્રવર્તનનું, સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓના નવનિર્માણનું મહત્ત્વનું કેન્દ્ર એટલે વિજયનગરનું સામ્રાજ્ય અને તેનું પાટનગર વિજયનગરનું શહેર. આ સામ્રાજ્ય એની પરમસીમાએ પહોંચ્યું રાજા કૃષ્ણદેવરાયના (૧૫૦૯ થી ૧૫૫૦) સમયમાં. અશોક, હર્ષવર્ધન, ચંદ્રગુસ, વિક્રમાદિત્ય અને ભોજરાજાની પરંપરામાં આરૂઢ થયેલો મહાન રાજા કૃષ્ણદેવરાય હતો. સામ્રાજ્યનું સંચાલન તે પ્રત્યક્ષ રીતે કરતો હતો. લશ્કર ઉપર સ્વયમ્ સીધી દેખરેખ રાખતો હતો. સામ્રાજ્યના પ્રત્યેક વિસ્તારમાં તે પ્રવાસ કરી ચૂક્યો હતો. અદ્ભુત અને ભવ્ય મંદિરોના નિર્માણથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org