________________
Vol. XXN, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ... 171 ટૂંકમાં જીવન સંઘર્ષમય હોવાનો આપણો અનુભવ છે. માનવજાત સમયના કોઈક તબક્કે એવો અનુભવ કરે છે જેમાં પરિબળો પરસ્પર અથડાતાં હોય; અને તે વિનાશ અને પુનર્નિમાણમાં પરિણમે છે. ગીતોક્ત અનુસાર નીતિમત્તા અને અનૈતિક્તા વચ્ચે સંઘર્ષ વિદ્યમાન હોય છે. war has always repelled man. કલિંગના યુદ્ધ પછી અશોક મૌર્ય યુદ્ધધર્મને બદલે ધર્મયુદ્ધના અભિગમને આવકારે છે. વિયેટનામના યુદ્ધમાં અમેરિકી નવયુવાનો જોડાવાનો ઇન્કાર કરે છે. વર્તમાને વિશ્વસમસ્તમાં, જપાન ઉપર અણુબોંબ ફેંકાયા પછી, અણુબોંબના નિર્માણ બાબતે કે અણુબોંબ રાખવા વિરુદ્ધ જબરદસ્ત વિરોધનો અનુભવ આપણે કરી રહ્યા છીએ.
જ્યારે અર્જુન હથિયાર ફેંકી દે છે અને યુદ્ધ નહીં કરું એમ કહે છે ત્યારે કૃષ્ણ કહે છે કે સત્યના રક્ષણાર્થે યુદ્ધ કરવું એ ફરજ અને ધર્મ બને છે. અર્થાત્ ગીતાના સંદેશ મુજબ શક્તિબળ અને હિંસાની દયા ઉપર જીવતા લોકોનું રક્ષણ કરવું જરૂરી છે. આથી તો અરવિંદ કહે છે કે એવા બહુ જ ઓછા ધર્મો છે જેમનામાં, ભારતીય ધર્મની જેમ, એવી હિંમત છે જે એક તરફ પરોપકારી દુર્ગા તરીકે મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરે છે તો બીજી બાજુ ભયાનક કાલીના રૂપે વિનાશનૃત્ય કરે છે. ગીતાના સંદેશનું આ શ્રી અરવિંધી અર્થઘટન આપણે શું સમજી શક્યા છીએ? એક તરફ શિવાજી મહારાજ અને ઝાંસીની રાણીનાં કૃત્યો છે તો બીજી બાજુ છેક ૧૯૦૬માં શ્રી અરવિદે આવાહન દીધું કે જરૂર જણાયે બળનો ઉપયોગ કરીને પણ બ્રિટિશોને હાંકી કાઢવા જોઈએ; એવા સમયે જ્યારે કોંગ્રેસને આઝાદીનું સ્વપ્ન પણ લાધ્યું ન હતું.
આપણા ઈતિહાસનું અધ્યયન સ્પષ્ટ સૂચિત કરે છે કે આક્રમણના અભિગમને આપણે ક્યારેય અપનાવ્યો નથી; તો એ પણ હકીકત છે કે ભારતીય પ્રજાસમૂહે આક્રમણોનો સક્રિય પ્રતિકાર નથી કર્યો. મુસ્લિમોનાં આક્રમણો, મુસ્લિમોની ઘૂસણખોરી, એમણે કરેલાં મૂર્તિ મંદિરોનાં ખંડન, ગુજારેલો બળાત્કાર અને આપેલો અમાનુષી ત્રાસનાં દરિયાઈ મોજાં પછી મોજાં આવતાં રહ્યાં અને આપણે પડકારને ઝીલવાને બદલે અંદરોઅંદર ઝઘડતા રહ્યા અને કોઈ રાષ્ટ્રીય ઉન્મેષ-વિદ્રોહ જોવા મળ્યો નહીં. બ્રિટિશોએ ભારતને નધણિયાતું ખેતર સમજીને ઓગણીસમી સદીના ચોથા ચરણ સુધી આપણા ઉપર 'બિનરોકટોક શાસન કર્યું; ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાને બાદ કરતાં, કોઈ રાષ્ટ્રીયતાનું સંગીત બ્રિટિશ વિરુદ્ધનું આપણને સાંભળવા મળતું નથી. આઝાદી પછીની પણ કેટલીક ઘટનાઓ આવો જ અંગુલિનિર્દેશ કરે છે.
પ્રશ્ન એ થાય છે કે ગીતાનો રાષ્ટ્રીયતાનો સંદેશો આપણે કેમ ભૂલી ગયા? ઉત્તર છે – આપણા રાજકીય પક્ષોનો, સમયના તકાજાને નહીં સમજીને, ઉત્તરદાયિત્વના અધિકારની અવગણના કરીને માત્ર ટૂંકી દૃષ્ટિએ પક્ષીય લેખાંજોખાં પરત્વે સભાનતા કેળવવાનો અને પ્રજા પરત્વેના દાયિત્વ પ્રત્યે આંખ આડા કાન કરવાનો અભિગમ. બાકી સ્વાતંત્ર્યોત્તર સમયનો અદ્યાપિ આપણો અનુભવ છે કે, આપત્તિના સમયે પ્રજા સમસ્ત એક બનીને સરકારની પડખે નિર્ચાજ રીતે અને નિર્દેશ રીતે ખડા પગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org