SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 170 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI તેની ચામડીથી નિર્ણત કરે છે. શું મંદિરના વળાંમાં આકાશ વાંકું ભાસે છે? શું ઘટને-ઘડાને ફોડવાથી આકાશનો ભુક્કો સંભવે છે? આકાશ તો પરિવર્તનાતીત છે. મારું શરીર વાંકું છે, હું નહીં. વ્યક્તિને અંદરથી નિહાળવો જોઈએ. આ મારા કથનની સ્પષ્ટતા છે. અષ્ટાવક્રના આવા પારદર્શક વિધાનથી અને પાશવી સત્યથી જનક શરમિંદો બન્યો અને હસવા સારુ પસ્તાઈ રહ્યો અને વિચારમાં ગરકાવ થયો કે શા માટે એણે ચર્મસોદાગરોનું ટોળું એકત્રિત કર્યું? બીજે દિવસે સવારે ઘોડા ઉપર ફરવા નીકળેલા જનકે અષ્ટાવક્રને જોયો અને ઘોડા પરથી નીચે ઊતરી અષ્ટાવકના પગે પડ્યો. સભાસ્થાને તે આમ કરી ના શક્યો કેમ કે ત્યાં જનકને અષ્ટાવક્ર બાર વર્ષનો છોકરો જણાયો. પણ આજે તેને અષ્ટાવક્રમાં વિદ્વાનનાં દર્શન થયાં. એણે અષ્ટાવક્રને રાજમહેલ પધારી સત્ય વિશેની જિજ્ઞાસા સંતોષવા નિમંત્રણ પાઠવ્યું. જેઓ ફક્ત શરીરને ધ્યાનમાં રાખે છે તેઓ આત્માની-અમરત્વની-સત્યની ચર્ચા શું કરી શકશે? અષ્ટાવકના માનમાં જનકે રાજમહેલ શણગાર્યો. અહીં જનક અને અષ્ટાવક્ર વચ્ચે જે સંવાદ થયો તેનું પરિણામ તે “અષ્ટાવક્ર સંહિતા'; જેને વર્તમાને યોગીઓ જીવનસંગીત કહે છે. આપણા કવિ પ્રેમાનંદે ગુજરાતીમાં ‘અષ્ટાવક્રાખ્યાન” લખ્યું છે. પ્રસ્તુત કથા ઇતિહાસના અન્વેષકો માટે ધ્યાનાર્હ બની રહે છે, કેમ કે ઈતિહાસને સત્ય-તથ્ય સાથે સીધી નિસબત છે અને સત્ય-તથ્યને ઘણાં પાસાં હોય છે. તેથી ઇતિહાસલેખકોએ ચર્મસોદાગરો થવાને સ્થાને સત્યાન્વેષણ-તધ્યાન્વેષણ તરીકે કાર્યરત રહેવું જોઈએ. એટલે કે કોઈપણ અવશેષનું કે પુરાવસ્તુનું કે દસ્તાવેજનું કેવળ બાહ્ય પરીક્ષણને ઈતિશ્રી માનવાને સ્થાને સાથોસાથ આંતર-પરીક્ષણ પણ વિશેષભાવે કરવું જોઈશે. અર્થાત્ વ્યક્તિને ચામડીથી નહીં પણ અંદરથી નિહાળવો જોઈએ તેમ વસ્તુનું આંતરિક મૂલ્યસ્થાન સમજવું જરૂરી બને છે. Just Truth has many facets; so does historio-archaeological source. જ્યારે યુદ્ધ એ ધર્મનું સ્વરૂપ લે છે માનવજીવનના પ્રાદુર્ભાવ સાથે જ સંઘર્ષ-લડાઈ-યુદ્ધની ભાવના સાકાર બની છે. યુદ્ધ માનવસમસ્ત માટે અનિવાર્ય આવશ્યક્તા નથી જપરન્તુ ન્યાયની સુરક્ષા પરત્વે યુદ્ધનો નકારાત્મક અભિગમ પણ આવશ્યક રીતે અનિવાર્ય નથી. કુટુંબના, દેશના, સરહદના, સંસ્કારના, સંસ્કૃતિના રક્ષણ સબબ જ્યારે બધાં સાધનો નિષ્ફળ રહે છે, નાકામિયાબ બને છે, ત્યારે યુદ્ધ ખસૂસ ધર્મ બની શકે છે. ગીતાનો આ સનાતન અભિગમ છે. માનતિહાસમાં યુદ્ધ વિશે કેવળ ગેરસમજ પ્રવર્તી રહી છે. યુદ્ધ એ આપણી જિંદગીનો સનાતન સિદ્ધાન્ત છે એ વિશે શ્રી અરવિંદ લખે છે: માનવીના વાસ્તવિક જીવનમાં, જે અસ્તિત્વ ધરાવે છે અને જેનું અસ્તિત્વ હોવું જોઈએ એ બંને વચ્ચેના સંગ્રામ વિના, પ્રગતિનું સોપાન શક્ય નથી એ હકીક્ત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy