SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXN, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ... 169 સાંપ્રત ઘટનાઓ વૃત્ત અને વિવેચન પ્રસ્તુત ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં અત્રે સાંપ્રત સમયમાં ઘટેલી અને હાથવગી થયેલી કેટલીક ઘટનાઓની સાધકબાધક ચર્ચા, મહત્ત્વના ગ્રંથોનાં અને વિચારસરણીઓનાં અવલોકન ઈત્યાદિનોઈતિવૃત્ત-વિવેચના સંદર્ભે પ્રસ્તાવિત કરવાનો ઉપક્રમ રાખ્યો છે. સત્યને સંખ્યાધિક પાસાં છે એ તો સ્પષ્ટ છે કે ઈતિહાસનું એક માત્ર ધ્યેય સત્યને શોધવાનું-પામવાનું છે. આવું સત્ય તથ્ય ઉપર અવલંબિત છે – આધારિત છે. એટલે કે ઈતિહાસનું સત્ય તથ્યથી આવૃત્ત છે. આથી, ઇતિહાસમાં તથ્ય (એટલે કે શેય) કે ભૂતકાલીન યથાર્થતા સત્યનો પર્યાય બની રહે છે. આથી તો, ફ્રેન્ચ વિધાનનું ગુજરાતી અવતરણ છે : આધાર નહીં તો ઈતિહાસ નહીં. છતાં આ સત્યને ઘણાં પહેલુઓ હોવાનું અનુભવે સમજાયું છે. વ્યક્તિએ વ્યક્તિએ અને સમાજે સમાજે તથા સમયે સમયે સત્યની અર્થચ્છાયાઓ પરિવર્તન પામતી રહે છે અને આ પરિવર્તનનું તત્ત્વ માનવવિકાસનો આત્મા છે. આ હકીક્ત હોવા છતાંય યુગે યુગે ભારતીઓએ ઇતિહાસ કરતાં (એટલે કે સત્ય કરતાં) વિશેષ તો પુરાકલ્પનોને મહત્ત્વ બક્ષ્ય છે; સાદય સમય કરતાં કાલાતીત બાબતને વિશેષ ભાવે અપનાવ્યું છે. અહીં આપણે અષ્ટાવક્રની કથાનું અટામણ લઈને સમયનાં વિવિધ પાસાને સમજવાનો પ્રયાસ કરીશું. પુરાણોમાં વિખ્યાત ઋષિ-યોગી અષ્ટાવક્રની ક્યા છે. અષ્ટાવક્ર એટલે જેનાં આઠેય અંગ વાંકાં છે તે વ્યક્તિ. એટલે અષ્ટાવક્રનું શરીર બેડોળ અને જુગુપ્સા ઉપજાવે તેવું હતું. તે જ્યારે બાર વર્ષનો હતો ત્યારે વિદેહ અથવા મિથિલાના તત્ત્વજ્ઞાની મહારાજા જનકે દેશસમસ્તના પંડિતોની એક મહાસભાનું આયોજન કરેલું. હેતુ હતો “સત્યની બુનિયાદીને ચર્ચાની એરણ ઉપર તપાસવાનો. જનકે આ મિષે વિજેતાને સુવર્ણ-હીરા-જડિત શૃંગોયુક્ત એક હજાર ગાયોનું ઈનામ આપવાનું પણ જાહેર કરેલું. આ ચર્ચામાં અષ્ટાવક્રના પિતાએ પણ ભાગ લીધો હતો. તેઓ પ્રખર તત્ત્વજ્ઞા હતા. દિવસ દરમ્યાન બધા પંડિતોને મહાત કર્યા પછી વરુણના દીકરા ખ્યાત વિદ્વાન બંદીએ અષ્ટાવક્રના પિતા કહોડ ઋષિને હરાવ્યા. આ સાંભળી અષ્ટાવક્ર સભાસ્થાન દોડી ગયો ત્યારે એને જોઈને મૂર્ધન્ય પંડિતોને આશ્ચર્ય થયું અને હસવું આવ્યું. સમસ્ત સભાસ્થાન હાસ્યના સાગરમાં ડૂબી રહ્યું ત્યારે અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્યો. આથી રાજા જનકે અષ્ટાવક્રને હસવાનું કારણ પૂછ્યું જેના પ્રતિભાવરૂપે અષ્ટાવકે જનકને જણાવ્યું કે સત્યના અન્વેષકોને બદલે અહીં તો ચર્મના સોદાગરોએ સત્યને શોધવાનો પ્રયાસ કર્યો તેથી મને હસવું આવ્યું છે. અષ્ટાવક્રના જવાબથી સમસ્ત સભાસ્થાન નીરવ શાંતિમાં પલટાઈ ગયું. જનકે અષ્ટાવક્રને પોતાના વિધાનની સ્પષ્ટતા કરવા સૂચવ્યું ત્યારે અષ્ટાવકે જણાવ્યું કે મારું કથિત કથન સાદું અને સ્પષ્ટ છે આ મૂર્ધન્ય પંડિતો કેવળ મારી ચામડીને-શરીરને જુએ છે, મને નહીં, મારા આત્માને નહીં. મારા કરતાં વિશેષ શુદ્ધ અને સાદો માણસ મળવો મુશ્કેલ છે જે બાબત તેમને જડતી નથી. તેઓ ફક્ત મારા કૂબડા અને વાંકા વળેલા શરીરને જ જુએ છે. તેઓ ચર્મસોદાગરો છે કેમ કે તેઓ વ્યક્તિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy